ભુખ (વૃષ્ટી–વાર્તા ૧)

Posted by

હવા–હવાઈ

“મા, મને ભુખ લાગી…..” છોકરાએ મા સામું જોઈને કહ્યું.

માએ એના વર સામે જોયું.

તો એના વરે પોતાના પગના અંગુઠા તરફ આંખ નમાવી…..તો અંગુઠો ક્યારનો જમીન ખોતરતો દીઠો.

“બાપુ, ભુખ લાગી છે.”

બાપુએ એની વહુ સામે જોયું……તો એ પણ જમીન ખોતરતી જોવા મળી.

છોકરાએ કશું કહ્યા વીના બન્ને સામે વારાફરતી વકાસ્યાં કર્યું.

એટલી વારમાં આકાશમાં વીમાનનો અવાજ સાંભળીને છોકરો બહાર દોડી ગયો.

બાઈ એના વરને કશું કહે તે પહેલાં એણે કહી જ દીધું : “આ ખાવાના પડીકાં ફેંકવાવાળું વેમાન નથી….”

છોકરો ઘરમાં આવીને બોલ્યો, “આજેય પડીકાં ફેંકવાનું વેમાન નો આવ્યું….”

 

– જુ.

–––––––––––––––––––––––––

તા. ૨૯, ૦૭, ૧૭.

2 comments

  1. ભીનામા રહેવાય
    કાંઇ
    બળતામા રહેવાય?
    આવી હેલી સદા રહો ભાગના પડીકાની !

  2. બંને વૃષ્ટિ-વાર્તાઓ અવાચક કરી ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *