આપણા અમર વારસાનાં ત્રણ ખુમારીભર્યાં રત્નો

Posted by

૧)

સંકટભરી આ જિંદગીથી હારનારો હું  નથી,

સાગર ડૂબાડી દે મને એવો કિનારો હું નથી;

મારે સદા અજવાળવા અંધારઘેર્યા પંથ સૌ–

ચમકી અને તૂટી પડે એવો સિતારો હું નથી.

 

                                   – શેખાદમ આબુવાલા           

*****   *****   *****

૨)

કાળ આવે ને હું કરગરી પડું એ શક્ય નથી,

આજ મજધારથી પાછો ફરું એ શક્ય નથી;

આરઝૂઓની કબર : ને બને કિનારા પર ?

મોતને એ રીતે હું સસ્તું કરું એ શક્ય નથી.

 

                                            – જમિયત પંડ્યા

 *****   *****   *****

૩)

એક, બે ને ત્રણ કહી

ત્રણ લોકને આંબી જતી

વામન તણી શક્તિ નથી;

તો એક ક્ષણમાં

પૃથ્વીરૂપે માતની

કરીને પરિકમ્મા

લઈ લે પુણ્ય એવી

ગૌરીસુત જેવી

કશી શ્રદ્ધા નથી;

આંહિ તો અભિમન્યુ જેવી

માત્ર છે રણઘેલછા ખપવા તણી

– ને શક્ય છે કે

સાતમે કોઠે પડું !

 

                – હેમંત દેસાઈ

2 comments

  1. ત્રણ ખુમારીભર્યાં રત્નો ની સુંદર રચનાઓ
    સાથે રસાસ્વાદ હોય તો નવી દ્રુષ્ટિ પણ મળે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *