સાઈટ અંડર ટ્રીટમેન્ટ !!

Posted by

મારી સાઈટ, નામે ‘માતૃભાષા’ છેલ્લા કેટલાક સમયથી બીમાર છે. એનાં નીદાન–ચીકીત્સા “શક્ય તેટલી ધીમી” ગતીએ ચાલી રહ્યાં છે. ખબર પુછવાવાળાં – સારુ છે કે – બહુ ઓછાં, કહો કે નહીંવત્, હોઈ એટલા પુરતું ટૅન્શન તો નથી.

હાલ દરદી, દરદીના ઓર્ગેનાઈઝર અને દાગતર ખુદ પણ આળસ નામની બીમારીની હાલતમાં છે. આમેય માતૃભાષાની હવે બહુ તાતી જરુર રહેતી ન હોઈ દરદી સાજા થાય કે નહીં; વહેલા થાય કે મોડા બહુ ચીંતાનો વીષય ન ગણાતો હોઈ દરદીનાં સગાં પણ નીરાંતવા જીવે નર્મદના શબ્દોમાં “ધીરે ધીરે સુધારાનો સાર” અપનાવી રહ્યા છે !

સૌનું કુશળ–મંગળ ઈચ્છતો,

આપ સૌનો,

– જુ.

2 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *