ચીમન પટેલનું કાવ્ય

Posted by

ફરી…….મળે ન મળે !!

– ચીમન પટેલ ‘ચમન’

જમી લો પકવાન પેટ ભરી, ફરી મળે ન મળે !

લખી લે ઝટ ગઝલ, શબ્દ ફરી  મળે ન મળે !

ફરવાનું થઈ ગયું છે બધે સગવડ ભર્યુ તો એવું,

ફરી લે તું મન ભરી, તક આ પછી મળે ન મળે !

કરી રાખ્યું છે ધન ભેગું આજ સુધી તો ઘણું જ,

દઈ દે હવે તો દાનમાં, લેનાર વળી મળે ન મળે !

કરી છે તેં વાતો તો ખોટી ઘણી બધી આજ સુધી,

કહી દે હવે તો સાચું, સાંભળનાર કદી મળે ન મળે !

દર્શને જાય છે દોડતો નવા વર્ષે કાયમ તું મંદિરે,

કરી લે દર્શન માબાપનાં, તક આવી મળે ન મળે !

નથી જાણતું કોઈ દિલ આ બંધ પડી જશે ક્યારે?

કરી લે માનવ દર્શન તું દિલ ભરી, મળે ન મળે !

   નવું તે શું જાણ્યું ‘ચમન’ સાંભળી વક્તાઓને જઈને,

          દિલના અવાજને તો સાંભળ, આ ઘડી મળે ન મળે !

                              ––––––––––––––––––––––––––––––––––––––––––

મૂળ વતનઃ કૈયલ(ઉ.ગુજરાત), હાલ વસવાટ હ્યુસ્ટન(USA)

અભ્યાસઃ એમ.એસ.(સિવલ) યુ.એસ.એ.

વ્યવસાયઃ હ્યુસ્ટનમાં પેટ્રોકેમીકલ કંપનીઓમાં ઘણાં વર્ષો; અત્યારે નિવૃત્ત

પુસ્તક પ્રકાશનઃ ‘હળવે હૈયે(હાસ્ય લેખો)

શોખઃ યોગ, ચારકોલ પેઇટીંગ, શાકભાજીની ખેતી અને ગઝલ/હઝલ લખી હાસ્ય પિરસવું.

વેબસાઈટઃ http://chimanpatel.gujaratisahityasarita.org/

અમેરિકાના નીચેના માસિકોમાં લેખો, કાવ્યો અને ગઝલો/હઝલો પ્રકાશિત થતા રહ્યા છે.
(૧)દર્પણ (૨) ગુર્જરી ડાયજેસ્ટ(૩) ગુંજન (૪) ગુંર્જરી (૫) ગુજરાત દર્પણ
(૬) સમાચાર (૭) નયા પડકાર (૮) હમલોગ(૯) નવ ગુજરાત

                        

 

2 comments

 1. નથી જાણતું કોઈ દિલ આ બંધ પડી જશે ક્યારે?
  કરી લે માનવ દર્શન તું દિલ ભરી, મળે ન મળે !
  વાહ
  આજ જાને કી જીદ ના કરો’
  નઝમથી આખું વાતાવરણ ગુંજી ઊઠે છે
  મેરે દાગે-દિલ સે હૈ રોશની ઈસ રોશની સે હૈ ઝિંદગી
  મુઝે ડર હૈ મેરે ચારાગર, યહ ચિરાગ તૂ હી બુઝા ન દે
  મેરા અઝમ ઈતના બુલંદ હૈ, કિ પરાયે શોલોં કા ડર નહીં
  મુઝે ખૌફ આતિશે ગુલ સે હૈ, કિ કહીં ચમન કો જલા ન દે…
  અને
  નવું તે શું જાણ્યું ‘ચમન’ સાંભળી વક્તાઓને જઈને,
  દિલના અવાજને તો સાંભળ, આ ઘડી મળે ન મળે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *