સ્વ. તારક મહેતાના અનોખા બેસણાનો અહેવાલ-

Posted by

નવીન બેન્કર

 ‘તારક મહેતાના ઊંધા ચશ્મા સિરિયલથી ઘરઘરમાં જાણીતા થઈ ગયેલા હાસ્યલેખક અને નાટ્યકાર શ્રી. તારક મહેતાના અવસાન નિમિત્તે તેમને શોકાંજલિ અર્પવા યોજાયેલા અનોખા બેસણાનો એક કાર્યક્રમ, ગુજરાત યુનિવર્સિટીના વિશાળ કોન્વોકેશન હૉલ ખાતે, તારીખ માર્ચ ૨૦૧૭ ને રવિવારે, યોજવામાં આવેલો.

સ્વ. તારકભાઇના જમાઈ, લેખક અને નાટ્યકાર બોસ્ટનવાસી શ્રી. ચંદ્રકાત શાહ અને ઇશાની શાહ દ્વારા આયોજિત બેસણામાં, શોકાતુર ચહેરે અને સફેદ વસ્ત્રો પહેરીને નહીં આવવાની વિનંતિ કરવામાં આવી હતી.

એક હાસ્યલેખકનું વિશિષ્ટ બેસણું હતું. તારકભાઈની ઇચ્છા પ્રમાણે, તેમાં ચીલાચાલુ શ્રદ્ધાંજલિનાં પ્રવચનો હતાં. શરૂઆતમાં, તારકભાઈના જમાઈ શ્રી. ચંદ્રકાંત શાહે પ્રેક્ષકો પાસે સમૂહમાં અટ્ટહાસ્ય કરાવીને, પ્રાસંગિક આવકાર આપ્યો  અને મૃત્યુ વિશેની એક કવિતા રજૂ કરી.

શ્રી. વિનોદ ભટ્ટ, શ્રી. અશોક દવે, ચિત્રલેખાના શ્રી. ભરત ઘેલાણી વગેરેએ તારક મહેતા સાથેનાં સંસ્મરણોને વાગોળ્યાં.તારક મહેતાના ઊંધા ચશ્માના શ્રી. જેઠાલાલ (કલાકાર દિલીપ જોશી)ના આગમન સાથે, મીડિયાવાળા તેમને ઘેરી વળ્યા. જેઠાલાલ સાથે  ‘પોપટલાલ પણ આવ્યા હતા. તેમણે, તારકભાઈની તસ્વીર પર ફૂલો ચડાવ્યાં અને જેઠાલાલે સ્વર્ગસ્થને અંજલિ આપતાં કહ્યું કે, આજે પોતે જે ખ્યાતિ પ્રાપ્ત કરી છે , સિરિયલને કારણે છે. ખાડિયાના શ્રી. ભૂષણ અશોક ભટ્ટે પણ તારકભાઈને અંજલિ આપી.

તુષાર શુક્લએ સાહિત્યિક ભાષામાં સ્વર્ગસ્થને અંજલિ આપી. ઊંધા ચશ્માનાં રેખાચિત્રો બનાવનાર શ્રી. દેવ ગઢવીને પણ સભામાં એકનોલેજ કરવામાં આવ્યા હતા. ચંદ્રકાંત શાહે, તારકભાઈ અને આઇ.એન.ટી.ના સ્વ. ડી.એસ.મહેતા અંગેનાં સંસ્મરણો કહ્યાં. અંકિત મોદી અને કાર્તિક મોદીએ પણ ચિત્રલેખાનાં સંસ્મરણો કહ્યાં.

ચંદ્રકાંત શાહે, કહ્યું કે તારકભાઈનું સર્જન (ઇશાની) મારી પાસે છે.

  ઊંધા ચશ્માના લેખોને પિસ્તાલિસ વર્ષોથી કમ્પોઝ કરનાર કમ્પોઝીટરભાઇને પણ એકનોલેજ કરવામાં આવ્યા હતા.

અંતમાં, તારકભાઈની દીકરી ઇશાનીએ પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી સાથેનાં સંસ્મરણો વર્ણવીને, આવેલા સૌ કોઈનો આભાર માન્યો હતો.

 

અહેવાલ લેખકશ્રી. નવીન બેન્કર   ( માર્ચ ૨૦૧૭)

 

 

 

One comment

  1. એક હાસ્યલેખકનું આ વિશિષ્ટ બેસણું હતું. તારકભાઈની ઇચ્છા પ્રમાણે, તેમાં ચીલાચાલુ શ્રદ્ધાંજલિનાં પ્રવચનો ન હતાં. શરૂઆતમાં, તારકભાઈના જમાઈ શ્રી. ચંદ્રકાંત શાહે પ્રેક્ષકો પાસે સમૂહમાં અટ્ટહાસ્ય કરાવીને, પ્રાસંગિક આવકાર આપ્યો અને મૃત્યુ વિશેની એક કવિતા રજૂ કરી.
    अनोखी श्रध्धांजली

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *