અધૂરપ

Posted by

— સરયૂ પરીખ

અધૂરપ

   મારા ભાગ્યમાં કેટલું રે સુખ !
મારી ઝોળીમાં જેટલું ઝીલી શકું.
સુખ-મંજરીનો છમછમ વરસાદ,
ખોળો પાથરી જે પ્રેમથી ભરી શકું.

સપ્તરંગે સજેલ મેઘધનુને ઉચાટ,
વધુ રંગોને મેળવું તો લાગું સમ્રાટ.
સતત અંતરમાં અરજી કચવાટ,
વધુ માંગણીનો તત્પર તલસાટ.

સૂરજમુખી કહે  મોટી ના આસ,
મારાં રંગીલાં ફૂલોમાં દેજો સુવાસ.
મીઠો મોગરો હું, મહેકું  આવાસ,
મને રીજવો દઈ રંગીન લિબાસ.

છતે દીવે મારે ઓરડે અંધાર,
ખસે ઓઢણી તો રૂહમાં  સવાર.
સૂકા ફૂલનો પણ માને ઉપકાર,
તેને અધૂરપમાં સુખ હો સાકાર.

———

www.saryu.wordpress.com
saryuparikh@yahoo.com

2 comments

 1. સુખ-મંજરીનો છમછમ વરસાદ,
  ખોળો પાથરી જે પ્રેમથી ભરી શકું.
  આપણાં બધાની જિંદગીમાં એવી વ્યક્તિ હોય જ છે જે હોય ત્યારે આપણને એની હાજરી વર્તાતી નથી
  પણ એ ન હોય ત્યારે એની અધૂરપ સાલે. અંદર અધૂરપ હશે, તો આવું પલાયન બનાવટી ને તકલાદી નીવડશે
  પણ
  સૂકા ફૂલનો પણ માને ઉપકાર,
  તેને અધૂરપમાં સુખ હો સાકાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *