એક અનેક એક શૂન્ય

Posted by

 

ચિરાગ પટેલ

પૂજા કરીને હું નીચે ગયો અને દૂધ-નાસ્તો કરી એમ.આર.આઈ. માટે લૅકવુડ હૉસ્પિટલ જવા ગાડીમાં બેઠો.ગાડી શરુ કરી પહેલી ટ્રાફિક લાઈટ આવી ત્યાં તો જાણે મારુ વિશ્વ જ બદલાઈ ગયું. ટ્રાફિક લાઇટથી આગળ દેખાતો સળંગ રસ્તો મારી અંદરથી બહાર નીકળી રહ્યો હતો. આસપાસની દુકાનો, રસ્તે ચાલતાં માણસો, વૃક્ષો, હવા, આકાશ, વાદળો, સૂર્ય, ટ્રાફિક લાઈટ, વાહનો બધું જ મારી સાથે જોડાયેલું હતું અને મારી અંદરથી જ બધું પ્રવાહિત થઈ બહાર નીકળી રહ્યું હતું. સમગ્ર સૃષ્ટિનું અસ્તિત્વ માત્ર અને માત્ર મારે માટે હતું અને મારા માટે જ હતું! ગાડી એની મેળે ચાલતી રહી અને હું હોસ્પિટલ પહોંચ્યો. આ અનુભવ લગભગ બે દિવસ સુધી રહ્યો.

આ અનુભવ બાદ ઘણીવાર મારી આસપાસની સૃષ્ટિ મને બહુ પોતિકી લાગી છે. ઘણીવાર તો આકાશમાં દેખાતા સૂર્યને પકડીને વ્હાલ કરવાની ઈચ્છા થઈ આવી છે! ઘણીવાર ધ્યાનમાં શરીર અને મન ઉપરાંતનું મારું અલગ અસ્તિત્વ અનુભવાયું છે. મારા અનુભવને હું એકથી અનેક થવાની પ્રક્રિયાનો અનુભવ હું ગણાવું છું. એને અનેકમાં રહેલી એકતાનો અનુભવ પણ કહી શકાય. આજના લેખનું મેં શીર્ષક આપ્યું છે – એક અનેક એક શૂન્ય. એક અને અનેકનો અનુભવ મને થઈ ગયો અને થતો રહ્યો છે. હવે, એકમાંથી શૂન્યનો અનુભવ મેળવવા પ્રયત્નશીલ છું.
અસ્તુ. ૐ તત સત!

(ફેસબુક પરથી)

Chirag Patel : 3 hrs · Trophy Club, TX, United States ·

 

 

3 comments

  1. પ્રીય ભાઈ ચીરાગ સાથેેની મારી ઓળખે મને આ લખાણ ફેસબુકમાંથી અહીં લાવવા પ્રેર્યો હતો. એમનો આ અનુભવ અવનવો છે. આ માર્ગે જનારા માટે સહજ કહી શકાય તેવો છતાં સૌકોઈને માન્ય ન પણ હોય તેવો.

    આજના રૅશનલ યુગમાં સાધનાને ક્યારેક ભળતા અનુભવોમાં ખપાવી દેવાય તો તે પણ સહજ જ છે. કારણ કે કેટલાક પ્રદેશો અજાણ્યા જ રહેવાના.

    છતાં આવા અનુભવોને વાચા આપવી અને તેને પ્રસીદ્ધી પણ આપવી તે વાત માતૃભાષાના થેલામાં રાખવાનો મનસુબો રહ્યો છે. આ લખાણમાં લેખક વ્યક્ત થાય છે. તેનો અનુભવ સૌકોઈને માફક ન પણ હોય છતાં અભીવ્યક્તીનુંય મહત્ત્વ હોય છે. તેથી પણ આ લખાણને જાણવા–માણવા જેવું ગણીને આટલી ટીપ્પણી કરી છે. વાચકોને એ રીતે મુલવવા વીનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *