સો શબ્દોની વારતા : મૈત્રી

Posted by

– જુગલકીશોર

સંજય અને ચીત્રા સાવ નાનપણથી જ સાથે મોટાં થયેલાં. બન્ને કુટુંબો સામસામે જ રહે. ઘુંટણભેર ચાલતાંય સાથે જ શીખેલાં.

રમતરમતમાં એકબીજાનો હાથ પકડવાનું થતું, તે છેક કૉલેજ સુધી ચાલુ રહેલું – સાવ સહજ ભાવે. કૉલેજ પછી સંજયનું વીદેશ જવાનું ગોઠવાયું…વીઝાની કાર્યવાહી બન્નેએ સાથે મળીને કરેલી. બન્નેનાં લગ્ન પછી ચીત્રા પણ જશે.

એવામાં જ તત્કાલ હાજર થવાનો આદેશ અને ટીકીટ આવી જતાં ચીત્રાને સરપ્રાઈઝ આપવા તે ગયો. અંદર કોઈ યુવાન સાથે થતી વાત સાંભળી.

“પણ સંજય બહુ દુખી થશે.” – ચીત્રા.

“પણ તારી ઇચ્છા….” – યુવાન

“ઇચ્છા તો છે પણ….સંજય….”

બીલ્લીપગે સંજય નીકળી ગયો. પચ્ચીસ વર્ષે પહેલીવાર જ તે લાંબી મુસાફરી એકલો કરશે.

2 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *