દેવિકાબહેન અને સરયૂબહેનની રચનાઓ એક સાથે !!

Posted by

     

– સરયૂ પરીખ

પ્રેરણા

તું આવી, ને  રૂહમાં  સમાણી,
એક કમનીય કવિતા લખાણી.
મંત્રમુગ્ધ હું મુશાયરામાં બેઠી,
હું ઊઠું, તો કેમ ઊઠું?

નવા કાગળ કલમ મેં વસાવ્યાં,
એને મધુરા કવનથી સજાવ્યાં.
એ કોરા કાગળિયાની સ્યાહીને,
હું ભૂંસુ, તો કેમ ભૂંસુ?

મારા હૈયાના તારને હલાવી,
એમાં ગણગણતાં ગુંજન મિલાવી.
એ મનગમતાં ગોપિત ગાણાને,
હું વારું, તો કેમ વારું?

સમીર સ્પર્શ્યો ને ગુલમહોર મ્હોર્યો,
ઝુલો હાલ્યો ને પાલવડો લહેર્યો.
હવે જગને જઈ હું શું રે જણાવું,
હું બોલું, તો શું બોલું?

રંગરૂસણાંલઈનેજાવું હાલી,
સાદ આવ્યોને ફરીને હું મ્હાલી.
સખા શબ્દોએ લાગણી પિછાણી,
હવે રૂઠું, તો કેમ રૂઠું?
–––––––––––––––––––––––––
www.saryu.wordpress.com
saryuparikh@yahoo.com

***********************************************

આ રચના આ સાઈટ પર ફરી વાર શરતચુકથી પ્રગટ થઈ છે……..ક્ષમાપ્નારાર્થના સાથે – જુ. 

દેવિકા ધ્રુવ

મેળો

મનના મેદાને જામ્યા છે મેળા ને મેળામાં લોક નવાં આવ્યાં છે ભેળા.

સગપણના ચક્ડોળ તો હારે ને હારે,
બચપણથી ફરતાં રોજ રેશમને તારે.
વળગણ થઈ ઘૂમતાં સૌ સાથે ને માથે,
ને ગણગણતાં ઊમટે જેમ સાગરકિનારે.
લઈ મોજાં સમ ઘેલા જામ્યા છે કેવા, લો, મનના માંડવડે ઉમટ્યા છે મેળા.

ક્યાંક ઇચ્છાના રંગીન બે ફુગ્ગાઓ ફૂટે,
ને બર્ફીલા ઠંડા ગાર ગોળાઓ છૂટે.
ફૂટવા, છૂટવાની વચ્ચે એક હાલતો,
લોલક શો હિંચકો તો હૈયું હલાવતો,
ટકરાતાં ટોળાંથી, અળગા સવેળા, તો ઠમકારે મહાલે ભીતરના મેળા..

વાળુ વેળાએ મેળો વિખરાતો જાય,
ગોળ ગોળ ચકરાવો વિરમાતો થાય,
પલમાં તો લોક સૌ અલોપ થતાં  જાય,
બાંધેલી ધમણો પણ ઓસરતી થાય,
ત્યાં હળવા મૂકેલા મારગ અલબેલા, ત્યાગી જે માણે  માયાના મેળા….

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

Devika Dhruva : <ddhruva1948@yahoo.com>

One comment

  1. સુ શ્રી સરયૂ દિલીપ પરીખ તેમના બ્લોગ ગંગોત્રી- જેને તેઓ ‘મારા આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારોનું ઉદભવ સ્થાન’ ગણે છે અને તેમા પ્રગટ થતી રચનાઓ દ્વારા આપણે જાણીએ છીએ.તેઓ અંગ્રેજી કાવ્ય લખે તેનો ગુજરાતી મા ભાવવાહી કાવ્ય અનુવાદ કરે.કવયિત્રી પોતાનો પરિચય આ રીતે કરાવે છે
    વતન ભાવનગરે મીઠો વાસ
    ‘ગંગોત્રી’ મુજ મૈયર આવાસ
    હરિભાઈ પ્રમાણિક પિતા
    કવિયત્રી ભાગીરથી માતા
    ગૌરવ લઉ પદ્મશ્રી મુનિભાઈ ભ્રાતા.
    કલાકાર દિલીપ જીવનસાથી .
    બાળકો બે પ્રભુની કૃપાથી
    અમેરીકામાં વર્ષોના વાસી
    આધ્યાત્મિક જ્ઞાનનાં પિપાસી
    સંગીત સાહિત્યના મીમાંસી
    કવયિત્રી રસદર્શનમા કરાવતા પોતાના અનુભવમા કહે છે સર્જન કાર્યને રોકવાનું જોર નથી ચાલતું. મીઠી રકઝક ચાલે છે.સરયૂબહેનના ગુજરાતી સાહિત્‍ય ક્ષેત્રે આવા પ્રદાનો ઉત્‍કૃષ્‍ટ બની રહેશે સરયૂભેનના વ્‍યક્‍તિત્‍વમાં તેમની સાહિત્‍ય અને શબ્‍દની આરાધના, સંવેદનશીલતા, ઋજુતા અને કૌશલ્‍ય પ્રતિબંબિત થાય છે
    ……………
    દાદા કહે-‘હોજરીમાંથી ફરી કાઢી, ફરી ના ખવાય. ફરી વાદના આવે ? કતા: ના આવે. દાદાી : એમ ? એ ભોગ અને ઉપભોગ એટલે શું ? આ ખમીશ ફરી પહેરાય, આ ચમા ફરી પહેરાય, આ દેહ બીજે દા’ડે કામ લાગે, આંયો બીજે દહાડેકામ લાગે એટલે ઉપભોગ. ફરી ફરી ભોગમાં લઈ શકાય, …
    પણ
    અમારા સુ શ્રી દેવિકા ધ્રુવની રચના આનંદથી ફરી ફરી માણી શકાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *