સરયૂ પરીખની એક રચના : “નિમિત્તમાત્ર”

Posted by

– સરયૂ પરીખ

નિમિત્તમાત્ર

કર્યાં  કર્મોને  ટેરવે  ગણાવે,
કરી  મદદોને માનદ મનાવે,
તો મૂલ્ય તેનું  શૂન્ય બની જાય.

ઉપકારોની  આરતી  ઘુમાવે,
આપ સોહમ્ ની મૂરત બેસાડે,
તો  મૂલ્ય તેનું  શૂન્ય બની જાય.

હું હુલામણાને હરખે પોંખાવે,
ને  ફરી  ફરી   ફાલકે   ચડાવે,
તો  મૂલ્ય  તેનૂં  શૂન્ય બની જાય.

‘એની’ કરુણા, ને હું એક સાધન,
સર્વ સેવામાં સહજતાનું સૌજન,
તો શૂન્ય પણ અમૂલ્ય બની જાય.

ઘણા જન્મ, વંશ, અંશના સુપાત્ર,

ભાગ્યયોગે દેવત્વ નિમિત્તમાત્ર,

શુભ કાર્ય તે અતુલ્ય કરી જાય.

                                          ——-

પહેલી ત્રણ કડીઓ તો સરળ છે. પછી, તેની કરુણા…તેમાં ઈશ્વરના કામમાં પોતે એક સાધન, સેવા સહજ કર્મ કરવાની રીત અને સજ્જનતા. ઘણા જન્મ પછી ઉત્તમ શ્રીમંત વંશ મળવાની પાત્રતા મળી, અને પોતાનામાં ઉત્તમ ગુણો ભાગ્યયોગે મળ્યા હોય તેવા દૈવી વ્યક્તિથી થયેલ શુભ કાર્યો અતુલ્ય બની જાય.

Comment :  Very well said & so true !!
In NASA-there is a Quote displayed…“Great things are done when you do not care who gets credits !!

Love. – Munibhai.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

Saryu Parikh. સરયૂ પરીખ 512-712-5170 / www.saryu.wordpress.com

Flutter of Wings, a poetic novel: Novel Fiction  kindle

 

4 comments

 1. કર્મનાં ફળની ઇચ્છા ન રાખતાં બધાં કર્મો ઈશ્વરને અર્પણ કરવાં તે; જગનાં બધાં કામ પરમેશ્વરનાં છે અને તે જ ખરો કર્તા કરાવતા છે, પણ તે કર્મ આપણને નિમિત્તમાત્ર કરીને તે કરાવે છે એવી નિરભિમાન બુદ્ધિ ભક્તિ માટે આવશ્યક
  ઘણા જન્મ, વંશ, અંશના સુપાત્ર,
  ભાગ્યયોગે દેવત્વ નિમિત્તમાત્ર,
  શુભ કાર્ય તે અતુલ્ય કરી જાય. આટલું સમજાવાય…અપનાવાય ધન્ય ધન્ય
  સુ શ્રી સરયૂ પરીખ ના અનેક પ્રેરણાદાયી કાવ્યોમાનૂમ ઉતમ કાવ્ય
  આવા ગુઢ કાવ્યનું રસદર્શન તથા તેમના જીવનના અનુભવ જણાવવા વિનંતિ

  1. ખુબ પ્રોત્સાહક પ્રતિભાવ માટે આનંદ સાથ આભાર. અનુભવો સતત થતાં રહેતાં હોય છે પણ, તેની ગહનતા અને સાંચો દ્રષ્ટિકોણ ક્યારે ચમકારો કરી જાય એ અજાણ છે. સસ્નેહ, સરયૂ પરીખ.

 2. બહુ જ સરસ વિચારો . સમજવા જેવા . જીવનમાં ઉતારવા જેવા.

 3. થોડા શબ્દોમાં મૂલ્યવાન વાતો મૂકીને સરસ રચના રચી છે! સરયૂબેનનું અવલોકન અને એથી થયેલું મંથનનું માખણ માણવા મળે છે આ કૃતિમાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *