ઉછાળે  જે યુવાની,  એ સાચો યુવાન….

Posted by

રમેશ પટેલ (આકાશદીપ)

 

ઝીલી  વાતો  જુવાન, તું  થાજે  જુવાન

ઉછાળે  જે  યુવાની , એ સાચો  યુવાન.

 

તારી  છે  ખેવના ને, તું  ખેવૈયો  રાજ

વહે નસનસમાં તારી, રણભેરીનો નાદ;

કંડારી  કેડી  ને,  થાજે    બાગબાન

ઉછાળે  જે યુવાની , એ સાચો યુવાન.

 

ખીલતી ઋતુની જવાની, એ વાસંતી વાત

ના  છાની જ  રહેતી, એ  સૌરભની  જાત;

મળે  હૈયાં  જને  જો , ના ભૂલે જ ભાન

જાણજે  જવાની નથી રૂડી તારી  જુવાન.

 

નવયુગ   છે  કૌવતનો , ખૂંદજે   બ્રહ્માંડ

ઢાલ જ તારી સંસ્કૃતિ, મા વસુધાની શાન

તારી જુવાની છે મહા  વિપ્લવની આગ

ઉછાળે  તું  જુવાની તો  જ  સાચો જુવાન.

 

ધરી  હાક  ગજવજે  તું  અંબર   જુવાન

ઉછાળે  જે  યુવાની,     સાચો યુવાન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *