નીવૃત્તીની દીશામાં … … …

Posted by

કેટલીક ઈબુકો પ્રકાશીત થઈ ચુકી છે તેને સાઈટ પર ચડાવવાની બાકી છે તથા છંદના કેટલાક અંકો મુકવાના બાકી છે તેટલા પુરતું માતૃભાષાને પાને કામ, ભલે સાવ ધીમી ગતીએ પણ, ચાલુ રાખવું પડે તેમ હોઈ ત્યાં સુધી લેપટોપ પર બેસવાનું થશે.

બાકી હવે રસ ઘટતો જાય છે.

ક્યારે…….ક કશુંક મુકવાનું થાય તોય ફેસબુકે મુકી દેવાની ગણતરી છે. વળી હજી કેટલાંક મારાં સર્જનોને ઠીકઠાક કરીને બુકરુપ આપવાનું છે તેમાં જ વ્યસ્ત થવાશે, રહેવાશે.

ને ક્ષીતીજે એક મસ મોટું કામ જે મારા સ્વભાવ મુજબ અત્યંત અઘરું હોવા છતાં ગુરુજી કનુભાઈએ સોંપ્યું હોઈ તેના પર જ ધ્યાન દેવું પડે તેમ છે. આ કામ એક ધારું બેસવા પછી પણ ત્રણચાર વરસો લઈ લે તેવું છે. આ સાહીત્ય તે ભારતની જ નહીં પણ જગતની એક આદ્ય સંપત્તી છે, તેના પર કામ કરવાનો આદેશ છે !

કાર્ય શરુ કરીશ તો અને ત્યારે તેની વીગતો મુકવાની થશે જ. આશા રાખું કે આ કાર્યની તક જે મળી છે તેને ન્યાય આપી શકું.

હમણાં તો હવે ઈમેઈલમાર્ગે જ મળવાનું રહેશે. jjugalkishor@gmail.com

4 comments

 1. તમારૂં બધું કાર્ય ઈ-પુસ્તકો રૂપે એકઠું કરી એક જગ્યાએ લોકોના અભ્યાસ માટે મૂકજો. શોધખોળ કરનારા વિદ્યાર્થીઓ અને જ્ઞાનપિપાસુઓને ઉપયોગી થશે. કોઈ એવી સંસ્થા હોય કે જે આ બધું ભાવી પ્રજા માટે સાચવવાની જવાબદારી લે તો એ સંસ્થાને સોંપજો. કલાના અન્ય સ્વરૂપોને સાચવનારી થોડી સંસ્થાઓ મારી જાણમાં છે.(દા.ત. અલકાજી ફાઉન્ડેશન ફોટોગ્રાફસ સાચવે છે).

 2. એક સુધારો સૂચવું ? – બ્લોગ પરથી નિવૃત્તિ !
  તમે ધારો તો પણ નિવૃત્ત થઈ શકો, તેવા જીવ નથી .

 3. મુર્ર્બી જુગલ કીશોર ભાઈ
  આપે આગોતરા કામની વિગત જણાવી તે મારી પ્રભુ ઈશ્વર અલ્લાહ પાસે પ્રાર્થના છે આપને લાંબુ અને સ્વસ્થ
  આયુષ્ય મળે
  આપને Facebook ઉપર મળવાનુ બને છે
  ફરી પણ આપને હીંમત સાથે આપનુ મનગમતું કાર્ય કરવાની પ્રભુ શક્તિ આપે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *