રાજપક્ષીઓ !!

Posted by

નટવરલાલ પ્ર. બુચ

નોંધ : પુરેપુરું તો યાદ નથી પણ કાલીદાસના મહાકાવ્ય ‘શાકુંતલ’માં વનમાં દોડાદોડી કરતાં હરણાંનું વર્ણન આવે છે. હરણ જ્યારે દોડતું હોય ત્યારે સમયની દૃષ્ટીએ જમીન પર એક ક્ષણ પુરતું અડકીને પછી હવામાં થોડો વધુ સમય રહેતાં હોય તેવું લાગે…..કાલીદાસની પંક્તીઓમાં આ વર્ણન બહુ સુંદર છે.જયારે શીકારી પક્ષીઓ તો વધુ વખત આકાશમાં જ હોય છે…..

પ્રતીકાવ્યો માટે જાણીતા આપણા પ્રસીદ્ધ હાસ્યલેખક ન.પ્ર.બુચ દ્વારા રાજકારણના નેતાઓ માટે દાયકાઓ પહેલાં લખાયેલું એક મુક્તક મને એમના તા. ૧૬, ૯, ૧૯૬૯ના રોજ એમણે લખેલા પત્રમાં મળેલું. આજે તો રાજકીય લોકોને હવાઈ મુસાફરી વગર ચાલી જ ન શકે એવો સમય આવ્યો છે. આજે આ મુક્તકનો આસ્વાદ લઈશું ? – જુ.

––––––––––––––––––––––––––––––––––––––––––––

ભારતીય રાજપક્ષીઓ

પ્હોંચે ઉદ્ ઘાટનાર્થે નિત નિત સઘળે દેશને કોણકોણે,

માસે માસે ઊડન્તા મિષ લવ મળતાં પ્લેનપંથે વિદેશે;

રાજ્યે પ્રાધાન્યધારી કદીય ન નવરા ભારતી રાજપક્ષી

ઝાઝું આકાશમાર્ગે, ક્વચિત ન છૂટકે ભૂમિમાર્ગે ફરન્તા.

 

One comment

 1. अभिज्ञान शाकुन्तलम् મા કાલિદાસ હરણ , ચક્રવાક , ભ્રમર , ગજ સંવેદનાના પ્રતિક તરીકે વર્ણવે છે. તેમા હરણના આ સ્લોક પર તો જર્મન કવિ ગૅથૅ પુસ્તક માથા પર મુકી નાચ્યો હતો !
  यस्य त्वया व्रणविरोपणमिंंगुदीनां
  तैलं न्यषिच्यत मुखे कुशसूचिवि(े।
  श्यामाकमुषिटपरिवर्धितको जहाति
  सो¿यं न पुत्राÑतक: पदवीं मृगस्ते।। આવું હરણ જ્યારે દોડતું હોય ત્યારે સમયની દૃષ્ટીએ જમીન પર એક ક્ષણ પુરતું અડકીને પછી હવામાં થોડો વધુ સમય રહેતાં હોય તેવું લાગે આવા સુંદર વર્ણનનું વ્યંગ કથન
  રાજ્યે પ્રાધાન્યધારી કદીય ન નવરા ભારતી રાજપક્ષી
  ઝાઝું આકાશમાર્ગે, ક્વચિત ન છૂટકે ભૂમિમાર્ગે ફરન્તા.
  વાહ
  પણ હવે તો પ્રાધાન્યધારી ભારતી રાજપક્ષીતો ઘરડા વ્યવસ્થાપકને લાફો ઝીંકી ચશ્મા તોડે તેનું પ્રતિકાવ્ય ઉમેરશો જુ’ભાઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *