રાજકારણમાં તટસ્થતા ?!

– જુગલકીશોર   માનનીય નેતાજી, તમે ભલે કહ્યું કે સક્રીય રાજકારણની તમારી તટસ્થતા બીજા રાજકારણીઓ જેવી નથી….પરંતુ રાજકારણ નામની ભુમી જ એવી છે જ્યાં તટસ્થતા, શુદ્ધી, મૌલીકતા વગેરે શબ્દો સાવ બોદા રહે છે. તું ગમે તેટલો તટસ્થ રહેવા પ્રયત્ન કરે ભલે, પરંતુ આજના રાજકારણમાં તે

આજીવન શિક્ષક બુચદાદા (ન.પ્ર.બુચ)ના શબ્દો :

દરેક પ્રદૂષિત પરિસ્થિતિ કે વ્યક્તિમાં પણ પોતાના સુધારનાં બીજ રહેલાં જ હોય છે. રાવણનો ભાઈ વિભીષણ હોય, હિરણ્યકશિપુને ત્યાં પ્રહ્લાદનો જન્મ થાય અને કૌરવોની સભામાં દ્રૌપદીને થતા અન્યાયને જોઈ વિકર્ણ સભાત્યાગ કરી જાય – આ બધા બનાવો શું આશાપ્રેરક નથી ? એનો અર્થ જ એ

બ્લૉગ–વીવેચનના માપદંડો… … …

– જુગલકીશોર  બ્લૉગ એ કોઈ સાહીત્યનું સ્વરુપ નથી. વાર્તા કે કાવ્યનું મુલ્યાંકન કરવા માટેના માપદંડો હોય તેમ સામયીક કે આ બ્લૉગના માપદંડો – એ જ રસમે – ન હોય તેમ બને. પણ મુલ્યાંકન કરવા માટે, બ્લૉગ–સાઈટની કક્ષા નક્કી કરવા માટે, કાંઈક ધોરણો જો હોય તો

આજે, રાજવી કવિ કલાપીની 143મી જન્મજયંતીએ ‘શ્રેણી’નો આરંભ !

નોંધ : ‘માતૃભાષા’નાં પાને ગુજરાતી સાહિત્યનો કલામય મયૂર ટહુકશે !! શ્રી રાજેશ પટેલ કલાપીના જીવન અંગે ઉંડો અભ્યાસ કરી ચુક્યા છે. તેમનું આ જ કારણે જાહેર સન્માન પણ થયેલું છે. આજે કલાપીની ૧૪૩મી જન્મજયંતી નીમીત્તે આછો પરીચય આપીને સમગ્ર શ્રેણી શરુ કરીએ છીએ ! શ્રી

‘સરદાર એટલે સરદાર…’ અખંડ ભારતના ઘડવૈયા….

રજૂઆત : સુશાંત ધામેચા આજથી લગભગ ૨ વર્ષ પહેલાં સરદાર પટેલ વિષેની એક બુક “સરદાર એટલે સરદાર” ખરીદી હતી. ગુણવંત શાહે લખેલી એ બુકમાં તેમનાં પત્રો, ભાષણો વિષે ખૂબ જ વિગતમાં લખેલું છે. જયારે આઝાદી માટે ગાંધીજી સત્યાગ્રહો કરતા હતા ત્યારે તો સરદાર સાહેબ તેમની

મંથરા : જુભૈની એક તાજી વારતા

મંથરા – જુગલકીશોર    લગ્ન કરીને આવ્યા પછી તેણીને પીયેર જવાનું તો અવારનવાર બનતું. સાસરે કોઈને આ બાબતે ક્યારેય વાંધો તો શું હોય બલકે એ આવનજાવનને સહજ ને ક્યારેક તો જરુરીય ગણવામાં આવતી રહેલી. એટલે પીયરઘેર અને સાસરવાસ વચ્ચે તેણીનું આવાગમન રહેતું. પરંતુ આ વખતે

શ્રી લા.ઠા.નું એક વીડીયોગ્રાફીક કાવ્ય !!

નોંધ : સર્જક જ્યારે ચીત્રકાર બને છે ત્યારે તે રંગ–રેખા અને પીંછીનો સહારો લેતા નથી. શબ્દોના માધ્યમથી જ તેઓ આબેહુબ ચીત્રો દોરી શકે છે. પ્રસ્તુત કાવ્ય શ્રી લાભશંકર ઠાકરની છે જેમાં સર્જકે ફક્ત ફોટોગ્રાફી કરી નથી બલકે જાણે વીડીયો જ ઉતાર્યો હોય તેવું ચીત્ર ‘ગાગા

વાંચનની આચારસંહિતા

– વિદ્યુતભાઈ જોષી સમુદ્રમંથનમાં વાંચે ગુજરાત વિશે લખ્યા પછી ‘તો પછી શું વાંચવું ?’ અંગે અનેક ઈ-મેઈલ અને ફોન આવ્યાથી સાનંદાશ્ચર્ય થયું. વાંચનારા લોકો જીવનના પ્રશ્નોને અને વાંચનને (જ્ઞાનપ્રાપ્તિને) અલગ ગણતા હોય છે. વાંચન એ ફુરસદની અને આનંદ મેળવવાની પ્રવૃત્તિ છે તેમ માને છે. વાસ્તવમાં

ભાવનગરના કાવ્યસર્જકો : (૧) નાથાલાલ દવે

– સરયૂ પરીખ (નોંધ : આજે અહીં માતૃભાષાનાં પાનાં પર શ્રી કનક રાવળે આવકારેલા એક લેખને રજુ કરું છું. ભાવનગરના જાણીતા ત્રણ કાવ્યસર્જકોમાંના એક કે જેઓ પ્રસ્તુત લેખનાં લેખિકા સરયૂબહેનના મામા થાય, તેમના વીશે કેટલીક કૌટુંબીક બાબતોને સાંકળી લેતી મજાની વાતો મુકાઈ છે. ભાવનગરના અન્ય

‘બંસરીના બે બોલ’નું રસદર્શન

સુંદરમ્ નું ‘મારી બંસીમાં… ’ – દેવિકા ધ્રુવ   મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા, પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા, સોનેરી સોણલું બતાડી તું જા.  …મારીo સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી, દિલનો દડૂલો રમાડી તું જા, ભૂખી શબરીનાં બોર બેએક આરોગી, જનમભૂખીને જમાડી તું જા. …મારીo ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, સાગરની સેરે ઉતારી તું જા, મનના માલિક તારી મોજના હલેસે ફાવે ત્યાં એને હંકારી તું જા.  …મારીo – સુંદરમ્  –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– ગાંધીકાલીન કવિઓમાંના ઊંચી કોટિના અગ્રણી કવિ એટલે સુંદરમ્. સુંદરમ્ તેમનુ ઉપનામ . તેમણે એક લીટીમાં પ્રેમનું ઉપનિષદ લખ્યું છે. વિરાટની પગલીમાં પ્રભુદર્શન કરાવ્યું છે તો પુષ્પતણી પાંદડીમાં પ્રકૃતિ સહિત પરમતત્ત્વની અદભૂત વાત પણ કરી. આવા મહાન કવિ સુંદરમની ઉપરોક્ત કવિતા ખુબ કર્ણમંજુલ અને મનોહારી છે. ‘મારી બંસીમાં બોલ બે વગાડી તું જા’થી શરૂઆત કરીને, જરાક રમતિયાળ રીતે એક ઊંચો અનેઅસામાન્ય વિષય આરંભ્યો છે અને તરત જ ‘મારી વીણાની વાણી જગાડી તું જા’ કહીને ભીતરના ભાવને પ્રસ્થાપિત કરી મૃદુતાભરી અરજ પણ આદરી દીધી છે. કઈ બંસી અને કઈ વીણા એના ઘટસ્ફોટની ભાગ્યે જ જરૂર રહે છે . એક સંસારી કવિને મન અહીં કવિતાની બંસી કે સાહિત્યની વીણાની સાથે સાથે સંસારની  આધિ-વ્યાધિ અને સંઘર્ષ પણ અભિપ્રેત હોય  તેમ લાગ્યા વગર રહેતું નથી. છતાંયે લેશમાત્ર દર્દનો સૂરસંભળાતો નથી. એટલું જ નહિ, ત્રણે અંતરા તો જુઓ ?  ઈશ્વર ક્યાં જવાબ આપવાનો છે

સ્વ. શ્રી નરેશ જોષીનાં ભજનોની ઝલક

નોંધ : મુ. બહેનશ્રી પ્રજ્ઞાબહેન એમના વ્યક્તીત્વના ભાગરુપે અવારનવાર કેટલીક બહુ કીમતી સામગ્રી સૌમાં વહેંચતાં રહે છે. તેમણે એક મેઈલ દ્વારા આ ભજનોનો રસથાળ મોકલી આપેલો. એમાંની લેખકની પ્રસ્તાવના સહીત એક ભજન પણ રજુ કરીને માતૃભાષા વતી મુ. દીદીનો આભાર વ્યક્ત કરીને સ્વ. લેખકશ્રીને ભાવાંજલી

માલનાથ (માલેશ્વર)નો મેળો

– ધનસુખ ગોહેલ.   વાત તો બહુ જૂની છે. લગભગ 1953/1954ની. માલનાથનો મેળો એ વખતેય ભરાતો ને આજેય ભરાય છે. દર ભાદરવી અમાસે આ મેળો ભરાય છે. પણ આજના મેળામાં ને તે વખતના મેળામાં લાખ ગાડાંનો ફેર. અમારા ગામ નાના ખોખરાથી હશે પાંચેક કિલોમિટર દૂર.

‘કેમ છો ?’ ‘સારું છે !’ કહેતા ગુજ્જુઓ વીશે –

સાત સાગર પાર ગુજ્જુઓ ! – ગુગલ મહારાજ  અને વીકીપીડીયાના સરવે મુજબ    યુ.એસ.એમાં ૧૫ લાખ, યુ.કે.માં સાડા નવ લાખ, ઓસ્ટ્રેલિયામાં સાડા ત્રણ લાખ, કેનેડામાં ૩.૩લાખ, આફ્રિકામાં અઢી  લાખ, યુ.એ.ઈ.માં ૨.૩ લાખ, સિંગાપોરમાં દોઢ લાખ,સાઇદી આરબમાં ૮૫,૦૦૦, ફ્રાંસમાં ૭૦,૦૦૦ ન્યૂ ઝીલેન્ડમાં પાંચાવન હજાર યુએસએ અને

સુરેશદાદા

  – લતા હિરાણી    ‘હેલો….’ અને જવાબમાં ‘હા, કોણ ?’ની સાથે બસની ઘરઘરાટી કે ભીડના કોલાહલનો અવાજ મોટેભાગે સંભળાય અને એ હોય નિત્ય પ્રવાસી સુરેશદાદા !! એટલે કે ‘વિચારવલોણું’ ના સ્થાપક શ્રી સુરેશ પરીખ.   સુરેશદાદાના સંપર્કમાં હું ક્યારથી ? આમ તો ‘વિચારવલોણું’ના વાચક અને

ચપટી સૂંઠ + ગાંગડી ગોળ

– વૈદ્ય શોભન  લોકભારતીના પુસ્તકાલયમાં ‘દિવ્ય ઔષધિ’ પુસ્તક લખી રહ્યો હતો. ત્યાં અધ્યાપન મંદિરનાં બે બહેનો બોલાવવા આવી : ‘ત્રિવેણીબહેનને હેડકી આવે છે એટલે માલિનીબહેન બોલાવે છે.’ કશાં સાધન કે ઔષધ લીધા વિના ગયો. ત્રિવેણીબહેન મદાવાદથી હેડકી સાથે લેતાંઆવેલાં. ત્યાં ખૂબ સારવાર કરાવેલી પણ આરામ

દર્શક : અમારા મનુભાઈ

– જુગલકીશોર.   દરીયાના રંગની, ઉંડું તાકતી, નીલી આંખો; અણીદાર – પોપટની ચાંચ જેવું જ કહી શકો – નાક; ઝીણો પણ તીણો અવાજ ને આઈન્સ્ટાઇનની યાદ અપાવે તેવાં ઝુલ્ફાં – પેટ જરા વધુ મોટું એટલે શરીરની ઉંચાઈ ઓછી બતાવે પણ લગરીક પણ એમને જેમણે અનુભવ્યા

એક બીજી ઈમેઈલ–સાંકળ જોઈ જઈએ !

– જુગલકીશોર   આતાજી અને પ્રજ્ઞાદીદી ક્યારે, ક્યાંથી શરુ વાત કરી દેશે કહેવાય નહીં ! પણ એમની વાતોને છેડે કોઈ ને કોઈ મજાનું ફળ બેસી જ જાય !!  આજે આતાજીએ એક બહુ જ કીંમતી વાતને રમતી રેડવી દીધી ! વાત જાણે એમ બની કે –

રાજકારણમાં ‘પડવા’ની વાત નથી, ક્ષમા !

સ્નેહી ક્ષમા, તારો ઉતાવળે લખાયેલો પત્ર મળ્યો ! ઉતાવળે એટલે લખવાની ઝડપે નહીં પણ પુરી માહીતી વીના કે સાચું જાણવાની ધીરજ વીનાનો એ અર્થમાં ! તારા સ્વભાવથી સાવ વીપરીત એવી વાત એમાં હતી. પુરી ચોક્કસાઈ વીના તું શ્વાસ પણ ન લે તેવી પ્રકૃતીની ને છતાંય

આપણા અમર વારસાનાં ત્રણ ખુમારીભર્યાં રત્નો

૧) સંકટભરી આ જિંદગીથી હારનારો હું  નથી, સાગર ડૂબાડી દે મને એવો કિનારો હું નથી; મારે સદા અજવાળવા અંધારઘેર્યા પંથ સૌ– ચમકી અને તૂટી પડે એવો સિતારો હું નથી.                                

યામિની વ્યાસનાં બે કાવ્યો

 હરણ માત્ર એક માત્ર જ – યામિની વ્યાસ   છે મમતાનું જગમાં ઝરણ માત્ર એક જ, અને યાદ આવે શ્રવણ માત્ર એક જ.   ઉદાસીનું છે વિસ્તરણ માત્ર એક જ, હૃદયમાં વસે છે એ રણ માત્ર એક જ.   તને ભૂલવા યુગ ઓછા પડે પણ, તને

સ્વ. શ્રી જયાબહેન શાહે શું કહ્યું –

લોકભારતીની સુવર્ણ જયંતિ પ્રસંગે ઉપહાર લોકભારતી ગ્રામવિદ્યાપીઠના પુણ્યશ્લોક શ્રી નાનાભાઈ ભટ્ટના શતાબ્દી વર્ષ પ્રસંગે ‘ઝાડનાં પારખાં ફળ પરથી’ નામની ગ્રામદક્ષિણા મૂર્તિ અને લોકભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની અનુભવકથાની ૨૧ પુસ્તિકાઓ પ્રગટ કરવામાં આવેલી. લોકભારતી ગ્રામવિદ્યાપીઠના ઇતિહાસમાં વળી એક શુભ પ્રસંગ પ્રાપ્ત થયો છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠની સ્થાપનાને પચાસ

ફારફેર !!

સૌરાષ્ટ્રની બોલીમાં કેટલાક શબ્દોને ફારફેર સાથે, એટલે કે ફેરફાર કરીને ઉચ્ચારાતા હોય છે. વરસાદનું વહરાદ પણ થાય ને ફેરફારનું ફારફેર પણ ! આ ફારફેર જીવનમાં થતા જ રહેતા હોય તો ક્યારેક ફેરફાર કરવાય પડતા હોય છે. ફેરફારો અનેક કારણોસર થતા રહે છે. આ જુઓને, માતૃભાષા

પાછલી પેઢીની પ્રસાદી

આપણા અમર વારસાની બે જણસ (ઝૂલણાં)   તું મહાકાવ્ય થઈ વિશ્વ વ્યાપી રહ્યો         ત્યાં વળી કવિતડું શું કરું હું ? અખિલ બ્રહ્માંડ રસરાજ રેલી રહ્યો         રસ તણી વાડકી શું ધરું હું ? સૃષ્ટિ શણગારી અદભુત અલંકારથી         વાગ્ અલંકાર સૌ વ્યર્થ ભાસે; મોહ

ભૂલોમાંથી શીખતા મહાનુભાવો

– લતા હિરાણી    કોઇ એવો માણસ નથી જેણે ભૂલો ન કરી હોય. ભૂલો કરતાં રહેવું અને સુધરવાનો પ્રયત્ન કરતાં રહેવું એમ જીવન વહ્યે જતું હોય છે. સામાન્ય માણસમાં એ ઘટનાચક્ર સીધી લીટીમાં ચાલતું રહે છે અને અંતે આયખું પૂરું થાય છે. જ્યારે અસામાન્ય માણસના

નેટ પર લખાણનો એક નવો અ–ખતરો !!

– જુગલકીશોર નેટજગતનાં આશ્ચર્યો હવે આશ્ચર્યો રહ્યાં નથી. હવે તો દર મહીને બદલાતાં રહેતાં ઈલેક્ટ્રોનીક ઉપકરણો નાના કીશોરોનેય રમત વાત થઈ ગયાં છે. આપણે સૌ બ્લૉગરોને અને લેખકોને આ સાધન–માધ્યમ હાથવગું બની ગયું છે. હવે એમાં વીશેષ ચમત્કાર જેવું લાગતું નથી. સાહીત્યનાં અનેક સ્વરુપોમાં આપણે

ઝાડનાં પારખાં ફળ પરથી થાય… … ‘દર્શક’

ઉપહાર – મનુભાઈ પંચોળી રસોઈની પરીક્ષા ખાઈને થાય છે, તેના આકાર-પ્રકારથી નહીં. તેવી જ રીતે શિક્ષણસંસ્થાઓની કસોટી તેના વિદ્યાર્થીઓએ બહાર ગયા પછી કેટલો અને કેવી રીતે સંસારનાં અંધારાં-અજવાળાંમાં રસ્તો કાઢયો તે છે. નાનાભાઈના સોમા જન્મદિવસના નિમિત્તે જે વિવિધ કામગીરી થઈ, તેમાંની આ એક કામગીરી છે.

રાજકારણમાં પડવાનું રહેવા દેજે, નીખીલ !

– જુગલકીશોર. –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– સ્નેહી નીખીલ, ઘણા સમય પછી આ લખવા બેઠી છું. પણ લખવું અ–નીવાર્ય બની રહે તેવા સમાચાર જાણ્યા એટલે ન રહેવાયું ! તારા નીર્ણયો અંગે મારે ભાગ્યે જ કશું કહેવાનું રહ્યું છે. આપણી મૈત્રી પણ આ જ મુદ્દા ઉપર થઈ છે અને ટકી

ગામનાં છોકરાઓના શિક્ષણને ખાતર !!

  – ધનસુખ ગોહેલ. ભાવનગરના હશે એને, ખાસ કરીને સ્ટેટ બેંક ઓફ સરાષ્ટ્ર વાળાને ખબર હશે કે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રનું  ટ્રેનીંગ સેન્ટર ને એમ.ડી.નો બંગલો જ્યાં હતો એ રોડ પર ડાબી બાજુ ફૂલવાડી માં એક  બોર્ડીંગ આવે છે જેનું નામ ”રામકૃષ્ણ જેઠાલાલ જોશી બોર્ડીંગ”

“ધીરે ધીરે સુધારાનો સાર… … …”

– જુગલકીશોર  આ પહેલાં, અહીંનાં પ્રગટ થનારાં લખાણો અંગે વીચારાયું હતું કે જે કોઈ લેખકનાં લખાણો આ સાઈટ ‘માતૃભાષા’ પર પ્રગટ થાય તે લખાણોને “જેમનાં તેમ” ધોરણે પબ્લીશ કરવામાં આવશે. આમ કરવાનું કારણ એ હતું કે લેખકોનાં લખાણોમાં કોઈ પણ પ્રકારના સુધારા–વધારા કરવાનું સાઈટના સંપાદક/સંચાલકના