આયનામાં

Posted by

આયનામાં …

– ​લક્ષ્મીકાંત ઠક્કર,” કંઈક”​

 

સરવાળા, બાદબાકી, સરવૈયાં ફેરવાય શૂન્યમાં, આયનામાં,
ઉધામા-ચાલાકીઓ-કરવૈયા બદલાય સઘળાં આયનામાં .

કલ્પિત કુંડાળાની ભરમાર જાણે સતત ફરતી આયનામાં,
હર પલ અવનવા અર્થ ઊઘડે અને કનડે સતત આયનામાં.

વિચારોના નિર્વસ્ત્ર અંગ ઉઘાડાં વિલસી રહે આયનામાં ,
અને ચિત્રો રંગ-બિરંગી સરવાળે શૂન્યો પોલાં આયનામાં.

અસ્તિત્વના મરમ-ભરમ ઊકલે, ઊપજે-સતત આયનામાં,
કીડીઓની હાર-વણજાર ક્ષણોની આવ-જાવ આયનામાં .

ક્ષણ-ક્ષણ,પલ-પલ નિરર્થકતા એમ થાય નિ:શેષ આયનામાં,
પારદર્શક સ્વચ્છ એક પોત નિજનું ભીતર દેખાય આયનામાં.

હળવું હળવું લાગે ભીતર, ગેબનો આલમ વર્તે આયનામાં,
પારદર્શક સ્વચ્છ પોત ભીતરનું નિખરે સ્થિર આયનામાં.

જાણે ઈશ-કૃપાના સતત શીતલભીનાં ફોરાં વરસે આયનામાં ,
અનુવાદ “પરમ-આનંદ”નો એહસાસ હકીકત બને આયનામાં.

––––––––––––––––––––––––––––––––––

લક્ષ્મીકાંત મોહનલાલ ઠક્કર ‘કંઈક’ / મૂળ વતન : માંડવી-(કચ્છ)

વર્તમાન : ડોમ્બીવલી – મુંબઈ / ​

કાર્યક્ષેત્રો : જી.સી ..ડી. (૧૯૬૭) કન્સલટન્ટ – એકાઉન્ટ્સ મૅનેજમૅન્ટ-( કો-ઓરર્ડીનેટર)

 

 

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *