યામિની વ્યાસની એક રચના : ‘તું મને એટલી બધી ગમે…’

Posted by

તું મને કૈં એટલી બધી…

 

તું મને કૈં એટલી બધી એટલી બધી ગમે,

કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે.

તું મને….

 

વ્હાલનો દરિયો ઊછળે એવા જોજન જોજન પૂર

હો પાસે તો મનને મારાં લાગે કાંઠા દૂર

સાવ રે ખાલી મન, તારાથી ઊભરે છે ભરપૂર

સાવ રે ખાલી મનમાં જાણે કોઇ કવિતા રમે

તું મને…

 

પાસપાસે હોય સહુ અવાજો, ટહુકા તારા શોધું

નહીં બારણે થાય ટકોરા પગલાં તારાં શોધું

હોય ભલે ને નીંદર મારી, શમણાં તારાં શોધું

હોઉં ભલે ને સાવ અટૂલી, મનની વ્યથા શમે

તું મને…

– યામિની વ્યાસ

 

5 comments

 1. कविता कोश અને અનેક બ્લોગમા પ્રસિધ્ધ થયેલ આ રચના ને ઘણા પ્રતિભાવ મળ્યા
  હિન્દી અંગ્રેજીમા ભાષાંતર થયા
  tu mane etali badhi kai gamey-તું મને એટલી બધી … – YouTube
  Video for youtube tu mane etali badhi yamini Vyas▶ 3:44
  https://www.youtube.com/watch?v=t-Pd_huAhMY
  Apr 5, 2017 – Uploaded by tia joshi
  તું મને એટલી બધી, એટલી બધી, એટલી બધી કંઈ ગમે કે દુનિયા મૂકું હું એક તરફ તો તારું પલ્લું નમે. સ્વર: શૌનક …

  આ રીતે પણ માણી શકાય..
  સ્ટેજ પર પણ ભજવાઇ ચુકેલી આ રચના ફરી ફરી માણવાની ,ગાવાની-અનુભવવાની

 2. યામિનીબેનની આ સુંદર કાવ્ય રચના એક દીકરી અને માતા વચ્ચેના પ્રેમાળ સંબંધોને રજુ કરે છે એવું મારું માનવું છે.

 3. મનની વાત સરળ શબ્દોમાં કવિએ બહુ સરસ રીતે વાણી છે.
  યુટ્યુબ ઉપર નાં ગીતની તરજ સરસ છે પણ વધુ કર્ણપ્રિય બનાવી શકાય,
  કવિતા વાંચ્યા પછી તેને ગીત માં સાંભળવાનું મન થાય, પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *