ચહેરો…. જીજ્ઞેશ અધ્યારૂની વાર્તા

Posted by

– જીજ્ઞેશ અધ્યારૂ

સંધ્યા ઢળી, અંધકારના ઓળા ઉતરી આવ્યા અને આશકાની ગભરામણ ફરી શરૂ થઈ. પાછા આવ્યાનો આજે દસમો દિવસ હતો અને આ દસ દિવસમાં છેલ્લા છ દિવસની એની એકલતાએ એને વધુ નબળી કરી મૂકી હતી. આરોહી માસી છ દિવસથી ઘરે નહોતા, અવની યુનિટ સાથે ફોરેનશૂટમાં ગઈ હતી. અશ્વને ત્યાં જવાનો તો… સવાલ જ નહોતો. માં પણ ગામડે પહોંચી ગઈ હતી.. અહીં પોતે સાવ એકલી હતી. રોજની જેમ એ બાલ્કનીમાં જઈને બેઠી, મુંબઈના પોશ વિસ્તારના તેરમામાળનાફ્લેટની એની બાલ્કની પણ રૂમ જેવડી જ મોટી હતી.. આ એની રોજની જગ્યા થઈ ગયેલી.

ક્યારેક અં ગૂઠાથીફ્લોરમેટખોતરતી તો ક્યારેક અન્યમનસ્કપણે રસ્તાપરની અવરજવર જોઈ રહેતી. એને ઉંચાઈનો ડર લાગતો… પણ હવે પરિસ્થિતિ…રાતના દસ વાગ્યા તોય આશકા ત્યાંથી હલી નહીં,અવરજવર ઓછી થઈ અને સ્તબ્ધતા વધતી રહી.. અંદરની પણ અને બહારની પણ..

છેલ્લી ત્રણેક આખી રાત એ બાલ્કનીમાં જ રહી હતી! પણ અંદર જવું જ પડે એમ હતું, તરસ અને ભૂખ પણ હદ બહાર પહોંચી એટલે આશકાએ રૂમમાં આવીને બાલ્કનીના દરવાજા પાસેની સ્વિચથી લાઈટ ઓન કરી, અને તરત જ ભડકી ઉઠી, એનો શ્યામ ચહેરો લાલ થઈ રહ્યો, રુંવાડાઉભા થઈ ગયા, માંડ ગળામાં થૂંક ઉતાર્યું… આંખોમાં એક અજાણી લાગણી ડોકાઈ રહી. ઝડપથી એ રસોડા તરફ દોડી, બેડરૂમ પસાર કરતા તો એ મેરેથોન દોડી હોય એમ હાંફી રહી. રસોડાના દરવાજામાં ઉભા રહીને એણે લાઈટ ઓન કરી.. સબસલામત લાગ્યું એટલે અંદર ગઈ. રણમાં ભૂલા પડી ગયેલા મુસાફરની જેમ એનું મન શૂન્ય થઈ ગયું.

છ દિવસમાં જ એકલતાએ એને અંદરથી કોરી ખાધી હતી. પોતે જ એ પોતાની દુશ્મન બની ગઈ હતી. એને ભાગ્યે જ કોઈ ફોન આવતા, ટી.વી. જોવાનો કે કોમ્પ્યુટર સામે બેસવાનો કે મોબાઇલ હાથમાં લેવાનો સવાલ જ નહોતો. રસોડામાં જઈને એણે ફ્રોઝનપિઝાકાઢ્યો, જાણે જીવનની છેલ્લી ક્ષણો બાકી રહી ગઈ હોય એમ અકરાંતિયાની જેમ પિઝાનાટુકડા ઉતાવળે મોંમાંઠૂંસ્યા.. જ્યૂસપીતાઅંતરાસ આવી ગઈ પણ તોય એ ખાવાની ઝડપ ન ઘટી.. ફ્રિજ પરથી પેપરની નીકળવા આવેલી સેલોટેપ એણે ફરી ચોંટાડી, ઉપર બીજી સેલોટેપ મારી. વાસણ વોશબેઝિનમાં મૂકીને એ બેડરૂમની ગણેશની મૂર્તિ પાસે આવીને ઉભી.

‘આ બધું ક્યાં સુધી ચાલશે?’ એણે પોતાના મનને પૂછ્યું,

‘તું ધારે ત્યાં સુધી..’જવાબ મળ્યો, વરસાદ શરૂ થયો અને લાકડાની બારી પર ઝીંકાતીવાછટનો અવાજ એને કોઈ દરવાજો ખખડાવતું હોય એવો લાગ્યો. એણે બારી ખોલી નાંખી, બાલ્કનીનું બારણું પણ ખોલી નાંખ્યું અને વરસાદના એ ટીપાં જોતાં એ ફરી ભડકી, બારી અને દરવાજો જોરથી બંધ કરી દીધા, સ્ટોપર મારી દીધી..

‘પણ કેમ? મારી સાથે જ કેમ?’ ફરીથી એણે મનને પૂછ્યું, જવાબ ન આવ્યો. ફરીથી પ્રશ્ન પૂછાયો, ‘મારો શું વાંક?’ અને ફરી જવાબ ન જ મળ્યો.

‘ના, હવે નહીં, બહુ થયું..’એ બબડી, ‘આજે પૂરું જ કરવું છે.’

આખરે એણે કબાટનાઅરીસા પર લગાડેલાછાપાંનાસેલોટેપથીચોટાડેલ પાનું હળવેકથી એક તરફથી કાઢવાનું શરૂ કર્યું. હાથ અને મન વચ્ચે તુમુલ યુદ્ધ ચાલ્યું, આખરે મનને થોડીક ક્ષણ ધોબીપછાડ આપીને હાથે એ પાનાં એક તરફ વાળ્યું અને અરીસામાં એણે મહિનાઓ પછી પોતાનો ચહેરો જોયો, એ હસી રહ્યો હતો.. ખડખડાટ.. એ જ ચહેરો.. જેનો ડર હતો એ જ થઈ રહ્યું હતું, પહેલા ખૂબ ડર લાગ્યો, પછી એને ભયંકર ગુસ્સો આવ્યો અને આખરે નિઃસહાયતાનીલાગણીએઆશકાની આંખમાંથી આંસુ ટપકી રહ્યાં, આનાથી કેમ છૂટવું? અથાગ પ્રયત્નો અને અપાર તુક્કાઓલડાવ્યા છતાં બંધ થવાનું નામ જ નહીં. રાતના સાડા બાર થવા આવ્યા હતા. અને પછી કબાટનાઅરીસા પરના છાપાંનાટુકડાઓને એમ જ લટકતા છોડી દઈ એણે કપાળ પરથી પરસેવો સાફ કર્યો, વાળ સહેજ સરખા કર્યા અને પૂરા આત્મવિશ્વાસ સાથે ચહેરા પર બળજબરીથી સ્મિત મઢીને એણે ટી.વી પરથી કપડું હટાવ્યું.. ઘડીક ટી.વી ની બંધ સ્ક્રીન પર એ જ જોઈને અવાચક થઈ ગઈ.. રડતાચહેરાનીભીતરમાં કોણ હતું? આજે એને હરાવીને જ જંપીશ.. એણે ફ્રિજ પરથી, બાલ્કનીનાદરવાજા પરથી, બાથરૂમનાઅરીસા પરથી, રસોડાની ટાઈલ્સ પરથી – બધેથીછાપાંનાસેલોટેપથીચોંટાડેલાટુકડાફાડ્યા. અને એક સાથે આટલા બધા હસતા ચહેરા જોઈને એ રડી પાડી ઉઠી.. ચહેરાઓનું હાસ્ય વધુ ભયાનક બન્યું. લેન્ડલાઈનથીઅશ્વને ફોન કરીને પોતાની પાસે આવવા કરગરી, ને પોતે બાલ્કનીમાં આવીને બેઠી..

‘આશકા..ઓપન ધ ડોરપ્લીઝ.. વોટસ ધ મેટર?’ બહારથી બૂમ પડી, એ દરવાજા તરફ દોડી, રસ્તામાં ટાઈલ્સ પરથી ખસી ગયેલા મેટ્રેસનાટુકડાને લીધે ટાઈલ્સમાં દેખાતા પેલા ચહેરાને કચડવા એના પર પગ મૂકીને રડતી એ આગળ વધી ગઈ અને ચહેરાએ અટ્ટહાસ્ય કર્યું..

પણ આ શું? દરવાજો ખોલ્યો તોતોરણનાઆભલાઓમાં પણ એ જ હસતો ચહેરો.. એ જોરથી ચીસ પાડી ઉઠી અને આઘાતથી બેભાન થઈ ગઈ. પણ પડે એ પહેલા દરવાજાને ધક્કો મારીને અંદર આવેલા અશ્વના હાથમાં ઝૂલી ગઈ.

‘આશકા.. આશકા..’ એના ચહેરા પર પાણી છાંટવા જતા અટકી ગયેલો અશ્વ આશકાને એ ઘટના પછી આજે પહેલીવાર મળી રહ્યો હતો, અનેક વખત મળવાની કરેલી વિનંતિઓનેઆશકાએ સાવ તુચ્છકારથી નકારી દીધેલી.. પણ આજે એને સામેથી બોલાવીને… એ ચીસ પાડીને બેહોશ થઈ ગઈ એ ઘટનાએ અશ્વનેહલબલાવી મૂક્યો. આશકાને એણે ઉપાડીને બેડ પર મૂકી, એ.સી. ઓન કર્યું અને એને પોતાના ખોળામાં એનું માથું રાખીને આશકાનેપંપાળી રહ્યો. થોડીક વારે એ ભાનમાં આવી..

* * *

‘..એન્ડ મિસ ઈન્ડિયા અર્થ ફોર ધિસ યર ઈઝ મિસ આશકા અધ્યારૂ..’ તાળીઓના ગડગડાટ વચ્ચે એણે આઠ ફાઈનલિસ્ટ્સનીવચ્ચેથી ગત વર્ષની વિજેતા આરોહી અગ્નિહોત્રી તરફ ડગલા માંડ્યા.. ગુબ્બારાઓમાંથી ઉડતી આનંદનીછોળો વચ્ચે એને મિસ ઈન્ડિયાઅર્થનો તાજ અને એમ્બલમઆશકાનેઅપાયા. કેમેરાની ફ્લેશ બંધ થવાનું નામ જ નહોતી લેતી.. એ જાણે વર્ષો પછી આજે પોતાનામાં પાછી ફરી હતી.. અને સામે પ્રેક્ષકોનીભીડમાંથી સલમાન એને જોઈ રહ્યો.. એને ગુમાવ્યાનો રંજ એની રગેરગમાં વાસના બનીને દોડી રહ્યો..

બીજે દિવસે આશકાના મિસ ઈન્ડિયા અર્થ બન્યાનાસમાચારની સાથોસાથ હતા સમાચાર એના પર ફેંકાયેલાએસિડના.. એના અપાર્ટમેન્ટ પાસે વસ્તીમાં રહેતા સલમાનને એસિડ ફેંકાયા પછી તરત જ લોકોએ પકડી લીધેલો, આશકાનો આખોય ચહેરો ઝુલસી ગયો અને શરીરનો ઘણોખરો ભાગ કદરૂપો થઈ ગયો.. હોસ્પિટલથી ઘરે આવતા આશકાનેગાડીનારિઅરવ્યુમિરરમાં દેખાઈ એક અલગ જ આશકા..

* * *

‘થેન્ક ગોડ આશુ, તું આવ્યો.. આ બધી મને બહુ હેરાન કરે છે, બિચ.. પ્લીઝ એને અહીંથી કાઢ..’ આશકા એને ભીંસી રહી.

‘કોણ? અહીં આપણા સિવાય કોઈ નથી.’

‘આ બધી, જો ને.. બધે જ છે, બધાય અરીસાઓમાં, મારો જ ચહેરો, મારું રિફ્લેક્શન મારું વિરોધી થઈ ગયું છે, એ મને તાકીને જોયા કરે છે, હું એની સામે જોઉં અને રડું તો એ જોરજોરથીહસે છે ને હું હસું તો એ પોક મૂકીને રડે છે.. મારી જિંદગીને દોઝખ બનાવી દીધી છે એણે.. આઈ વિલ કિલ હર આશુ..’

‘આશકા, પ્લીઝરિલેક્ષ, કોઈ નથી અહીં..’

‘આ જો..ટી.વીનીસ્ક્રીનમાંથી એ મારી સામે સ્માઈલ કરે છે.. હું જતી રહું તોય એ ત્યાં જ ઉભી રહે છે, ને મારી પાછું ત્યાં જોવાની રાહ જુએ છે..’ એણે જોરથી ડૂસકું મૂક્યું, ‘જો કેવી મારી સામે જુએ છે.. એને કાઢઆશુપ્લીઝ, આઈ બેગ ઑફયૂ..’

‘રિલેક્ષ.. એવું કોઈ નથી…’

‘જો જો હવે એ ખડખડાટ હસે છે..’એ બેડમાંથીઉભી થતા બોલી, ‘જો એ આરામથી બેસીને મારી સામે કેવા ચેનચાળા કરે છે.. ધેટ બ્લડી.. હું આજે એને નહીં છોડું.’ કહીને એ ઉભી થઈ ગઈ.. પાસે પડેલું ફ્લાવરવાઝ હાથમાં લઈને એણે વોર્ડરોબનાઅરીસા પર છુટ્ટું માર્યું.. અને હાશકારાનું સ્મિત તેના ચહેરા પર ઝળક્યું, પણ જેવી એ કાચનાટુકડાઓ પાસે ગઈ કે એ બધાંયરિફ્લેક્શન્સ એક સાથે પોક મૂકીને રડી પડ્યાં.. દોડતી ગયેલી આશકાને અશ્વ સંભાળે એ પહેલા બાથરૂમમાંથીલાવીનેઅરીસાનાટુકડાઓ પર એણે એસિડ ઢોળી દીધું..

જીજ્ઞેશ અધ્યારૂ

My Websites :   I am on: I Twitter handle @adhyaru19 I Facebook I Instagram I Linkedin 

 

 

3 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *