સંઘરી રાખો જોડણીના ૩૩ નિયમો !!

સહયાત્રીઓ ! પહેલાં મુ. રતિકાકાના અથાક પ્રયત્નોથી આપણ સૌ ગુજરાતીજનોને ગુજ. લેક્સિકોનની સગવડ આંગળીને ટેરવે ઉપલબ્ધ થઈ હતી…..ને હવે તો આ જ સંસ્થાની સાથે જોડાઈને ઓક્સ્ફોર્ડ દ્વારા પણ ગુજ. જોડણીકોશ નેટોપલબ્ધ થયો છે ! હવે જોડણી નથી ફાવતી એવું બહાનું ચાલશે નહીં !! આજે એક વધુ

‘માતૃભાષા’ સાઈટના સભ્ય શ્રી પ્રવીણ મકવાણાનું સન્માન !

એક નિષ્ઠાવંત શિક્ષકનું સન્માન અમદાવાદ  મેનેજમેન્ટ  એસોસિયેશન  દ્વારા  શ્રેષ્ઠ  શિક્ષક  એવોર્ડ  2016 પ્રવીણભાઈ મકવાણા  પિસાવાડા  હાલમાં  મહુવા  આ કાર્યક્રમમાં  23-8-17 સાંજે  પાંચ વાગ્યે  એ. એમ. એ. અટીરા  એચ. ટી. પારેખ  હોલ વસ્ત્રાપુર.  સૌને કાર્યક્રમમાં પધારીને પ્રસંગને દીપાવવા માટે જાહેર નિમંત્રણ છે. પરિચય : ભાવનગર જિલ્લાના

સો શબ્દોની વારતા : મૈત્રી

– જુગલકીશોર સંજય અને ચીત્રા સાવ નાનપણથી જ સાથે મોટાં થયેલાં. બન્ને કુટુંબો સામસામે જ રહે. ઘુંટણભેર ચાલતાંય સાથે જ શીખેલાં. રમતરમતમાં એકબીજાનો હાથ પકડવાનું થતું, તે છેક કૉલેજ સુધી ચાલુ રહેલું – સાવ સહજ ભાવે. કૉલેજ પછી સંજયનું વીદેશ જવાનું ગોઠવાયું…વીઝાની કાર્યવાહી બન્નેએ સાથે

જોડણી : આડા–ઉભા–અવળાસવળા માર્ગો…….

જોડણીકોશના આરંભનાં પાનાંમાં જ્યારે “જોડણીના નિયમો” બતાવવામાં આવ્યા હોય ત્યારે એ બધાને સમજવાનું જરુરી હોય છે. આ નિયમો પાળવાના હોય તે સહજ છે. અંગ્રેજી શબ્દકોશોમાં નિયમો હોતા નથી. એનો અર્થ એ થયો કે શબ્દની જોડણી અંગે નિયમો નથી અથવા તે અંગે લખનારે–વાંચનારે તકલીફ લેવાની કે

ભાષા : શેને માટે ? કોને માટે ?

(આ સમગ્ર લખાણમાં હ્રસ્વ ઇ કે દીર્ઘ ઊ ન આવે તેની કાળજી લેવામાં આવી છે !) હમણાં કેટલાક સમયથી ફેસબુક ઉપર એક યજ્ઞ ચાલી રહ્યો છે. સામાન્ય રીતે સમાજનું ભલું કરવા માટે યજ્ઞ થતા હોય છે. આ પણ એવો જ એક શુભસંકલ્પ સાથે થયેલો યજ્ઞ

શ્રી ‘હાઈકુરશ્મિ’*નાં કેટલાંક હાઈકુ

સ્વ. સ્નેહરશ્મિના સોનેરી ચાંદ…..નામક હાઈકુ-ખજાનામાંથી કેટલાંક !! માર્ચ ’69ના ‘સંસ્કૃતિ’ માસીકમાંથી મને એક લેખ શ્રી ચંન્દ્રશંકર ભટ્ટનો મળી આવ્યો હતો જેમાં એમણે સ્નેહરશ્મીના હાઈકુસંગ્રહ “સોનેરી ચાંદ…..”નું રસદર્શન જેવું વીવેચન કરીને એમનાં હાઈકુઓનો આપણને તરબતર કરી મુકે એવો ખજાનો ખોલી આપ્યો છે ! આ લેખને જ આધારે

‘સ્વતંત્રતા, દે વરદાન’, આજ તો !!!

સ્વતંત્રતા, દે વરદાન એટલું :  ન હીન સંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ;  ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ  રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ; વાણી ન નિષ્કારણ હો કઠોર;  રુંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે;  ને આંખમાંનાં અમી ના સૂકાય; ન ભોમકા ગાય વસૂકી શી હો ! 

“મધુરતાના અધિપતિ”નું બધું જ મધુર હોય છે !

‘મધરાષ્ટકમ્’નુ રસપાન !                                      श्रीमद् वल्लभाचार्य विरचित  ‘मधुराष्टकम्’   अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् । हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ १ वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरम् । चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ २ वेणुर्मधुरो   रेणुर्मधुरो 

હાઈકુ-વીશ્વની ટુંકી સફરે… : (૧)

જાપાની કાવ્યપ્રકાર હાઈકુની અલૌકીક દુનીયામાં…..! નોંધ : [ઉ.જોશી સંપાદીત ‘સંસ્કૃતિ’ના 1965-67ના અંકો –કનુભાઈ જાનીના આશીર્વાદથી — મળી ગયા હતા. 1965ના ઓગસ્ટનો સંસ્કૃતિનો અંક હું સણોસરા ભણતો ત્યારે મેં વાંચ્યો હતો. એ અંકમાં સૌથી પ્રથમ વાર સ્નેહરશ્મીનાં 9 હાઈકુ પ્રગટ થયેલાં તે આજેય યાદ છે. ગુજરાતમાં

સળંગ પ્રોફેસર–કથા – ૭

‘તેણીશ્રી’ના દવાખાના–નીવાસની તૈયારી… પ્રોફેસર આમ તો સૌની વચ્ચે જ રહેવા ટેવાયલા છે. અને ભાગ્યે જ એમને ક્યારેય એકલા રહેવાનું થતું હશે. પત્નીશ્રીના સાંન્નીધ્યથી તો તેઓ એટલા બધા ટેવાયલા રહ્યા છે કે તેમના વીનાનું એકલું રહેવાનું એમની કલ્પનાની બહારની બાબત જ ગણાય. એક રીતે કહીએ તો

મિહિર નામે એક જણ –

આજે એક અલગારીની રખડપટ્ટી અને આખરે તેણે પોતાને ગંતવ્યે પહોંચીને આદરેલી કામગીરી – એ બન્નેની વાત એક સાથે મુકી રહયો છું. મિહિર પાઠક એનું નામ. નાનપણથી જ એને શીક્ષણક્ષેત્રે કશુંક નવું કરવાની ધખના. ફોર્મલ એજ્યુકેશનમાં શક્ય તેટલા ફેરફારો કરીને ઘણે અંશે બુનીયાદીને મળતું આવે એવું

માનસિક શાંતિ માટે મૅનેજમેન્ટ 

– ચિરાગ પટેલ  ભૂરો શાકભાજીનો પથારો કરીને બાજુમાં આરામથી સૂતો ’તો..બાજુમાંથી એક શેઠ નીકળ્યા. શેઠ :  ઉભો થા. ધંધા ના ટાઈમે સુઈ રઈશ તો  આગળ નઇ વધે. ભૂરો : આગળ વધીને શુ કરવાનું? શેઠ : પથારામાંથી દુકાન કરવાની, દુકાન માંથી વખાર કરવાની પછી એક્ષ્સ્પોર્ટ કરવાનું,

હાઈકુ–પંચ

હાઈકુ–પંચ – જુગલકીશોર   કાગડી મુકે ઈંડાં, માળામાં ગુંજે ‘કોયલ–કુક’ *** કરોડ ખર્ચી આંબે કરી કલમો; ફુટ્યા બાવળ. *** ચાંચમાં પુરી શીયાળ સમજાવે કાગડો હસે. *** નાણી–તાણીને ખરીદેલું વાવ્યું બી – તણાયું પુરે. *** હાથનાં કર્યાં હૈયામાં વાગે – આંબા ઉતાવળના.  

યામિની વ્યાસની એક રચના : ‘તું મને એટલી બધી ગમે…’

તું મને કૈં એટલી બધી…   તું મને કૈં એટલી બધી એટલી બધી ગમે, કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે. તું મને….   વ્હાલનો દરિયો ઊછળે એવા જોજન જોજન પૂર હો પાસે તો મનને મારાં લાગે કાંઠા દૂર સાવ રે ખાલી મન,

પરચુરણની તંગી ને ભોજુ.

ધનસુખ ગોહેલ. એ વખતેસ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર ની ભાવનગર, દરબારગઢ શાખા ને હેડ ઓફિસ સાથે જ બેસતા. ભોજુ આમ તો સાવ સામાન્ય માણસ. સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની હેડ ઓફિસ ને દરબાર ગાઢ શાખાનો નાનો કે મોટો કર્મચારી એક પણ એવો ના મળે કે જે ભોજુને

નેટજગતના એક જુનાજોગીની રચના : ‘નથી આવતી.’

શ્રી યશવંત ઠક્કર એક જાણીતું નામ. એમના સંવાદો નેટજગત પર રંગત જમાવતા હતા. આજે એમની એક પદ્યરચનામાં પણ એવી જ એક રંગત છે ! વાંચતાં જ મનને ભાવી ગઈ. મારા વાચકો સમક્ષ એને મુકીને એની રંગત સૌમાં વહેંચવાનો આનંદ ‘માતૃભાષા’ પર માણવાની તક સર્જકના આભાર

“બાપા, અમે શીંગડા માંડતાં શીખવીએ છીએ.” : દર્શક

પ્રવીણ, કે, મકવાણા,   મનુભાઈને કોઇક વાર વિદ્યાર્થીના વાલી પૂછતા : “મારા દીકરાને નોકરી મળશે ?” આ વાત સાંભળી મનુભાઈ રોકડુ પરખાવી દેતા, “મળે પણ ખરી, ન પણ મળે; અમે કાંઇ નોકરી માટે ભણાવતા નથી.” “તો પછે એમ શું કામ ભણે ? ખેતી તો અમારા

શાકભાજી : ખરીદીથી ખાવા સુધી ! (પ્રોફેસરકથા – ૫)

– જુગલકીશોર શાકને ખાતાં પહેલાં જેમ વઘારવા વગેરેની કામગીરી કરવાની હોય છે તેમ જ એને ખરીદવાની પણ કામગીરી હોય છે જે પણ ક્યારેક પ્રોફેસરને ભાગે આવી જતી હોય છે. ”આજે તો તમને ભાવે એવું કોઈ શાક લાવી દેશો ? ઘણા દીવસથી તમારી પસંદગીનું શાક ખાધું

ભુખ (વૃષ્ટી–વાર્તા ૧)

હવા–હવાઈ “મા, મને ભુખ લાગી…..” છોકરાએ મા સામું જોઈને કહ્યું. માએ એના વર સામે જોયું. તો એના વરે પોતાના પગના અંગુઠા તરફ આંખ નમાવી…..તો અંગુઠો ક્યારનો જમીન ખોતરતો દીઠો. “બાપુ, ભુખ લાગી છે.” બાપુએ એની વહુ સામે જોયું……તો એ પણ જમીન ખોતરતી જોવા મળી. છોકરાએ

લાશ (વૃષ્ટી–વાર્તા – ૨)

લાશ એક લાશ બધી લાશો વચ્ચે ઓચીંતી બેઠી થઈ ગઈ. એણે આસપાસ જોયું તો બધાં જ પોતાનાં કુટુંબીઓ હતાં. રોવાવાળું કોઈ ઘરે રહી ગયું નહોતું…. હાશકારો કરીને એ લાશ પાછી સુઈ ગઈ. – જુગલકીશોર –––––––––––––––––––––––––––––– તા. ૨૯,૭,૧૭.

સમય આવી પુગ્યો છે, ભાષાદેવીની પ્રસ્થાપનાનો !!

માતાની જીભનો  અમૃતસ્પર્શ  આજે  અનુભવાતો લાગે,  તો કોઈ એને  મજાક ન માને એવું ઈચ્છું.   આજે હું  મારી ભાષાને, મારી માતાની ભાષાને – જે મેં ગર્ભકાળથી સાંભળ્યા કરી છે – – ને વહાલ કરું તો પણ કોઈ એને વેવલાવેડામાં ન ખપાવે એવી ઈચ્છા રાખું;   હું એવી મહેચ્છા

મારાં ભાષાકાવ્યો – ૩

આ ભાષા કહો, કોની ?! રસ્તાનો ચાલનાર બોલે, પંડીતજી, રસ્તાનો બોલનાર સાચો ! ભીડ્યાં કમાડ જરી ખોલે, શાસ્ત્રીજી, ભીતરની વાતને વાંચો  !……….પંડીતજી.   ગાંધીના દેશમાં રસ્તાનો ચાલનાર બોલે, તે સાચકલી બોલી, ભાષા-સમાજમાં મોંઘેરાં મુલ એનાં વાંચો ચોપડીયું ને ખોલી ! છેલ્લે બેઠેલાંનો પાટલો પહેલો, ઓ જ્ઞાની,

મારાં ભાષાકાવ્યો – (૧)

– જુગલકીશોર       (૧) શબદ ટેરવેથી  નીતર્યો, ઝીલ્યો  શબદ, ને ઘડીમાં નીખર્યો, ખીલ્યો શબદ.   કેટલું તપ હેમચન્દ્રોનું  ભગીરથ – ગુર્જરી–ગંગા બની રેલ્યો  શબદ.   પ્રાકૃતીએ   કેટલો  સેવ્યો  હશે – ગુર્જરી  થૈ વિશ્વભર ફેલ્યો શબદ.   દેવભાષા  દાદીમાને  વારસે  ને, માત પ્રાકૃત ખોળલે

ભાષાકાવ્યો – ૨

જુગલકીશોર   (૧) બે અફવાઓ !   અફવા નં. ૧ ભાષાના ગૌરવગાનની જાતરા કાઢ્યા બાદ એ બધા જ મહાનુભાવોએ પોતાનાં સંતાનોને અંગ્રેજી માધ્યમેથી ઉઠાડી લેવાનો નિર્ણય કરી લીધો… છે…… અફવા નં. ૨ ગૌરવગાન કરતાં કરતાં કરાયેલા કેટલાક નિર્ણયોમાંનો એક નિર્ણય આવો પણ છે –  

માતૃભાષા પર એક નવા સર્જકની રચના : “હરિને અરજ”

હેમાબહેન રાવલનો પરીચય : વ્યવસાયે ગ્રંથાલય કર્મચારી. છેલ્લાં સોળેક વર્ષોમાં વિવિધ શૈક્ષણિક/સાર્વજનિક/વિશિષ્ટ સંસ્થાઓનાં ગ્રંથાલયો સાથે ગ્રંથાલય વ્યાવસાયિક તરીકે સંકળાયેલ. હાલ ઈડીઆઈમાં મદદનીશ ગ્રંથપાલ. મૂળ નાતો ભાષા અને સાહિત્યની સાથે. વિવિધ લેખકો, પ્રકાશકો, સાહિત્યિક સંસ્થાઓ, સમૂહમાધ્યમો સાથે છેલ્લાં છવ્વીસેક વર્ષોથી હસ્તપ્રતલેખન/પ્રતપરીક્ષણ/સંપાદન, પ્રૂફવાચન, કૉપી એડિટિંગ, અનુવાદ તેમ

શાક અને ભાષાની મજા માણો : પ્રોફેસર ચતુર્થોધ્યાય !!

   – જુગલકીશોર પ્રોફેસરની પ્રીય પ્રવૃત્તીઓમાં શાકની ખરીદીનો પણ સમાવેશ થાય છે. શાક ખરીદવું અને ખાવું એ બંને બાબતો સંપુર્ણ ભીન્ન હોવા છતાં ખરીદવાથી માંડીને ખાવા સુધીની બધી જ પ્રક્રીયાઓમાંથી પ્રથમ પ્રક્રીયા ખરીદવાની અને અંતીમ ખાવાની, એ બંને પ્રોફેસરને પ્રીય રહી છે. વચ્ચેની બધી જ

રમેશ પટેલની એક રચના : ‘આ ધરામાં કઈંક છે એવું…’

આ ધરામાં કઈંક છે એવું… જગપોથીઓ વાર્તા માંડે સાગર લાંઘી વિશ્વે ખૂલે આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું દે આવકારો દરિયા જેવો મૂઠી ઊંચેરો ગુર્જરી ભેરુ હૈયું વરસે વાદળ જેવું આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું રંગોની છાબથી ધરતી ગાતી ગઢ તીર્થોને પાળીયે

સરયૂ પરીખની રચના : ‘પ્રેરણા’

સરયૂ પરીખ પ્રેરણા તું આવી, ને  રૂહમાં  સમાણી, એક કમનીય કવિતા લખાણી. મંત્રમુગ્ધ હું મુશાયરામાં બેઠી, હું ઊઠું, તો કેમ ઊઠું? નવા કાગળ કલમ મેં વસાવ્યાં, એને મધુરા કવનથી સજાવ્યાં. એ કોરા કાગળિયાની સ્યાહીને, હું ભૂસું, તો કેમ ભૂસું? મારા હૈયાના તારને હલાવી, એમાં ગણગણતાં

મોરનો “થનગાટ” કે “થનગનાટ” ?

હમણાં હમણાં “મોરનો થનગાટ” વારંવાર સાંભળવા મળતો જાણીને શબ્દકોશો ફ્ફેસ્યા. ક્યાંય થનગાટ શબ્દ મળ્યો નહીં. થનગનાટ શબ્દ તો બહુ જાણીતો છે. થનથન કે થનક જેવા શબ્દો નૃત્ય સાથે સંકળાયેલા રહ્યા છે. પગમાં ઝાંઝરી પહેરેલું બાળક ચાલે ત્યારે આ શબ્દો વપરાતા રહે છે. થનથન અને થનક