શ્રી કિશોર મોદીની એક વીશેષ રચના !

મુઠ્ઠી ખોલું, હાથ ઠાલા નીકળે (તો ?) એ રીતે દિવસો અમારા નીકળે (તો ?)   વ્યંજના વૈશાખી તેં દઈ દીધી, પણ, હે વિધાતા, આંસુ કોરાં નીકળે (તો ?)   અબઘડી ઇપ્સિત સુધી હું પ્હોંચું, પણ, સ્વપ્ન સહુ મારાં નગુણાં નીકળે (તો ?)   હા, પ્રતિબિંબો

અથ શ્રી પ્રોફેસરકથાયામ્…….(૩) જોડણીએ જમવાની મજા બગાડી !

– જુગલકીશોર. જોડણીના ‘ગંભીર’ પ્રશ્ને…   જોડણીના જ નીમીત્તે પ્રોફેસરના ઘરમાં એક દીવસ હીસાબની ડાયરીને બહાને એક નાનકડું તોફાન થતાં થતાં રહી ગયેલું ! ઘરમાં સાધારણ પત્રવ્યવહારનાં અને હીસાબની ડાયરીને લગતાં લખાણોનું પ્રમાણ બહુ ઓછું રહેતું. સૌથી નાના પુત્રના ભણવાના ચોપડા મોટેભાગે સૌને નડતા રહે

ભરત ત્રિવેદીની રચના : “તુલસી ક્યારો”

શ્રી ભરત ત્રિવેદી તુલસી ક્યારો  વર્ષો પહેલાં અહીં આવ્યો ત્યારથી મારા આંગણામાં એક તુલસી ક્યારો ઉગાડવા મથી રહ્યો છું.   પણ હજી તેમ થઈ શક્યું નથી !   કેટકેટલે સ્થળેથી સારામાં સારો છોડ લાવીને તેને ઉછેરવામાં ક્યાં કશી કમી રાખી છે મેં !   ઘરના

સપના વિજાપુરાની રચના : “સપનું જોઈએ”

સપના વિજાપુરા સપનું જોઈએ જીવવાને એક સપનું જોઈએ એ જ સપનાં કાજ લડવું જોઈએ. હોય છે પીડા ઘણી આ પ્રેમમાં સૌએ એમાં તોય પડવું જોઈએ. છો પહોંચી જાઓ ઊંચાઈ ઉપર પણ ખુદાને રોજ નમવું જોઈએ. સુખ હજારો હોય તારી આસપાસ આંખથી આંસુય દડવું જોઈએ. યાદ

‘આતંકવાદ’નો સાદ !

ફુંકાઈ ચુક્યો વીશ્વમાં શો વાયરો – અસહાય પર તુટી પડે આ કાયરો ! ***** અનંત–ફેણી નાગ આ ફુત્કાર કરતા; બેઠેલ નેવે કાગ સહુ ચીત્કાર કરતા – આવી રહેલા કાળના આગમન તણો સંદેશ જાણે આપીને અવઘોષ કરતા !! ***** કાળોતરો આ નાગ શો આતંકનો ! દૈ

અથ શ્રી પ્રોફેસરકથાયામ્ ‘દ્વિતીયો’ધ્યાય

‘ભાષાના માણસ’ પ્રૉફેસર (ચેતવણીરુપ નોંધ : આ બીજા હપતામાં ભાષા બાબતની વાત હોવાથી અને તેમાંય ભાષાની “ચીકણાઈ” આ પ્રસંગમાં વીશેષ વર્તાવાની શક્યતા હોઈ વાચકોને વીનંતી કે પ્રસંગ કરતાં લખાણની ભાષા ઉપર વધુ ધ્યાન આપે !!) –––––––––––––––––––––––––––––––––– પ્રોફેસર આમ તો ભાષાના માણસ; ગણીત એમનું લગભગ કાચું. નબળું

દેવિકા ધ્રુવની એક રચના : ‘દરિયાને થાય….’

દેવિકા ધ્રુવ દરિયાને થાય….   દરિયાને થાય કદી રેતી હું થાઉં  ને રેતીને થાય, બનું દરિયો. કાંઠા તો બેઉ કહે આંગળી ચીંધીને કે તારો ખજાનો છે ભરિયો..   મર્કટ આ મનડું તો આમ તેમ ભટકે, સઘળું  હો પાસ પણ  ક્યાં ક્યાં જઈ અટકે. ઉંચેરા વાદળની આંખ છે ધરા

શ્રેણી : ઝાડનાં પારખાં ફળ પરથી (૧)

ગુજરાતના એક શીક્ષણસંકુલની અદભુત કથા !!  અમારા કુટુંબમાં મારા બાપુજીના મામા અભણ. ઘેટાં-બકરાં ચારતાં ચારતાં વગડેથી ભાગીને ધાબળો વીંટી, બાકીનાં લૂગડાં નાખી દઈ, બાવા થઈ ગયેલા. વર્ષો પછી તેઓ ઉઘાડા શરીરે એક વસ્ત્ર ઉપર અમારા નેસમાં આવેલા. મારા બાપુજીના આગમન સમયે નેસમાં સૌ તેમને પગે

માત્ર બે લીટીમાં પ્રારબ્ધ–પુરુષાર્થ–સીદ્ધાંતની સમજ.

अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः |   अयं मे विश्वभेषजोडयं शिवाभिमर्शनः ||   આ મારો હાથ ભગવાન છે અર્થાત્ દુષ્કરમાં દુષ્કર કાર્ય કરવા શક્તીમાન છે;  અરે, ભગવાનથીયે શ્રેષ્ઠ છે, કારણ કે એના કર્મનું ફળ આપવા ભગવાન પણ વીવશ છે !   આ મારો હાથ (કર્મ)  સમગ્ર રોગોનું

અથ શ્રી પ્રોફેસર કથાયામ્ પ્રથમોધ્યાય :

–જુગલકીશોર.   (આ સળંગ કથામાં અત્યારે તો કુલ ગણીને સાત આખી ટીકીટ અને બે પુરી અર્ધી પણ નહીં એવી ટીકીટોરુપ કુલ નવ પાત્રો આવે છે….પરંતુ વાચકોનું ધ્યાન જાય તે પહેલાં જ જણાવી દઉં કે આ કથામાં એક પણ પાત્રને ‘સંજ્ઞાવાચક નામ’ આપવામાં આવ્યું નથી !!) –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

દર્શકનો મહામુલો ગ્રંથ : “સદ્‌ભિઃ સંગઃ”

– શ્રી વિનોદભાઈ જોશી ‘સદ્‌ભિઃ સંગઃ’ જાહેર જીવનની અનુભવકથા જ નહિ પણ એક મૂલ્યવાન ગ્રંથ વર્તમાન અને આવનારી પેઢી સામે ઊભેલા અનેક પડકારો પૈકી મહત્ત્વના અને અનુપેક્ષ્ય ગણાય તેવા કેટલાકનું એક ચોક્કસ સમયસંદર્ભમાં પ્રવર્તેલું મૂલ્ય-આંદોલન અહીં સચ્ચાઈની ભોંય પર આલેખાયું  છે. આજની તારીખે પણ અનેક

વતનનો ઝુરાપો !!

(સૉનેટ : છંદ – પૃથ્વી)   હજીય ફરક્યાં કરે સ્મરણ કેટલાં પાંપણે, અનુરણન કર્ણને સતત રાખતાં જાગૃત; ત્વચાય અનુકંપનો અનુભવે શી રુંવેરુંવે ! સુગંધ તવ સ્નેહની થકી બની રહું આવૃત.   ગયાં વરસના બધા અનુભવોતણે તાંતણે રહ્યું છ અટકી બધું; સતત રાખતું ઝંકૃત. અહો, જરીક

માધ્યમ–માન્ય મનદુ:ખો !!

‘મળી મોંઘેરી માતૃભાષા ગુજરાતી’                                                    –યોગેન્દ્ર્ વ્યાસ હજુ ગયે અઠવાડીયે જ એક ગમખ્વાર કીસ્સો બન્યો. જો કે અખબારો એને ગમખ્વાર માને નહીં તેથી કોઈ છાપાંએ એ ચમકાવ્યો લાગતો નથી. એમ તો સવારમાં શ્રી નારાયણભાઈમુખે ગાંધીકથા શ્રવણ કરી હોય અને બપોરે એક જોડ ખાદીવસ્ત્ર ખરીદવાની પ્રતીજ્ઞા કરીને

મારી વેબસાઈટ ‘MATRUBHASHA’ને મળેલા “બે બોલ”

  પ્રજ્ઞાદીદી :  તમારી અંદર અનંત શક્તિ છે તેનું ધ્યાન ધરો , તેને ભજો . આધ્યાત્મ નો અર્થ જ તમારી પોતાની ઓળખાણ છે. સંસારના અંધ વિશ્વાસ કે ખોટા વિચારમા ન પડો .એક કાર્યશૈલી બનાવો અને સતત जागृति થી તેના પર અમલ કરો. રોજ ચોક્કસ સમયે તમારા કાર્ય કરો

થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને રક્તદાન

– પ્રવીણભાઈ કે મકવાણા મારો નવતર પ્રયોગ મારા વિદ્યાર્થીઓ માટે  સમસ્યા વર્ણન – મારી આંગણકા શાળાના વિદ્યાર્થીને એક વાર તપાસ કરાવતાં માલૂમ પડ્યું કે આ ભંયકર રોગના નિવારણ માટે રક્તદાન એ જ ઉકેલ છે. કારણ કે આરોગ માટે રક્ત ચડાવવું જરૂરી છે. આથી મને થયું કે

સરયૂ પરીખની એક રચના : “નિમિત્તમાત્ર”

– સરયૂ પરીખ નિમિત્તમાત્ર કર્યાં  કર્મોને  ટેરવે  ગણાવે, કરી  મદદોને માનદ મનાવે, તો મૂલ્ય તેનું  શૂન્ય બની જાય. ઉપકારોની  આરતી  ઘુમાવે, આપ સોહમ્ ની મૂરત બેસાડે, તો  મૂલ્ય તેનું  શૂન્ય બની જાય. હું હુલામણાને હરખે પોંખાવે, ને  ફરી  ફરી   ફાલકે   ચડાવે, તો  મૂલ્ય  તેનૂં  શૂન્ય બની જાય. ‘એની’ કરુણા, ને હું એક સાધન, સર્વ સેવામાં સહજતાનું સૌજન, તો શૂન્ય પણ અમૂલ્ય

કૃષ્ણને એની બહેનનું સંબોધન…..

નંદપુત્રી અને કૃષ્ણ ! –જુગલકીશોર.   (ઉપજાતી)   સંતાન તું આઠમું દેવકીનું. તું બાળ ના, કાળ કરાળ કંસનો ! લાગ્યો હશે શો ભય કંસને કે હણ્યા બધા અગ્રજ દેવકીના ! તું આઠમો, અંતીમ; કાલસાક્ષાત્ કંપાવતો ભાઈ-બહેન બેઉને : મામાજીનો કંપ સ્વરક્ષણાર્થે, ને બહેન  કંપે તવ રક્ષણાર્થે

રોટલી પર ચોપડવાનો પદાર્થ, ‘આવો’ ?! 

પ્રોફેસરકથા – ૯ “મારી વાત ગમે નહીં એ રીતે એની રજુઆત થઈ છે એ હું કબુલ કરું છું પરંતુ એ જ વાતનો સાર તમે સૌ ધારો છો તેવો નથી. એ વાત સૌએ સમજવા જેવી છે. ચોક્ખાઈનો બહુ આગ્રહ રાખતી મમ્મીને તો મારી વાત ગમશે જ

સ્વચ્છતાની વાત ન ગમતા વીષયો તરફ પણ લઈ જાય ત્યારે –

વર્ષો પહેલાં મેં “પરિવારે પારાવાર” શીર્ષકથી એક પ્રોફેસરકુટુંબની સળંગ કથા લખી હતી, જેના અઢાર ભાગો નેટગુર્જરી પર મુકાયેલા. આજે તેમાંનો ૮મો ભાગ એની પૂર્વભુમીકા સાથે અહીં રજુ કરું છું…..સાવરણી ગંદી ન હોય કે ન હોવી જોઈએ તે વાતના અનુસંધાને સફાઈ અને ગંદકી વચ્ચે અટવાતી એક

સાવરણી જ ગંદી હોય તો –

જંતુ મારવાની દવામાં જ જો જીવડાં રહેતાં હોય તો તો પછી આવું જ ગાવાનો વારો આવે – “जो आग लगाईथी तुमने, उसको तो बुझाया अश्कोंने; जो अश्कोंने भडकाया है उस आग को ठंडा कौन करे ?!” ઘરઘરની કેટલીક વાતો આવી હોય છે. સૌ સભ્યો વાપરતા

૫૦૦૦ વરસ ઘરડા એવા વૃદ્ધની વારતા –

કોઈ એક ગામમાં એક ડોસો રહે. ઉંમર હશે આશરે પાંચથી દસેક હજાર વરસની. દરરોજની ટેવ મુજબ હાથમાં લાકડી લઈને ધરુજતો, ધરુજતો હાલ્યો જતો હતો. ગામનું બસમથક નજીક આવતું ભાળીને એણે ઝડપ ઘટાડી. સહેજ ઉંચું જોયું તો સામેથી એક ફક્કડ ને અક્કડ એવો કોઈ શહેરી જવાન

મારી સાઈટ પર RSSમાં આપનો પ્રવેશ – છે / બાકી છે

સહયાત્રીઓ ! નેટગુર્જરીને સંકેલીને માતૃભાષા સાઈટ શરુ કર્યા પછી વાચકોનો ક્લીકાંક ફક્ત છ માસને અંતે ૨, ૬૦,૦૦૦ (બે લાખ સાઠ હજાર)ને પાર કરી ગયો છે !! આંકડાઓ જ કાંઈ બધું નથી હોતું એ જાણતે છતે આ વાત લખવાનો સંકોચ છે જ છતાં આજે કેટલુંક નીરીક્ષ્યા

વ્યક્તીસ્વાતંત્ર્ય < > વીચારસ્વાતંત્ર્ય !!!

“પડ્યા, તો કહે નમસ્કાર !” “ભુખ્યા જણના ઉપવાસ પુણ્ય ન આપે” “કાયરની સહનશીલતા અહિંસામાં ન ખપે” આ બધી વાતો એવો નીર્દેશ કરે છે કે પરાણે કરવાનું થતું કામ સ–ફળ ન હોય. કેટલાક ધર્મોમાં ધર્મ પરિવર્તનો કરાવવાનો ચાલ હોય છે. અનેક લોકો ને કુટુંબોને પોતાનો ધર્મ

મારા બે દુહા !

સરવર કાદવને કહે, હું તારા થકી કુરુપ; કમળ ખીલવી કાદવે, સરવર કીધું ચુપ !   દીવાસળી દીવો કરે, કરે જાતને ખાક; બીડી દીવો હોલવે, કરે મસાણે રાખ !! – જુગલકીશોર 

શિક્ષણ અને સમાજની અપેક્ષાઓ

સારાંશ : શિક્ષણનું કામ છે સારા માણસો બનાવીને સમાજને આપવા અને સમાજમાં નવીન વિચારસરણી દ્વારા યોગ્ય નાગરિકોનું ઘડતર કરવું. આથી જ શિક્ષણવિદ રણછોડ શાહ કહે છે કે કોઇ પણ વ્યક્તિને પોતાના સારા કામની નોંધ ગમે છે. વધુ સારા કામને પ્રોત્સાહન મળવું જોઇએ. સમાજને કંઇક પ્રદાન

કાવ્ય–પદારથ અંગે અલપઝલપ !

– જુગલકીશોર પંદર લીટરના તેલના ડબ્બામાંનું તેલ, બીજા કોઈ પહોળા મોઢાના વાસણમાં રેડાતું હોય ત્યારે તેલની જે ધાર થાય છે તે જોઈને કાવ્યનો લય સાંભરી આવે ! તેલની ધાર જેવો લય કાવ્યમાં હોય ત્યારે એને માણવાની મજા ઓર હોય છે. એ જ ધાર સહેજ ઉંચેથી

એક ગરીબનું જીવન–ચક્ર !!

– જુગલકીશોર.   શીયાળે ટાઢ્યમાં ઠર્યાં ’તાં અરજણીયા, ઉનાળે તાપમાં મર્યાં. દીવસોના દીવસો લગ વેઠ્યું કરીને હવે વૈતરણી આખરે તર્યાં.   છાપરાંની ચાયણીથી ગળતી રહી વેદના, ને                   મળતી રહી એક પછી એક – આપદાયું; છેવટ તો અબખે પડી ને પછી                      આંગણીયે ગોઠવાઈ છેક

ભગવાન દાદા પગી

ધનસુખ ગોહેલ   આ વખતે તો નક્કી કર્યું હતું  કે ભાવનગર જાઉં ત્યારે ભગવાન દાદાના ઘરે જવું જ ને ભગવાન દાદાને મળવું. એવામાં મારે ભાવનગર જવાનું થયું ને મને અનાયાસે ભગવાનદાદાના ઘરે જવાનો મોકો મળી ગયો. આ ભગવાનદાદા એ કોઈ નહિ પણ ૧૯૭૨માં સરદારનગર, લીલાશાહ

ભાષાશુદ્ધિ – ૫ : ચાલો શરૂઆત આપણાથી, આજે જ કરીએ !!

સાથીઓ ! આપણે વર્ષોથી એકબીજા સાથે આ નેટમાધ્યમે આપણી માતૃભાષાનાં ગીત ગાઈએ–ગવડાવીએ–સાંભળીએ–સંભળાવીએ છીએ…..આ માધ્યમનો વધુ ને વધુ ઉપયોગ આપણી પૂર્ણ પ્રામાણિકતાથી કરીને આપણા ‘ભીતર’ને સૌમાં વહેંચીએ છીએ. આપણામાંના ઘણા વ્યાકરણક્ષેત્રે જોડણી, વાક્યરચના વગેરે બાબતે તથા સાહિત્યસ્વરૂપક્ષેત્રે કાવ્ય–વાર્તા વગેરે બાબતે શક્ય તેટલી જાગૃતિ બતાવીને માતૃભાષા પ્રત્યે

શુદ્ધ ભાષા બાબતે કેટલીક વાતો – ૪

નેટ પરનાં સામાજીક માધ્યમોમાં ભાષાશુદ્ધીનો આગ્રહ ?! જોડણીકોશમાંની ભુલોની બાબતના ઉહાપોહનીય પહેલાંથી પ્રીન્ટ અને દૃષ્યશ્રાવ્ય મીડીયામાં ભાષાદોષો ચલાવી લેવાનાં જે વલણો દેખાઈ રહ્યાં છે તે અંગે આગળના ત્રણ લેખોમાં આપણે કેટલીક વાત કરી. પણ આ બધી ચર્ચાઓમાં આપણે સામાજીક નેટમાધ્યમોની અરાજકતાની વાતો કરી હતી. પરંતુ