પ્રાદેશીક શબ્દોની તાકાત દર્શાવતું શ્રી કિશોર મોદીનું કાવ્ય

Posted by
વટથી તરવી છે 

વાત અંદરની  બધ્ધીયે વાંચી છે,

હાવ ફેદર હરખી  હઘળી તાજી છે. 

કોઈનાં  કંઈ  ટાયલાં કરવાં  નથી,

જાત  હામે આંચ  એવી  કરવી છે. 

કૂંદવા  પર  બેહીને   ભહવું નથી,

જુંહરી ખાંધે  જુઓને    લાખી  છે. 

ગાંગડું માણહ થેઈને હું કરવાનું છે?

આપમેળે કાં કોઈ અણચી બકવી છે? 

ડેચલાં મારીને હઉં જીવે  છે કિસોર,

આપળ વઈતરણી વટથી તરવી છે.

 – કિશોર મોદી (એમના કાવ્યસંગ્રહ “અંઇ વખતની લીલીહૂકી વાત”માંથી સાભાર)

(પ્રાદેશીક શબ્દોના અર્થો માટે જુઓ ટીપ્પણી –કોમેન્ટ બોક્સ–માં)

 

 

 

 

 

 

3 comments

 1. કિશોરભાઈએ હાવ હાંચી વાત કરી. બધુ હમજાય નહીં, તોય ઠીક છે.
  સરયૂ પરીખ

  1. અઘરા શબ્દો સરતચુકથી મુકવા ભુલી ગયો હતો ! હવે અહીં મુકું છું !

   હાવ–સાવ; ફેદર–ફીણ; હરખી–સરખી; હઘળી–સઘળી; ટાયલાં–નકામી વાતો; હામે–સામે; આંચ–નિશાન; ભહવું–ભસવું; જુંહરી–ધૂંસરી; લાખી છે–નાખી છે; ગાંગડું–નકામો; થેઈને–થઈને; હું–શું; આપળે–આપણે; કાં–ક્યાં; અણચી–લુચ્ચાઈ; ડેચલાં–હવાતિયાં; હઉ–સૌ; વઈતરણી–વૈતરણી નદી.

 2. ગાંગડું માણહ થેઈને હું કરવાનું છે?
  આપમેળે કાં કોઈ અણચી બકવી છે?

  ડેચલાં મારીને હઉં જીવે છે કિસોર,
  આપળ વઈતરણી વટથી તરવી છે.
  વાહ
  યાદ
  દીવો જ્યારથી સુરતી બોલી શીખ્યો,
  પવન ત્યારથી થઇ ગયો છે વિવેકી.
  આ બોલીની ખાસીયત એ છેકે તેમાં ત નો ઉચ્ચાર ટ, અને ટ નો ઉચ્ચાર ત તરીકે થાય છે. આ ઉપરાંત સ ને બદલે હ નો ઉપયોગ કરવામાં આવે છે. દા. ત. સુરતને બદલે હુરત. સાળીને બદલે હાળી.
  સામાન્ય રીતે, આ બોલીમાં સાહજિકપણે ગાળોનું પ્રમાણ વધુ હોય છે, તેમ જ આ બોલીમાં તુંકારાનો વપરાશ પણ વધુ થતો જોવા મળે છે…પણ તે સ્નેહની સહજ અભિવ્યક્તી કહેવાય !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *