સર્વવ્યાપક રોગ કબજીયાત

Posted by

મૂળજીભાઈ ભલાણી

 

સર્વથા નિદાન એમ છે કે દરેક રોગ કુપિત મળથી જ થાય છે. કુપિત મળ એટલે જ કબજિયાત.

કબજિયાત એટલે મળનું અનાવશ્યક રોકાણ, મળાવરોધ, મળનું અટકવું, બંધકોષ, વિબંધ વ.

અનેક રોગોની જનની એટલે કબજિયાત. પાચનતંત્રની કોઈ પણ બીમારી કબજિયતાથી જ થાય છે અને પાચનતંત્રની કોઈ પણ બીમારીથી શરીરની કોઈ પણ પ્રકારની બીમારી ઉત્પન્ન થાય છે. આથી એમ નિદાન થાય છે કે, સકળ રોગોનું બીજ કબજિયાત છે. આથી એમ કહી શકાય છે કે કોઈ પણ રોગની શરૂઆત કબજિયાતથી થાય છે.

કબજિયાતનાં કારણો ઃ

દૂષિત થયેલા આહાર-વિહારથી હોજરી અને આંતરડાંમાં રહેલો વાયુ દૂષિત થાય છે. દૂષિત થયેલો વાયુ મોટા આંતરડામાં રહેલા મળના પ્રવાહીને શોષી લે છે – આથી કબજિયાત થાય છે.

દૂષિત આહાર એટલે બગડેલો આહાર, સડેલો આહાર, વાસી આહાર, ફૂગાયેલો આહાર, અપથ્ય આહાર, વિરુદ્ધ આહાર, દૂષિત પાણી, દૂષિત રસ વ.

વાસી આહાર એટલે પૅકફૂડ, જંકફૂડ, પડીકું કે ડબલે પૂરાયેલો ખોરાક કે પડી રહેલો જૂનો આહાર.

દૂષિત આહાર એટલે અકુદરતી આહાર – જેમાં માંસ કે ઈંડાંનો સમાવેશ થાય છે.

દૂષિત વિહાર એટલે જીવનની અનેક પ્રકારની કુટેવો, અનિયમિતતાઓ, દૂષિત થયેલી હવાનું ગ્રહણ. બગડેલાં પર્યાવરણમાં જીવન ગુજારો કરવો તે. તીવ્ર દુર્ગંધયુક્ત વાયુ કે ઝેરી વાયુનું ભક્ષણ કરવું.

આહાર-વિહારની થતી ભૂલોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. જેમ કે,

ચણા, વટાણા, મેંદો, તળેલા પદાર્થો, મીઠાઈઓ, ભીંડો, બાજરો, દહીં, આથાવાળા પદાર્થો વ. વધુ પ્રમાણમાં અને લાંબા સમય સુધી લીધા કરવું. પૂરું ચાવ્યા વિના ખાવાથી ભારે પરિશ્રમ એટલે શરીરની શક્તિ કરતાં વધુ પડતું કામ કરવું તે, બેઠાડું જીવન, કસરત કે વ્યાયામનો અભાવ, કુદરતી હાજતોને રોકવી, વારંવાર જુલાબ લેવા, પરાણે મળ કાઢવાની ટેવ, અપૂરતા પ્રમાણમાં પાણી પીવું, જમ્યા પહેલાં કે જમ્યા પછી ઠંડાં પીણાં પીવાં કે વધુ પ્રમાણમાં પાણી પીવું, વધુ પ્રમાણમાં ચા-કૉફી, કોકો પીવાં, દારૂ પીવો કે તમાકુ જેવાં વ્યસનો કરવાં.

માનસિક તણાવ, ચિંતા, લોહવાટ, વ્યગ્રતા, ક્રોધ, વેરભાવ, શંકા-કુશંકા, ડર, અનિદ્રા, અનિયમિત નિદ્રા શોક, વ. દ્વારા પણ શરીર પર માઠી અસર થાય છે, જેનાથી બંધકોષ જન્મે છે. વધુ પડતું સૂતા રહેવાથી પણ આ રોગ થાય છે.

કબજિયાતનાં લક્ષણો ઃ

ખુલાસાથી ઝાડો ન ઊતરવો – તે આ રોગનું સામાન્ય લક્ષણ છે. અન્ય લક્ષણોમાં –

૧) ઝાડો કઠણ, ખરબચડો, લીંડી જેવો થવો.

ર) આંતરડા સાથે ઝાડો ઘસાઈને આવવો.

૩) ઝાડો ઉતારવા માટે બળ કરવું પડે.

૪) પેટની સફાઈ થવામાં વાર લાગવી.

પ) પીડા સાથે ઝાડો ઊતરે.

૬) પેટમાં ઝીણો દુઃખાવો રહ્યા કરે.

૭) ગૅસ થાય, આફરો ચડે, પેટ કઠણ થઈ જાય.

૮) માથું દુઃખે, મોઢામાં ચાંદાં પડે.

૯) જીભ આવી જાય.

૧૦) થાક અનુભવાય.

૧૧) ખાધેલું બરાબર પચે નહીં, પચવામાં વાર લાગે.

૧ર) ભૂખ બરાબર લાગે નહીં, મંદાગ્નિ રહે.

૧૩) આંતરડામાં મળનો ભરાવો રહે.

કબજિયતાના ઉપચારો ઃ

આહારક્ષેત્રે ઘ્યાનમાં રાખવાની બાબતો ઃ

૧) ભૂખ કરતાં વધુ કે ઓછું ન ખાવું.

ર) રાતનું ભોજન સૂતાં પહેલાં બે કલાક અગાઉ કરી

લેવું.

૩) રેસાયુક્ત આહાર લેવો – જેમાં તાજાં ફળો,

શાકભાજી, સલાડ, થૂલા સાથેના કરકરા લોટની

રોટી, ઘઉંના લોટની થૂલી, વ. લઈ શકાય.

૪) મેંદામાંથી બનતો આહાર, ચરબીયુક્ત મીઠાઈઓ,

ચા-કૉફી, માંસ, દારૂ, તમાકુ, સફરજન, બટેટાં,

વ. છોડવાં.

વિહારક્ષેત્રે ઘ્યાનમાં રાખવાની બાબતો ઃ

૧) ઊંઘ સપ્રમાણ લેવી – ન વધુ ન ઓછી.

ર) શરીરને રોજેરોજ આવશ્યક વ્યાયામ આપવો.

૩) પ્રાણાયામ તથા યોગાસનો કરવાં ઃ તેમાં ખાસ

કરીને કપાલભાતિ, ભસ્રિકા અને અનુલોમ-વિલોમ

પ્રાણાયામ અને આસનોમાં યોગમુદ્રાસન, વજ્રાસન,

ભુજંગાસન, સૂર્યનમસ્કાર, પવનમુક્તાસન,

પશ્ચિમોત્તાસન, જાનુ શિરાસન, પાદ હસ્તાસન વ.

૪) માનસિક વ્યગ્રતાઓથી દૂર રહેવું.

પ) જુલાબની આદત છોડવી/કે વારંવાર જુલાબ ન

લેવા.

૬) સતપ પાણી પીને ચાલવું.

૭) જરૂર પડે તો એનિમા લેવી.

૮) સતપ પાણીમાં બેસવું.

૯) માટીપટ્ટી પેટ ઉપર ધારણ કરવી.

૧૦) પેટનું માલીશ કરાવવું.

અન્ય ઉપચારો ઃ

૧) ફણગાવેલાં અનાજ, કઠોળ લેવાં.

ર) ઘઉંના જુવારાનું પાણી, મેથીના પાણી સાથે લેવું.

૩) રાત્રે સૂતી વખતે ગરમ દૂધ ઘી નાખીને લેવું.

૪) રાત્રે અને વહેલી સવારે ગરમ પાણી સાથે

ત્રિફળાચૂર્ણ લેવું, તેની તૈયાર ટેબલેટ્‌સ પણ લઈ

શકાય.

પ) ગરમ પાણીના ઉપવાસ કરી શકાય.

૬) આદુંરસ + મધ + લીબુંરસ ખાલી પેટે લઈ શકાય.

૭) બીલાનું શરબત લઈ શકાય.

૮) કાળી દ્રાક્ષ, લીલી દ્રાક્ષ, પપૈયું, જામફળ, અંજીર

વ. લઈ શકાય.

૯) એરંડભ્રષ્ઠ હિમેજ સાથે ઈસબગુલ લઈ શકાય.

આ બધી બાબતો વ્યક્તિએ પોતાની અનુકૂળતા મુજબ અમલમાં મૂકવી.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

નિસર્ગ નેચરક્યોર, સિદસર(શ્યામપરા),ભાવનગર.

મો. ૯૪૨૬૯ ૫૧૧૧૦

4 comments

  1. સાંપ્રત સમયમા ફાર્મસી ના સ્થાપિત હિત વાળાને કમાણીનું મુખ્ય સાધન કબજીયાત !
    સીધીસાદી ભોજનની ચીજોજ ખાવાનું રાખીએ , વધુ ન ખાઇએ તો ખોરાક પેટમાં સડવાનું બંધ થશે અને અને શરીરમાં આવક જાવકનો સંતુલન પણ જળવાવા લાગશે જેવી સાદી સરળ સહજ પધ્ધતિથી મહારોગ સારવાર અંગે ખૂબ સ રસ માહિતી

    એક રમુજ જેવી વાત વાંચવામા આવી.ભારતથી દાણચોરી મારફત જતી ૧૦ વસ્તુઓમા ‘કાયમચૂર્ણ ‘ હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *