ઝાડનાં પારખાં ફળ પરથી થાય… … ‘દર્શક’

Posted by

ઉપહાર

– મનુભાઈ પંચોળી

રસોઈની પરીક્ષા ખાઈને થાય છે, તેના આકાર-પ્રકારથી નહીં. તેવી જ રીતે શિક્ષણસંસ્થાઓની કસોટી તેના વિદ્યાર્થીઓએ બહાર ગયા પછી કેટલો અને કેવી રીતે સંસારનાં અંધારાં-અજવાળાંમાં રસ્તો કાઢયો તે છે.

નાનાભાઈના સોમા જન્મદિવસના નિમિત્તે જે વિવિધ કામગીરી થઈ, તેમાંની આ એક કામગીરી છે. ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતીના ગ્રામપ્રદેશ અને પછાત સમાજની પુનર્રચના સાથે સંકળાયેલાં કેટલાંક ભાઈઓ–બહેનોની આ અનુભવકથાઓ છે. આમાંનાં કેટલાંક ખેતી, સહકાર, પંચાયત, શિક્ષણ, ગોપાલન સાથે સંકળાયેલાં છે, સરકારી અમલદારો છે, ધારાસભ્યો છે, જેલ સુપરિન્ટેન્ડેન્ટ પણ છે.

વાચકો આ વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહેલાંના ઓછી કે વધુ સુઘડતાવાળા અહેવાલોમાં सूत्रे मणिगणा इव એમણે લીધેલ શિક્ષણનો દોર જોઈ શકશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં, કચ્છ કે ઝાલાવાડમાં શિક્ષણ કે ગ્રામવિકાસકાર્યમાં પરોવાયેલાના આવા બીજા ડઝનબંધ અહેવાલો પ્રાપ્ત થઈ શકે. પણ હાલ તો આટલો ઉપહાર જ ગુજરાત પાસે ધરીએ છીએ.તેમાં અમારા સામર્થ્યની કોઈ વશેકાઈ નથી; પણ જે મહાત્માએ આ ગુજરાતમાં ખૂણે ખૂણે તેજ પાથર્યાં તેમના તપનો એ પ્રભાવ છે.

સદ્ ગ્રંથોના માધ્યમથી સદગુણો ખીલવવા અને જનસેવાનાં કાર્યો કરનારાઓને પ્રેરક બની રહે તેવું સાહિત્ય પ્રકાશિત કરાવનાર સામાજિક અને સહકાર ક્ષેત્રના અગ્રણી શ્રી વિઠ્ઠલભાઈ અમીને શ્રી વિ.પી. અમીન ફાઉન્ડેશન તરફથી આ કાર્ય માટે આર્થિક સહયોગ આપ્યો છે. એ માટે તેમનો આભાર.

(લોકભારતી-સણોસરા તા.૧૬-૩-૮૩)

“ઝાડનાં પારખાં ફળ પરથી” ૬ ઈબુકો માતૃભાષાના પેજ “ઈ–બુકશેલ્ફ” પર વાંચો.

2 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *