સાહીત્યકારો માટે એક વીશેષ સંપર્ક–મંડપ : “સાહિત્યસેતુ.કૉમ”

Posted by

(નોંધ : શ્રી તરુણભાઈ શાહ સાથેનો પરીચય સાવ હમણાંનો જ છે. પરંતુ તેમનાં કાર્યક્ષેત્રોએ તેમની નજીક જવાનો મોકો આપ્યો છે. એમણે ઉપાડેલા એક મહત્ત્વના કાર્યને સૌ સમક્ષ મુકવાનો આનંદ છે. – જુ. )

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

http://sahityasetu.com/

સાહિત્યકારો માટેની આ એક વિશેષ વેબસાઈટનો પરિચય કેળવવા આપને મારું અંતરનું આમંત્રણ છે.

જે જે સાહિત્યકાર મિત્રોએ વિગતો મોકલી છે તે મૂકી છે, બીજા જે મિત્રોની વિગતો મળતી જાય છે તે તૈયાર થઈ રહી છે. આપ પણ આપની તમામ વિગતો તાત્કાલિક મોકલી આપશો જેથી અમે તેને પણ આ વેબસાઇટમાં સમાવીશકીએ.​

 સાહિત્યસેતુ ડોટ કૉમ
અપ્રકાશિત રચનાઓને પ્રગટ કરવા ઉપરાંત પ્રકાશિત થઈ ચૂકેલાં પુસ્તકોને પણ વધુ લોકો સુધી પહોંચાડવાનું એક સરળ માધ્યમછે આ “સાહિત્યસેતુ ડોટ કોમ”. સાહિત્ય સાથે સાહિત્યકારોને પણ દીર્ઘ-સ્મરણીય બનાવતો આ એક પારિવારિક પ્રયત્ન છે, બલકે એક યજ્ઞ છે, જેમાં આપના સહકારની ખૂબ જ અપેક્ષા છે.

http://sahityasetu.com/

અહીં રજિસ્ટ્રેશન કરાવનાર સાહિત્યકારોને જાતે પોતાનું પેઇઝ અપડેટ કરવાની વ્યવસ્થા આપવામાં આવશે, જેમાં તેઓ પોતાની રચનાઓને વિવિધ કેટેગરીમાં મૂકી શકશે તથા પોતાનાં પ્રકાશિત પુસ્તકોની વિગતો પણ મૂકી શકશે.

http://sahityasetu.com/  દ્વારા પુસ્તકોને વિશેષ વાચકવર્ગ અને તે થકી વિશાળ બજાર મળે તે માટેના પ્રયત્નો થશે.

કાર્યયજ્ઞ કોઈ પણ પ્રકારના સંસ્થાકીય કે અન્ય પીઠબળ વગર પારિવારિક ધોરણે મારા દ્વારા તથા મારાં પત્ની અને મારી દીકરી દ્વારા થઈ રહ્યું છે. તેને સુપેરે ચલાવવા માટે આર્થિક સહાય મળે તે માટે અમે નમ્ર નિવેદન કરીએ છીએ. બાબત જરૂર લાગે તો તમે સાહિત્યસેતુ ડોટ કોમ માટેનાગુજરાતી ડાયસ્પોરા સાહિત્યકારસંકલનકર્તા અને મારા મિત્ર શ્રી અક્ષયભાઈ શાહ સાથે સંપર્ક કરી શકો છો.

જોકે કોઈ પૂર્વ શરત નથી….. માત્ર નમ્ર અપીલ, વિનંતી છે.

One comment

  1. સાહિત્યકારો સાથે વાચક વર્ગને સાહિત્ય લાભ આપતી સરસ વેબ.
    આભર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *