જાવડ  ભાવડ વાતો !

Posted by

– હિમ્મતલાલ જોશી  “આતા”

 વર્ષો પહેલાં હું ન્યુ જર્સી ના ગામ piscataway માં રહેતો હતો. ત્યાંના સિનિયર સેન્ટરમાં હમેશાં જતો હતો   . અમેરિકાના ઘણાં સિનિયર સેન્ટરો મેં   અનુભવયાં છે.  એમાં આ સિનિયર સેન્ટર સેન્ટરને હું પ્રથમ નમ્બર  આપું છું. કેમકે  ત્યાંની  સુવિધા  મને ઉત્તમ પ્રકારની લાગી છે,  એક વખત અહીં  એવો પ્રોગ્રામ રાખેલોકે   અહીં જે જે દેશના માણસો  છે. એઓએ  પોતાના દેશની જાણવા જેવી વસ્તુઓ, કોઈ પહેરવેશ, ભોજનની વસ્તુઓ. લાવવાની  હું એક બેનને સાડી અને ઘરેણામાં  સજ્જ  થયેલી  ને  લઇ ગએલો. ભોજનમાં બૂંદીના લાડુ લઇ ગએલો. દરેકે  પોતાના દેશ વિષે કશુંક  બોલવાનું હતું. અને એવો કોઈ અનુભવ કહેવાનો હતો, પ્રશ્નોત્તરી પણ રાખેલી.  મેં મારા અનુભવમાં મને નાગ (કોબ્રા ) કરડેલો એ અનુભવ કહ્યો.  સિનિયરની સંચાલક બાઈ  કેથીએ પૂછ્યું,  જેનું લગ્ન જીવન 20 વરસથી  ચાલતું હોય એ ઊંચો હાથ કરે  ઘણાએ હાથ ઊંચો કર્યો. જેમાં મારો હાથ પણ  મેં ઊંચો કરેલો  છેલ્લે  એવું પૂછ્યું, કે  50 વરસ કરતાં  વધુ  સમયથી  જેનું લગ્ન જીવન  અકબંધ રહ્યું ન્હોય એ હાથ ઊંચો કરે. ફક્ત મારો હાથ જ  ઊંચો થયો.  કેટલાક લોકોએ મને પૂછ્યું, તમે અને તમારી વાઈફ  કેટલો સમય  ગર્લ ફ્રેન્ડ અને બોય ફ્રેન્ડ તરીકે સાથે રહેલાં. મેં તેને કીધું,  હાળા  તું  સાથે રહેવાની વાત કરે છે.  મેંતો  મારી વાઈફનું મોઢૂં  લગ્ન થયા  પછી  રાતને વખતે  જોયેલું અને એ પણ જાવડ  ભાવડ.

 

 

9 comments

  1. આવા નાનાનાના ફકરાઓમાં જો લખવાનું થાય તો વ્યક્તીના જીવનના કેટલાય પ્રસંગો સચવાતા થાય. આવા પ્રસંગોમાં કેટલીક જાણકારી તો મળે જ છે પરંતુ બીજો એનો લાભ એ છે કે આવા પ્રસંગોથી પ્રેરાઈને કેટલાય વાચકો પણ લખવાનું વીચારે અને વાચકોમાંથી લેખકો સર્જાય !!

    આવા લેખન–વાચન દ્વારા પોતપોતાનાં જુથોમાં ગુજરાતી લખાતી–વંચાતી થશે તો આપણી આ ગુર્જરીને બહુ મોટો ટેકો મળી જશે ! નવી પેઢીને પોતાના વડીલો દ્વારા લખાયેલા આવા નાનાનાના પ્રસંગો વાંચવા મન થશે અને એ રીતેય અંગ્રેજીના જોરમાં તણાઈ રહેલી નવી પેઢીને પોતાની માતૃભાષા ગમતી થશે…….

    આતાને ધન્યવાદ સાથે સૌ વાચકોને પણ આવું કંઈક ને કંઈક લખવા ભલામણ છે !

    1. નરેન્દ્રસિંહ ! આ સાઈટ પર સૌ પ્રથમ કોમેન્ટ મુકવા બદલ ધન્યવાદ–આભાર !!

  2. વહાલા જુકીજી,
    વોટ્સએપ પર MATRU-BHASHA (NET-ગુર્જરી)ની લીંક મળી, અત્યારે તો છ પોસ્ટના ટાઈટલની ઝલક જોઈ, પરમ આદરણીય વડીલ શ્રી. હીમ્મતલાલ જોશી “આતા”ના જીવનનો પ્રસંગ માણ્યો…
    ખુબ જ સરસ મજાની વેબસાઈટ… સરસ કાર્ય…. અભીનન્દન…..

  3. વહાલા જુકીજી,
    વોટ્સએપ પર MATRU-BHASHA (NET-ગુર્જરી)ની લીંક મળી, અત્યારે તો છ પોસ્ટના ટાઈટલની ઝલક જોઈ, પરમ આદરણીય વડીલ શ્રી. હીમ્મતલાલ જોશી “આતા”ના જીવનનો પ્રસંગ માણ્યો…
    ખુબ જ સરસ મજાની વેબસાઈટ… સરસ કાર્ય…. અભીનન્દન…..

  4. આદરણીય જુગલ કિશોરભાઈ ,

    નેટ-ગુર્જરી અને વેબ ગુર્જરીના પ્રણેતા અને અનુભવી બ્લોગ સંચાલક તરીકે બહોળા અનુભવ પછી આપને હસ્તે હવે આધુનિક લેબાસમાં જ્યારે નવી વેબ સાઈટ MATRU-BHASHA(NET-ગુર્જરી) નો મંગલ પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આપને હાર્દિક અભિનંદન અને એની સફળતા માટે અનેક શુભેચ્છાઓ.

    શરૂઆતના લેખો વાંચ્યા પછી લાગે છે કે વાચકોને માટે એમાંથી ઘણું સારું વિવિધ પ્રકારનું સાહિત્ય વાંચવાની તક પ્રાપ્ત થશે.ગરવી ગુર્જરી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે સૌના સહ્કારથી આ વેબ સાઈટ અગત્યનો ફાળો આપશે જ એવી મને ખાત્રી છે.આપનો રાહ નિષ્કંટક બની રહો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *