રમેશ પટેલની એક રચના : ‘આ ધરામાં કઈંક છે એવું…’

Posted by

આ ધરામાં કઈંક છે એવું…

જગપોથીઓ વાર્તા માંડે
સાગર લાંઘી વિશ્વે ખૂલે
આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

દે આવકારો દરિયા જેવો
મૂઠી ઊંચેરો ગુર્જરી ભેરુ
હૈયું વરસે વાદળ જેવું
આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

રંગોની છાબથી ધરતી ગાતી
ગઢ તીર્થોને પાળીયે ખ્યાતી
ખ્વાબ ખમીરે રમતા રહેવું
આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

સોમ શામળાને માના ખોળા
કોયલ મોરને પંખીનાં ટોળાં
પ્રભાતે ખીલે મંગલા જેવું
આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

સંત સાવજનાં પારણાં ઝૂલે
ખુદને ખીલવે લીલુડાં જેવું
પર કલ્યાણે દીવડા જેવું
આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

હસ્યા અંગ્રેજ આ છે ગાંધી
ચપટી મીઠે ઉડાડી આંધી
વાહ રે ગાંધી વિશ્વનું કહેવું
આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

વટ વચનના ગૌરવ સૌરભ
અખંડતાનો શિલ્પી વલ્લભ
શ્વેત ક્રાંતિના મશાલ જેવું
આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

 

– રમેશ પટેલ ‘આકાશદીપ’

One comment

  1. હૈયું વરસે વાદળ જેવું
    આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું
    સ રસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *