હવે તો બસ, આ જ વતન : હરનિશ જાની

Posted by

હરનિશ જાની

નોંધ : વતનને છોડ્યાં લાંબો સમય વીતી ગયા પછી પણ નવા વતનને પોતીકું ન ગણનારાંઓને હરનિશભાઈએ (એમના શબ્દોમાં કહું તો “રદિફ–કાફિયાની ચિંતા કર્યા સિવાય”) એક સંદેશો મોકલ્યો છે ! સૌના લાભાર્થે તે સંદેશો પ્રગટ કરવાનો આનંદ અને હરનિશભાઈનો આભાર વ્યક્ત કરું છું. – જુ.

–––––––––––––––––––––––––––––––

વતનની ધૂળ ખંખેરો હવે તો અમેરિકામાં.

વતનના વન ઉગ્યા હવે તો અમેરિકામાં.

 

તમારા બાળકોનું  વતન છે આ તો .

ક્યાં સુધી પરદેશી રહેશો,અમેરિકામાં.

 

લોકશાહીના આ મંદિરનો ઉપકાર માનો.

બાંધો છો રોજ નવા મંદિરો અમેરિકામાં.

 

અન્ન આ ધરતીનું શ્વાસ આ આકાશનો .

સુજલામ્ સુફલામ્ બનાવો,અમેરિકામાં.

 

જન્મદાત્રી ભાગ્યમાં મળી તમને આનંદો.

જીવનદાત્રી તમારી પસંદની, અમેરિકામાં.

 

વરસાદના છાંટા પડે જો અમદાવાદમાં.

કયાં સુધી છતરીઓ ખોલશો ,અમેરિકામાં

 

આજે જાશું, કાલે જાશું , રટ હવે તો છોડો

કબર ખોદાઇ ગઇ છે તમારી, અમેરિકામાં.

 

 

 

 

 

5 comments

 1. હરનીશભાઈની આ રચના ઈન્ટરનેટ માં ખુબ જાણીતી બની ગઈ છે. ઘણા બ્લોગોમાં, મારા બ્લોગ સહીત, એ સ્થાન પામી છે. એન.આર.આઈ . મિત્રોને એમણે આપેલી સલાહ સાચી છે કે …
  આજે જાશું, કાલે જાશું , રટ હવે તો છોડો
  કબર ખોદાઇ ગઇ છે તમારી, અમેરિકામાં.

  1. સારી ચીજને જેટલી વધુ વહેંચીએ તેટલો લાભ જ છે ને. મારા વાચકો ફેસબુક, ટવીટર વગેરે પર ઘણાં છે…..એમનેય લાભ મળે તે હેતુ પણ ખરો જ. સાભાર – જુ.

 2. આજે જાશું, કાલે જાશું , રટ હવે તો છોડો

  કબર ખોદાઇ ગઇ છે તમારી, અમેરિકામાં.

  હતાશ બેવતનને સાચી સલાહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *