અનુભૂતિનું કાવ્ય… …

Posted by

અનુભૂતિ

– સરયૂ પરીખ

કેવો લિસોટો આજ આભમાં?

હળવે જાગેલ  દેવ સૂરજના સંચારે,
આઘે  લસરકો અવકાશમાં.
કેવો લિસોટો આજ આભમાં!

સ્તબ્ધ આજ સૃષ્ટિની ભીની સફેદીમાં,
સૂર્ય રથ  જલ્દી વિહારમાં.
                  એનો  લિસોટો આજ આભમાં!

અવની ને અંબર શણગારે સવારને
સોનેરી દામણી લલાટમાં.
એનો લિસોટો આજ આભમાં!

સૂર્યોદય લાલી લલનાને લજાવે,
   લપસે કાજળ પલક પાળમાં.
એનો લિસોટો આજ આભમાં!

મહર્ષિ વ્યાસ પાસ બેઠાં ગણેશજી,
રેખા દોરી હો પરિહાસમાં.
એવો લિસોટો આજ આભમાં!

 સરયૂ ! અનંતમાં હો રામજી રવૈયા
ને ક્ષણનો  લસરકો  હો  ધ્યાનમાં.
એવો લિસોટો  આજ આભમાં!

3 comments

  1. અવની ને અંબર શણગારે સવારને
    સોનેરી દામણી લલાટમાં.
    એનો લિસોટો આજ આભમાં!

    આવી વ્હાઇટ ટ્રેઇલના દર્શન-અનુભૂતિ જગતના ક્લેશ હરે
    ધન્ય થવાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *