“માતૃભાષા”ને અનેરો, અવર્ણનીય આવકારો !!

Posted by

સ્નેહી સહયોગીઓ !

આપ સૌનો માતૃભાષાપ્રેમ મારી વેબસાઈટ “मातृभाषा–स्वान्त:सुखाय” ને એક અવર્ણનીય આનંદ આપનાર બની રહ્યો છે !

તા. ૧૩મી જાનેવારીને દીવસે આરંભાયેલી આ યાત્રા આજે ત્રણ માસ પુરા કરીને ચતુર્થ માસે પ્રવેશી રહી છે ત્યારે વાચકોનાં ટેરવાં કે જે સૌસૌના કીબોર્ડે ફરતાં ફરતાં આ વેબસાઈટને અનેરો સ્પર્શ કરતાં રહ્યાં તેણે ક્લીકઆંકને ૯૧, ૯૨૩ ઉપર પહોંચાડી દીધો છે !! ફક્ત ગઈકાલનો જ – એક દીવસીય – આંક ૪૧૦૦ ઉપર જઈને મને આ લખવા પ્રેરી ગયો છે. (આ બેએક દીવસોમાં આ સાઈટનું કેટલુંક રીપેરીંગકામ ચાલી રહ્યું હોઈ સાઈટ પર નીયમીત રહેવાયું નથી…..)

મેં તો કેવળ નીષ્ઠાને વશ રહી સાહીત્યરસથાળ પીરસવા પ્રયત્ન કર્યો છે; વાનગીઓમાં એવું શું હતું તે તો મારા કરતાં આપ જ વધુ કહી શકો !

હું તો બસ, એટલું જ કહીશ કે આ આપ સૌની માતૃભાષાપ્રીતીનો જ પરચો છે. બીજો પરચો આ સાઈટ પર અલપઝલપ પોતાનાં લખાણો મુકનારાં લેખકોની કલમોનો કહીશ. લેખકો અને વાચકોનો આ સહીયારો પરચો મને એક નવી દીશા આપનારો બની રહે તો નવાઈ નહીં !!

આવનારા સમયમાં મને, આ મારા નવા વેબમાધ્યમ વડે આપણી શાણી વાણીની સેવા કરવામાં આપ સૌના સહકાર અને માર્ગદર્શન મળતાં જ રહેશે તેમાં શંકા નથી.

સૌનું ઋણ સ્વીકારીને આભાર સાથે આજે તો બસ, આટલી જ વાત. હવે પછી વીગતવાર………

આપનો, – જુગલકીશોર.

 

5 comments

 1. જુ’ભાઈ,
  આપની માતૃભાષા પ્રત્યેની નિષ્ઠાનું છે આ પરિણામ. આપને ખોબલો ભરીને અભિનંદન.

 2. આપની માતૃભાષા પ્રત્યેની નિષ્ઠાનું છે આ પરિણામ. આપને ખોબલો ભરીને અભિનંદન.

  1. માનનીયા દીદી ! આપે સારું યાદ દેવડાવ્યું !
   આજે સવારે જોયું તો ૨૪ કલાક દરમ્યાનનો આંકડો ૪૮૪૬ હતો !! એટલે કે પાંચ હજારમાં ફક્ત ૧૫૪ ઘટ્યા !!!
   આજે કુલ આંક ૧,૩૯,૮૬૯ ઉપર પહોંચ્યો છે. ચારેક માસના ટુંકા ગાળામાં વાચકોનો આટલો સ્નેહ ભાવવીભોર કરે તે સહજ છે….આપનો વ્યક્તીગત સહકાર પણ ધ્યાન ખેંચનારો રહ્યો છે.

   ખુબ ખુબ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *