ચહેરો…. જીજ્ઞેશ અધ્યારૂની વાર્તા

– જીજ્ઞેશ અધ્યારૂ સંધ્યા ઢળી, અંધકારના ઓળા ઉતરી આવ્યા અને આશકાની ગભરામણ ફરી શરૂ થઈ. પાછા આવ્યાનો આજે દસમો દિવસ હતો અને આ દસ દિવસમાં છેલ્લા છ દિવસની એની એકલતાએ એને વધુ નબળી કરી મૂકી હતી. આરોહી માસી છ દિવસથી ઘરે નહોતા, અવની યુનિટ સાથે ફોરેનશૂટમાં ગઈ હતી. અશ્વને ત્યાં જવાનો તો… સવાલ જ નહોતો. માં પણ ગામડે પહોંચી ગઈ હતી.. અહીં પોતે સાવ એકલી હતી. રોજની જેમ એ બાલ્કનીમાં જઈને બેઠી, મુંબઈના પોશ વિસ્તારના તેરમામાળનાફ્લેટની એની બાલ્કની પણ રૂમ જેવડી જ મોટી હતી.. આ એની રોજની જગ્યા થઈ ગયેલી. ક્યારેક અં ગૂઠાથીફ્લોરમેટખોતરતી તો ક્યારેક અન્યમનસ્કપણે રસ્તાપરની અવરજવર જોઈ રહેતી. એને

આથમતા સૂરજ નિમિત્તે કેટલુંક !

આથમતા સૂરજના અજવાળે – શ્રી દાવડા ઉગતા સૂરજ અને ડુબતા સૂરજ વચ્ચે આખું આકાશ સમાઈ જાય છે. ઉગતા સૂરજસમયે, પલ પલ પ્રકાશની તીવ્રતા અને ઉષ્મા વધે છે. નવો ઉત્સાહ, નવી શક્તિઅને નવી આશાઓ સાથે ધરતી ઉપરના પ્રાણીમાત્રની ગતિવિધીઓનો સંચારથાય છે. લોકો ઉગતા સૂરજને વધાવે છે, એને પૂજે છે. ઉગતા સૂરજ સામે આખું આકાશ પડ્યું છે. સૂરજના પણ કંઈ સમણા છે. એને ઘણુંબધું કરવું છે. સમુદ્રમાંથી ખારું પાણી ઉલેચીને એને મીઠું બનાવીને ધરતી ઉપરવરસાવવું છે. ખેતરોના ઊભા મોલને ઉષ્મા આપી એને પુષ્ટ કરવા છે. સમગ્રધરતી ઉપર પ્રકાશ પાથરી, પ્રાણીમાત્રને એમના જીવનનિર્વાહ માટે કામ કરવાનીસગવડ કરી દેવી છે. સૂરજ પોતાના સમણા સાકાર કરવા સફર શરૂ કરે છે. જેમ જેમ માર્ગ કપાય છેતેમ તેમ એના જોમ અને જુસ્સામાં તીવ્રતા વર્તાતી જાય છે. મંઝીલની મધ્યમાંએને થોડો થાક વર્તાય છે. અર્ધું આકાશ તો એણે પાર કરી લીધું છે, પણ હજીઅર્ધું બાકી છે. હવે તેના જોમ જુસ્સામાં થોડી નરમાશ આવે છે. ક્યારેક પોતે જસર્જેલા વાદળ એને ઢાંકી દે છે, પણ એની મંઝીલ તરફની કૂચ જારી છે. આખરેએ આખું આકાશ પાર કરી, ક્ષિતિજે આવી પહોંચે છે. એણે પોતાની ફરજ બજાવતાં બજાવતાં, આખી દુનિયા જોઈ લીધી છે. એના એકએક કિરણમાં એનો એક એક અનુભવ સંગ્રાયેલો છે. એની પાસે સમય ખૂબ ઓછો છે.ડૂબી જતાં પહેલાં એને આ અનુભવો કોઈને કહેવા છે, પણ બધા થાકી ગયા છે. બધાપશ્ચિમ તરફ પીંઠ ફેરવીને બેઠા છે, કદાચ નવા ઉગતા સૂરજની રાહ જોઈ રહ્યાહોય. હા, થોડા રસિયા ડૂબતા સૂરજની આભા જોઈ ખુશ થાય છે, અને સૂરજ ડૂબતો જાય છે, મારી જેમ.    

ગુર્જરી ગિરા

– ઉમાશંકર જોશી   જે જન્મતાં આશિષ હેમચંદ્રની પામી, વિરાગી જિનસાધુઓએ જેનાં હિંચોળ્યાં મમતાથી પારણાં,   રસપ્રભા ભાલણથી લહી જે નાચી અભંગે નરસિંહ–મીરાં– અખા તણે નાદ ચડી ઉમંગે આયુષ્મતી લાડલી પ્રેમ ભટ્ટની, દૃઢાયુ ગોવર્ધનથી બની જે, અર્ચેલ કાન્તે દલપત્તપુત્રે તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી.    

શારદાવંદના !

અમે તમારાં શિશુ સદાનાં – શ્રી યોગેશભાઈ ભટ્ટ (પુર્વ અધ્યાપક–ગૃહપતી લોકભારતી સણોસરા)   અમે તમારાં શિશુ સદાનાં… વંદ્ય શારદામાતા ! માટીદળથી… કમલદલે… લઈ જાઓ.. મંગલદાતા !   જનની-ઉદરે નાભિ-નાળથી પ્રથમ સુણ્યો તમ સાદ, પછી મળ્યાં તમ શ્વાસ-ધબક, જલ-અન્ન, કૃપા-વરસાદ; તમે જીવાડો, તમે રમાડો, સર્જો સૌ મન-સ્પંદન, બાહ્યાંતરની ભાષા-વિદ્યા તમે દિયો… મા ! વંદન ! ગ્રહો અંગૂલિ, જગે પછી છો અવળ વાયરા વાતા !                               – અમે તમારાં.   શી શોભા અભિરામ… માત ! તમ શુભ્ર-ધવલ તેજોમય ! વીણાનો રણકાર કલામય સપ્ત મધુર સુરોમય ! જ્ઞાનસંહિતા, જપમાલા સહ પુષ્પ કમલનું સોહે, વરદ હસ્ત… ને આત્માનંદી સુધાપાત્ર મન મોહે ! પદ્મ-મયૂર-હંસે સોહ્યાં

મારી માતૃભાષા

ગુર્જર નીર્ઝરી ! – જુગલકીશોર   (ઉપજાતી) મેં જન્મતાંવેંત રડીરડીને અસ્તીત્વ મારું પ્રગટાવીયું હતું, ને માતૃઅંકે રહીને કર્યું હતું જે – તે માતૃભાષા મહીં ગાન તો હતું !! એ ગાનનાં માન વધ્યાં કર્યાં ને વધ્યાં કર્યાં માન શું ગુર્જરીનાં !   જીવ્યા સુધી સાથ ન છોડનારી – રે, કર્ણના કુંડલ–શી, ઝકોરતી રહેતી સદા અંતરચેતનામાં…. – સૌ માતૃભાષી સહ જોડનારી – એ માતૃભાષા મુજ ગુર્જરીની સ્તુતી કરું આ નવલા પ્રયાસથી !   સ્વાન્ત: સુખાય, જન સર્વ હીતાય નિર્ઝરી : ભાષા – અમારી સહુની સહીયારી ગુર્જરી !!   – જુગલકીશોર.    

શોર્ટકટ, લોન્ગકટ અને અનુકૂળ રસ્તો

– સુરેશ જાની લોન્ગકટ શોર્ટ કટ તો હોય. પણ લોન્ગ કટ? હા! લોન્ગ કટ પણ હોય! વાત જાણે એમ છે કે, અમારા ગામના પાર્કમાં એક નાનકડું તળાવ છે. એની બાજુમાંથી ચાલવાનો એક રસ્તો પસાર થાય છે. અમે તળાવના કીનારે બેઠા હતા. ત્યાં તળાવની સામેની બાજુમાં અમે અમુક લોકોને ચાલતા જોયા/ અમારી વાનરસેનાને એ બાજુ જવાનું મન થયું. આથી અમે તળાવની બાજુમાં આવેલા ઘાસના મેદાનની એક બાજુએ આવેલા છીંડા જેવા કીનારે ગયા. અને ત્યાં પાછળની ઝાડીમાં જતી, એક કાચી કેડી નજરે પડી. અમે તો એમાં ઝુકાવ્યું. સાવ એક જ જણ માંડ ચાલી શકે તેવી ઝાડી અને ઝાંખરાં વચ્ચેથી પસાર થતી કેડી

સરયૂ પરીખનું એક કાવ્ય

નાનું કુટુંબ વિખરાય એનું ભાવનિવેદન – સરયૂ પરીખ ******** વેરવિખેર વેગે વિખરાતી નાનીશી દુનિયા; પાંખો ફૂટીને ઊડતાં પતંગિયાં ! ગૂંથેલા માળાના કુંજન ને ગુંજન, ઓસરતા ભીને અવસાદે. ખુલ્લા ખાલીપાનાં ખોખાંને આજ સૌ ધીરેધીરે કરતાં નોખાં. એક એક ડગલાંએ અંતરપટ ખેંચ્યાં ને કેટલાં દૂર જઈ પંહોચ્યાં ! ઓળંગી અવધી તણાયે પ્રવાહમાં, પાંદડીઓ વિભિન્ન વહેણમાં. સંધ્યાના ઓળાઓ પોકારે વાળવાં પણ, મારગ ભાસે છે મૃગજળસમા. ઘંટા સમાઈ ગયા સૂના સન્નાટામાં વિહ્વળ રે વ્હાલપ લિસોટા. ——– www.saryu.wordpress.com saryuparikh@yahoo.com                      

જાવડ  ભાવડ વાતો !

– હિમ્મતલાલ જોશી  “આતા”  વર્ષો પહેલાં હું ન્યુ જર્સી ના ગામ piscataway માં રહેતો હતો. ત્યાંના સિનિયર સેન્ટરમાં હમેશાં જતો હતો   . અમેરિકાના ઘણાં સિનિયર સેન્ટરો મેં   અનુભવયાં છે.  એમાં આ સિનિયર સેન્ટર સેન્ટરને હું પ્રથમ નમ્બર  આપું છું. કેમકે  ત્યાંની  સુવિધા  મને ઉત્તમ પ્રકારની લાગી છે,  એક વખત અહીં  એવો પ્રોગ્રામ રાખેલોકે   અહીં જે જે દેશના માણસો  છે. એઓએ  પોતાના દેશની જાણવા જેવી વસ્તુઓ, કોઈ પહેરવેશ, ભોજનની વસ્તુઓ. લાવવાની  હું એક બેનને સાડી અને ઘરેણામાં  સજ્જ  થયેલી  ને  લઇ ગએલો. ભોજનમાં બૂંદીના લાડુ લઇ ગએલો. દરેકે  પોતાના દેશ વિષે કશુંક  બોલવાનું હતું. અને એવો કોઈ અનુભવ કહેવાનો હતો, પ્રશ્નોત્તરી

માતમા !

માતમાં ! *ચીમન પટેલ “ચમન”   શીતળતા ચાંદની નીતરે છે માતમાં ! ઉષ્મા સૂર્યની હૂંફમાં મળે છે માતમાં !   ઊંચાઈ પર્વતોની મપાય છે માતમાં ! પાણી પાતાળના પિવાય છે માતમાં !   લંબાઈ નદીઓની દેખાય છે માતમાં ! ઊંડાઈ દરિયાની મપાય છે માતમાં !   ઉડ્ડયન પંખીઓનું મણાય છે માતમાં ! વફાદારી પશુઓની જણાય છે માતમાં !   ગગડાટ વાદળનો સંભળાય છે માતમાં ! હાલરડાનું સંગીત સમજાય છે માતમાં !   નમ્રતા નારીઓની નીતરે છે માતમાં ! મર્દાનગી મર્દની જોવા મળે છે માતમાં !   સારા શિક્ષણની એક શાળા છે માતમાં ! બધા જ ધર્મોની એક માળા છે માતમાં !