દેવિકા ધ્રુવની એક રચના : ‘દરિયાને થાય….’

Posted by

દેવિકા ધ્રુવ

દરિયાને થાય….

 

દરિયાને થાય કદી રેતી હું થાઉં  ને રેતીને થાય, બનું દરિયો.

કાંઠા તો બેઉ કહે આંગળી ચીંધીને કે તારો ખજાનો છે ભરિયો..

 

મર્કટ આ મનડું તો આમ તેમ ભટકે,

સઘળું  હો પાસ પણ  ક્યાં ક્યાં જઈ અટકે.

ઉંચેરા વાદળની આંખ છે ધરા પર,

ને ધરતીની વરાળ જાય આભ પર.

સદીઓ વીતીના જાણે કોઈ ક્યારે આ ભીતરનો દરિયો.

દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય,બનું દરિયો.

 

છે મઝધારે રહેવાનું આકરું અકારું,

ને કિનારે પહોંચવાને હામ હું ન હારું.

જો સમંદર,અંદરથી  ફીણ-ફીણ થાતો,

અડકી રેતીને વળી પળમાં વળોટાતો.

નથીતે પામવાની  ઝંખનાએ એને તળિયેથી ઉંચકીને ફેરવ્યો.

દરિયાને થાય કદી રેતી હું થાઉં  ને રેતીને થાય, બનું દરિયો.

6 comments

  1. દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય, બનું દરિયો.

    જે નથી એની ઝંખના , અને જે છે એની અવજ્ઞા !

    સરસ મજાનું ભાવવાહી કાવ્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *