ચીરાગ પટેલની એક રચના

Posted by

પ્રણય 

સખી, અન્ધારે પ્રગટાવે દીવડા અનેરા;
જગવે આતમે પ્રેમના રોમાંચ અનેરા.

દુનીયા આથમે, ઉગતી ત્યારે સહીયર;
વીસામો મોટા છાંયે, હોય પોતે મહીયર.

ધર્યા ભેખ સંસારના, ચાલ્યો કર્તવ્યપથ;
માંહ્યલો જાણે ‘મા’નો જ સાચો એક પથ.

હસતું રમતું ફુલ જાણે પ્રગટાવે બધે સ્મીત;
જળકમળવત ખીલતું, અપનાવી એક મીત.

ડાળ બની ચન્દન, પ્રણય સ્ત્રોત મલયાનલ
પલળે ચન્દન સુવાસે હવે એ મલયાનલ.

ક્યાંથી પામે અમૃત સખી, તુજને વીસરી;
મૃગ ભટક્યું ડુંગરે, સુગન્ધી શોધે કસ્તુરી.

જાણી તને, જાણ્યો મને, ઉધામા અશાંત;
બોલકું બન્યું હૈયું હવે, મનમન્દીરીયું શાંત.

ના ભાળું દીઠે હવે તને, તોયે ના ઉત્પાત;
અંતરે દીઠું હમ્મેશ, વરસાવું બહુ પ્રેમપાત.

રાધા છુપાવે કાનો હૈયે, જાણે ના કોઈ;
કાનો બહાર ના આવે, રહે બધું જોઈ.

 

— ચીરાગ પટેલ

(સપ્ટેમ્બર, 19, 2008)

2 comments

  1. રાધા છુપાવે કાનો હૈયે, જાણે ના કોઈ;
    કાનો બહાર ના આવે, રહે બધું જોઈ.
    સુંદર કાવ્ય રચના માટે ચિરાગ પટેલને અભિનંદન .

  2. રાધા છુપાવે કાનો હૈયે, જાણે ના કોઈ;
    કાનો બહાર ના આવે, રહે બધું જોઈ.
    કાનાની આહ્લાદિની શક્તિ ની અમર પ્રેમની વાત સુંદર વર્ણન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *