એકાત્મ

Posted by

– ચિરાગ પટેલ 

જે જગમાં એ જ ભીતરે પ્રગટે;
કાયાવરણ એને નોખું ચીતરે.

સમસ્ત જગ વ્યાપ્ત, વળી અલિપ્ત;
દૂર તે, ન ચાલતો, વળી સમિપ તત.

એક શ્લોકમાં આખું ઉપનિષદ;
સમજાયું, અનુભવ્યું, ઈશ વ્યાપક.

અનેકમાં રહેતો એ જ એક અનન્ય;
વળી એક પણ નહિ ‘ને તે શૂન્ય.

માટીનો ઘડો, ઘડે જગ આખું વહી;
ઘટ મહીં જળ રહે, અખંડ જગ મહીં.

ના મારું, ના તારું, ના કશું કોઈનું;
ઠાલો દર્પ, ઠાલો દંભ, બધું છે એનું.

દીપની પ્રગટે ‘રોશની’ કરે તર્પણ;
‘મા’ તારું બધું, કરું તને અર્પણ.

સંપર્ક : Chirag Patel <chipmap@gmail.com>

https://plus.google.com/+ChiragPatel007

4 comments

 1. અધ્યાત્મ અનુભવ અવર્ણનિય હોય છે.ભાઇ ચિરાગ સાધનાથી તે પ્રમાણે જીવ્યાં છે અને માણેલા અનુભવો સહજ સરળ રીતે વર્ણવવા પ્રયત્ન કરે છે
  સમસ્ત જગ વ્યાપ્ત, વળી અલિપ્ત;
  દૂર તે, ન ચાલતો, વળી સમિપ તત.
  હોકિંગ વિજ્ઞાની લખે છે : ‘It would be very difficult to explain why the universe should have began just this way except the act of God.’ ‘God intended to create beings like us.’ મહાસત્તાનો આ નિર્ણય છે.
  આ સાધના પછી થતો અનુભવ
  ના મારું, ના તારું, ના કશું કોઈનું;
  ઠાલો દર્પ, ઠાલો દંભ, બધું છે એનું.
  આપણી અંદરની ચેતના અહંકાર વડે ઢંકાયેલી છે. આ જે ઉપદ્રષ્ટા-‘અનુમંતા ના અંદરથી આવતો અવાજ સાંભળી તેને અતિક્રમીએ નહી ત્યારે વિવેક પ્રગટે… આ અનુભવાય-સ્વાહા ભાવ પ્રગટે
  દીપની પ્રગટે ‘રોશની’ કરે તર્પણ;
  ‘મા’ તારું બધું, કરું તને અર્પણ.
  જાણે સંત કબિરનો અનુભવ
  મેરા મુજમેં કુછ નહી, જો કુછ હય સો તેરા,
  તેરા તુજકો સોંપતે, ક્યા લગેગા મેરા.
  જ્ઞાનવૃદ્ધ,ને વંદન

 2. ના મારું, ના તારું, ના કશું કોઈનું;
  ઠાલો દર્પ, ઠાલો દંભ, બધું છે એનું.
  – જાગૃતિની વાણી

 3. માટીનો ઘડો, ઘડે જગ આખું વહી;
  ઘટ મહીં જળ રહે, અખંડ જગ મહીં.
  ખૂબ સરસ રચના.
  સરયૂ પરીખ

 4. Aham ogali gaya pachhij ekatmbhavno janm thay.
  “Tera tujako arpan kya lage mera”.
  Atyant gahan vichar.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *