માતમા !

Posted by
માતમાં !

*ચીમન પટેલ ચમન

 

શીતળતા ચાંદની નીતરે છે માતમાં !

ઉષ્મા સૂર્યની હૂંફમાં મળે છે માતમાં !

 

ઊંચાઈ પર્વતોની મપાય છે માતમાં !

પાણી પાતાળના પિવાય છે માતમાં !

 

લંબાઈ નદીઓની દેખાય છે માતમાં !

ઊંડાઈ દરિયાની મપાય છે માતમાં !

 

ઉડ્ડયન પંખીઓનું મણાય છે માતમાં !

વફાદારી પશુઓની જણાય છે માતમાં !

 

ગગડાટ વાદળનો સંભળાય છે માતમાં !

હાલરડાનું સંગીત સમજાય છે માતમાં !

 

નમ્રતા નારીઓની નીતરે છે માતમાં !

મર્દાનગી મર્દની જોવા મળે છે માતમાં !

 

સારા શિક્ષણની એક શાળા છે માતમાં !

બધા જ ધર્મોની એક માળા છે માતમાં !

 

ચતુરાઈ ચાણક્યની છે ચમન માતમાં !

ભોળપણ બાળક્નું છલકાય છે માતમાં !

 

*ચીમન પટેલ ચમન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *