સપના વિજાપુરાની રચના : “સપનું જોઈએ”

Posted by

સપના વિજાપુરા

સપનું જોઈએ

જીવવાને એક સપનું જોઈએ
એ જ સપનાં કાજ લડવું જોઈએ.

હોય છે પીડા ઘણી આ પ્રેમમાં
સૌએ એમાં તોય પડવું જોઈએ.

છો પહોંચી જાઓ ઊંચાઈ ઉપર
પણ ખુદાને રોજ નમવું જોઈએ.

સુખ હજારો હોય તારી આસપાસ
આંખથી આંસુય દડવું જોઈએ.

યાદ તારી સાચવીને રાખું છું,
ડૂબતાંને એક તરણું જોઈએ.

વેદના સર્વત્ર છે દુનિયા મહીં
તોય બાળક જેમ હસવું જોઈએ.

એક સ્મિત દુઃખીને આપી તો જુઓ
આ મફતનું કામ કરવું જોઈએ.

છો રહે ‘સપનાં’ મહેલોમાં છતાં
એક સપનું નોખું તરવું જોઈએ.

બે નયનમાં લાખ સપનાં ગ્યાં સજી
એક તો સાચું ય પડવું જોઈએ.
 

One comment

  1. ખુલી આંખના અને સમી સાંજના સપના નામના બે કાવ્ય-સંગ્રહના સર્જક સપનાબેન એક અતિ સંવેદનશીલ કવયિત્રી છે. …. સ્મિતવદના બાનુમા વિજાપુરાએ સ્વરચના વાંચી સંભળાવી અને
    બે નયનમાં લાખ સપનાં ગ્યાં સજી
    એક તો સાચું ય પડવું જોઈએ
    આવતા તો બધાના નયન નમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *