પરીચય : યામિની વ્યાસ

Posted by

નામ : યામિની ગૌરાંગ વ્યાસ

જન્મતારીખ : ૧૦/૬/૧૯૬૦ / જન્મસ્થળ : નવસારી

સંક્ષિપ્ત પરિચય :

યામિની વ્યાસ બીએસસી માયક્રો બાયોલૉજીના સ્નાતક છે. હાલ સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવે છે. કાવ્ય, ગઝલ ઉપરાંત નાટકોનું સર્જન કર્યું છે. લેખન ઉપરાંત અભિનયક્ષેત્રે પણ ખૂબ નામના મેળવી છે.

‘સ્ત્રીભૃણ હત્યા’ની પ્રવર્તમાન ગંભીર સામાજિક સમસ્યા પર આધારિત એમની લઘુનાટિકા ‘જરા થોભો’ના ગુજરાત તેમજ અન્ય રાજયોમાં અઢીસોથી વધુ પ્રયોગો થયા છે.

મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્મા લખે છે કે યામિની વ્યાસ સુરતની સાહિત્યિકસાંસ્કૃતિક શ્રદ્ધા અને ગુજરાતની આવતીકાલની આશા છે. એ એક આદર્શ ગૃહિણી, વત્સલ માતા, વર્કિંગ વુમન, કવયિત્રી, લેખિકા, નાટ્ય અભિનેત્રી, ગરબા નિષ્ણાત અને કુશળ વક્તા છે. બધાં ક્ષેત્રોને પોતાની પૂરેપૂરી ક્ષમતા અને સૂઝથી ન્યાય આપે છે.

સ્ત્રીભૃણ હત્યાની પ્રવર્તમાન ગંભીર સામાજિક સમસ્યા પર આધારિત એમની લઘુનાટિકા જરા થોભોના ગુજરાત તેમજ અન્ય રાજયોમાં અઢીસોથી વધુ પ્રયોગો થયા છે. આ નાટિકાનું લેખન ઉપરાંત એનું મુખ્ય પાત્ર પણ એમણે ભજવ્યું છે. બળાત્કાર વિરોધી, ઘરેલું હિંસા અને એઇડ્સ વિરોધી જેવાં સમાજજાગૃતિને લગતા નાટકો લખી એના અનેક પ્રયોગો કર્યા છે.

દિલ્હી સાહિત્ય અકાદમી આયોજિત બહુભાષી રાષ્ટ્રીય કવિસંમેલનમાં ગોવા મુકામે તેઓ પોતાની કવિતાઓ પ્રસ્તુત કરી ચૂકયા છે. સુરત ઉપરાંત સમગ્ર ગુજરાત અને મુંબઇ ખાતે યોજાયેલ કવિસંમેલનોમાં ભાગ લઇ ચૂક્યા છે.

પ્રકાશિત પુસ્તકો :

૧. ફૂલ પર ઝાકળના પત્રો ગઝલસંગ્રહ  ૨૦૦૯/૨. મિલીના ઘર તરફ નાટક  ૨૦૧૧/૩. પાંપણને પડછાયે ગીતસંગ્રહ  ૨૦૧૩

પારિતોષિકો : ‘ફૂલ પર ઝાકળના પત્રો’ને ગુજરાત સાહિત્ય પરિષદનું ‘કવિ જય’ પારિતોષિક. ‘મિલીના ઘર તરફ’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક. / ‘મિલીના ઘર તરફ’ને કલાગુર્જરી દ્વારા ‘ગિરાગુર્જરી’ પારિતોષિક. / ગુજરાત સાહિત્ય પરિષદ આયોજિત મૌલિક નાટ્યલેખન સ્પર્ધામાં ‘મિલીના ઘર તરફ’ પ્રથમ વિજેતા.

  • ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી અઅયોજિત નાટ્ય સ્પર્ધામાં‘મિલીના ઘર તરફ’ને શ્રેષ્ઠ મૌલિક સ્ક્રિપ્ટનું પારિતોષિક.
  • ‘ચિત્રલેખા–ભવન્સ’ દ્વારા આયોજિત નાટ્ય સ્પર્ધામાં‘મિલીના ઘર તરફ’ને શ્રેષ્ઠ મૌલિક સ્ક્રિપ્ટનું પારિતોષિક.
  • ‘રાષ્ટ્રીય કલા કેન્દ્ર’ દ્વારા આયોજિત મૌલિક નાટ્યલેખન સ્પર્ધામાં‘મિલીના ઘર તરફ’ પ્રથમ વિજેતા.

યામિની વ્યાસ દ્વારા ભજવાઇ ચૂકેલા અને વિજેતા નીવડેલા ફૂલ લેન્થ નાટકો :

મિલીના ઘર તરફ

તમે મારા દેવના દીધેલ છો

રણમાં ખીયું પારિજાત

કાઉન્ટડાઉન

વીજળીના તારે ઝૂલે જિંદગી

હરીભરી વસુંધરા

વ્હાલના વારસદાર

 

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *