લતા હિરાણીનું સન્માન !

Posted by

(‘માતૃભાષા’નાં લેખીકા લતા હિરાણીનું સન્માન બાલીમાં થયું તેનો નાનકડો અહેવાલ રજુ કરવાનો આનંદ છે. તેમનો ટુંકો પરીચય લેખને અંતે મુકાયો છે. સૌ વાચકો વતી અભીનંદન અને આનંદ વ્યક્ત કરવાની તક લઉં છું. – જુ.)

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 બાલી અહેવાલ.

‘સૃજનગાથા ડોટ કોમ’ દ્વારા તેરમું આંતરરાષ્ટ્રીય હિન્દી સંમેલન શ્રી રામ અને બુદ્ધની પ્રાચીન ભૂમિ બાલી (ઇન્ડોનેશિયા) ખાતે તા. 3 ફેબ્રુઆરીથી તા. 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાયું. સંમેલનનો વિષય હતો ‘જનતંત્ર કા ધર્મ : ધર્મ કા જનતંત્ર’. ઉદઘાટન બેઠક સહિત કુલ પાંચ બેઠકોનું આયોજન થયું જેમાં હિન્દીના કુલ 40 વિદ્વાનો અને સાહિત્યકારોએ પોતાના આલેખ રજૂ કર્યા. સમગ્ર સંમેલનના અધ્યક્ષપદે હતા પટણા (બિહાર)થી પધારેલા હિંદીના વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. ખગેન્દ્ર ઠાકુર અને સંયોજક તરીકે રાયપુર (છત્તીસગઢ)ના જાણીતા લેખક અને કૉલમીસ્ટ ડૉ. જયપ્રકાશ માનસજીએ સેવાઓ આપી.

તા. 4 ફેબ્રુઆરીએ દ્વિતીય સત્રના અધ્યક્ષ હતા પ્રોફેસર ડૉ. મીનાક્ષી જોશી (સભ્ય, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમી) અને મુખ્ય મહેમાન હતાં અમદાવાદના લેખક, કવયિત્રી શ્રી લતા હિરાણી (કાર્યકારી સભ્ય, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર).

અંતિમ બેઠકમાં શ્રી લતા હિરાણીને તેમના સમગ્ર સાહિત્યસર્જન માટે ‘મહારાજા ચક્રધર સમ્માન, 2016’ પ્રદાન થયું.પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ, ઉતરાંચલ, અરુણાચલ, કર્ણાટક,, તામિલનાડુ, ગુજરાત  અને નેપાળથી પ્રતિનિધીઓ આવેલા.

લતા હિરાણીનો  પરીચય :                                                                                      

  • ગુજરાત સાહિત્ય અકાદમીમાં કારોબારી સભ્ય; આકાશવાણી અને દૂરદર્શનમાન્ય કલાકાર.
  • દિવ્ય ભાસ્કર, આદિત્ય કિરણ, નવચેતનમાં કૉલમલેખન.
  • કુલ ૧૪ સર્જનોમાં રાષ્ટ્રીય સાક્ષરતા મિશન અને ગુજરાત સાહિત્ય અકાદમી,ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કૃત પુસ્તકો.      

 

5 comments

  1. સુ.શ્રી લતાબેનને ‘મહારાજા ચક્રધર સમ્માન, 2016’ બદલ અભિનંદન .

  2. સુ.શ્રી લતાબેનને ‘મહારાજા ચક્રધર સમ્માન, 2016’ બદલ અભિનંદન .

  3. ખૂબ ખૂબ આભાર જુકાકા, ધનસુખભાઈ, વિનોદભાઇ અને સૌ મિત્રો.
    લતા હિરાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *