આંતરગુંજન : “હે મમ જીવનાધાર !”

Posted by

– નરેશભાઈ જોષી

 

હે મમ જીવનાધાર રહો નિત તું જ હૃદય-ધબકાર,

તું જ રહો મમ પ્રણયપિપાસા, તું જ રમ્ય રણકાર.

તું મમ ગીત, પ્યાસ આ ઉરની; આશ, રાશ, તું જ પ્રીત,

ઉર-ધડકનમાં તું જ વસો થઈ શબ્દ , સૌમ્ય સંગીત.

દીપશિખા થઈ મનમંદિરની દિપ્ત કરો ઉરદ્વાર ,

તવ પ્રકાશ-નેહે ઉર ભીંજી વહું મુગ્ધ મઝધાર .

ભવાટવિમાં ભટકી ભટકી વ્યાહત, લઈ મુસકાન

આવ્યો શરણ શિશુ ઉર ધારો , અધમ ઉધારણ શ્યામ !

તું જ સહારો, અન્ય ન આરો, હે મમ જીવનધામ !

તુજ બિન જીવન આ જીવન ના, તું જ આશ, અવધાન.

 

 

2 comments

  1. મુ નરેશભાઈને સજળ નેત્રે ભાવથી ગાતા
    અમે ઝીલતા ભાવ વિભોર થતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *