મંથરા : જુભૈની એક તાજી વારતા

Posted by

મંથરા

– જુગલકીશોર 

 

લગ્ન કરીને આવ્યા પછી તેણીને પીયેર જવાનું તો અવારનવાર બનતું. સાસરે કોઈને આ બાબતે ક્યારેય વાંધો તો શું હોય બલકે એ આવનજાવનને સહજ ને ક્યારેક તો જરુરીય ગણવામાં આવતી રહેલી. એટલે પીયરઘેર અને સાસરવાસ વચ્ચે તેણીનું આવાગમન રહેતું.

પરંતુ આ વખતે તેણી ગઈ તો ગઈ પણ કેટલાંક જંતુઓય લેતી આવેલી તે વાત એના વરને તો શું એને ખુદનેય કલ્પનામાં નહોતી. 

ઘરનાં કામકાજોમાં મદદરુપ બની શકે અને પોતેય કેટલીક સામાજીક વગેરે પ્રવૃત્તીઓ કરી શકે તે માટે ચોવીસ કલાક સાથે રહી શકે તેવી એક દુખાએલી બહેનપણીને બોલાવવાની પ્રસ્તાવના તેણીએ મુકી જેને સૌએ એકી અવાજે વધાવી લીધેલી.

બહેનપણીએ આવતાંવેત ઘરની સઘળી કામગીરી ઉપાડી લઈને ને મળતાવડા સ્વભાવને કારણે સૌનાં હૃદયો જીતી લીધાં. સૌના ભાગે આવતાં નાનાંમોટાં કામો પણ એક પછી એક એણે ઉપાડી લીધાં હોવાથી સૌકોઈને મજાની રાહત થઈ જતાં બહેનપણી હવે ફક્ત બહેનપણી કે કામવાળી રહી નહોતી…..એણે સૌનાં ‘મનમાં વાસ’ કરી લઈને ખાસ તો નાનામોટા બધા જ પુરુષોને જીતી લીધા હતા.

અને એક દીવસ ન થવાનું થઈને જ રહ્યું.

જુદાં જુદાં, આટલા દીવસોનાં ભેગાં થયેલાં ‘કારણો’ને આગળ કરીને ઘરના બધા જ ભાઈઓ ઝઘડ્યા. વહુઓએ પોતપોતાનાં ‘અંગત’ રસોને કારણે આ પ્રકરણમાં સુર પુરાવ્યો. પરીણામે એક સારો દીવસ–વાર જોઈને, ને તેણીને વનવાસ આપીને, સૌ અલગ થઈ ગયા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *