સરયૂ પરીખની એક રચના : ‘ચિત્ત  શાંતિ’

Posted by

 

– સરયૂ પરીખ

વાતા  વંટોળના મોઘમ ઘુમરાવામાં, એક એક પાંદડું વીણું
રે  સખી!  એક એક પાંદડું વીણું….

ચિત્તના ચકરાવામાં, ઝડપી આ જાળામાં, પૃથક આ પહેલીઆ પીછાણું,
રે  સખી! પૃથક આ પહેલીઆ પીછાણું….

વીત વીતને વાગોળી નમ્રતાથી સમજાવું, ક્ષમા મંત્ર મનમાં મમળાવું,
રે  સખી!  ક્ષમા મંત્ર મનમાં  મમળાવું….

તારા કે મારા કો’ ખરતાં રુહિ ફૂલોને, ઓશીકું આપી સૂવરાવું,
રે  સખી! ઓશીકું  આપી સૂવરાવું….
……રુહિફૂલ..આંસુ. મનની ફરિયાદોને નિર્મૂળ કરું.

ચિત્તની ચંચળતા છર, અંતરની ભાગદોડ, અચર તર્પ કોઠે પ્રસરાવું,
રે  સખી!  અચર તર્પ  કોઠે  પ્રસરાવું….

એક એક સપનાની સંપૂરણ દીપ શગ, શાંત મધુર લયમાં જલાવું,
રે  સખી!  શાંત  મધુર  લયમાં  જલાવું….
——

 

 

 

 

 

 

 

 

 

 

 

 

2 comments

 1. એક એક સપનાની સંપૂરણ દીપ શગ, શાંત મધુર લયમાં જલાવું,
  રે સખી! શાંત મધુર લયમાં જલાવું….
  વાંચતા
  મેરે ભીતર તુમ ગાતે હો
  સુન લો તુમ અપના યે સ્વર
  મૌન ગાન કા ધ્યાન જમાયા
  યોગ રાગ કો હી માના
  તુમ્હી બને હો તાન પ્રાણ કી
  મેરે તન મન કો પવન કર…

  આવી ગુઢ રચના અંગે કવયિત્રીનું ચિંતન આવકાર્ય

 2. અંતર-મંથનના સુંદર આરોહ અવરોહ. સૂઝસભર સરસ લયબધ્ધ રચના..
  આખરી પંક્તિમાં “મધુર લયમાં જલાવું” ને સ્થાને પ્રગ્ટાવું પણ કદાચ વધુ શોભે!!
  નમ્ર અભિપ્રાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *