ખાસ જણાવવાનું કે –

Posted by

નેટગુર્જરીના બ્લૉગને બંધ કરીને આ નવી સાઈટ શરુ કરવામાં ભાઈ ઈશિત, ભાઈ ચીરાગ તથા અશોકભાઈ (અ.મો.)એ મને સતત મદદ કર્યા કરી છે. છતાં કેટલીય બાબતો એવી છે જેને હું જાતે જ ગોઠવવા મહેનત કરતો રહું છું…..

ને છતાં કેટલુંક અધુરું જ રહી જાય છે જેને પુરું કરવા માટે આપ સૌ વાચકો–લેખકો–સહયોગી બ્લૉગરોની મદદ જ જરુરી ગણાય. આ બાબતો નીચે મુજબ છે :

૧) મારી સાઈટ માતૃભાષા http://www.jjugalkishor.in/ના ડાબીબાજુ સાઈડબાર પર “સહ પ્રવાસીઓ ” શીર્ષક નીચે કેટલાક ફોટાઓ છે જે આમ તો મારી સાઈટને સબ્સ્ક્રાઈબ કરનારાં હોવાં જોઈએ….પરંતુ એ વીભાગમાં કેટલુંક અવ્યવસ્થીત જણાય છે. કોઈના બે ફોટા પણ એમાં છે તો વારંવાર સંખ્યામાં કારણ વગર વધઘટ થયાં કરે છે…..આ વીભાગ અંગે સબ્સ્ક્રાઈબ કરનારાં આપ સૌ મને જાણકારી આપશે તો આભારી થઈશ….

૨) નેટગુર્જરી પર બહુ મોટી સંખ્યામાં બ્લૉગરોએ પોતાના બ્લૉગની લીંક મોકલી હતી…હવે આ સાઈટના મૅનુ “સહયોગી બ્લૉગ્સ” પર તે બધા બ્લૉગમાંના કેટલાકની લીંક ખોટી છે. આ યાદી માટે લીંક મોકલવા ખાસ ભલામણ છે.

૩) કેટલાક બ્લૉગની મુલાકાતો હું નીયમીત લઈ શકું છું પણ દરેકની મુલાકાત નીયમીત લઈ શકાય તે માટે જમણી બાજુના સાઈડબાર પર ચૅક કરીને બ્લૉગરનો છેલ્લો પ્રગટ થયેલો લેખ હું જોઈ શકું તે માટે RSS માટે આપના બ્લૉગનું URL મોકલી આપવા વીનંતી છે…..મારા સાઈડબાર પર તેમના બ્લૉગનાં તાજાં લખાણોની જાણ મારા વાચકોના ધ્યાન પર આવે તે માટે પણ આ જરુરી છે…..

૪) ગુજરાતી સાહીત્યની ઉત્તમ પંક્તી મને કોઈ મોકલશે તો તે પંક્તીને મોકલનારના નામ સાથે રંગીન રનીંગપંક્તીના માધ્યમથી નીયમીત મુકવાનો ખ્યાલ છે. દસ શબ્દોથી વધુ ન હોય તેવી ગદ્ય કે પદ્યની એક પંક્તી  મુળ લેખકના તથા મોકલનારના નામ સાથે મને મોકલી આપવા વીનંતી છે. આ સુત્રાત્મક પંક્તીઓ દ્વારા વાચકો આપણા ઉત્તમ લેખકોને યાદ કરી શકે તે મોટો લાભ છે.

૫) મારી સાઈટ પર મારા સીવાયનાં લેખકોનાં લખાણો સાર્થકોશ મુજબની જોડણીથી મુકાતાં હોઈ તે સૌ લેખકોના બ્લૉગનો પરીચય માતૃભાષા પર થાય તે જરુરી લાગે છે…..જે કોઈ ઈચ્છતા હોય તે સૌ કોઈ પોતાના બ્લૉગની લીંક મને મોકલશે તો ગમશે…….(હું એક ઈ–ઉની જોડણીમાં માનું છું એટલે મારી સાઈટની લીંક અન્ય બ્લૉગ ઉપર પ્રગટ થાય નહીં તે સમજી શકું છું…તે સહજ છે. પરંતુ આપ સૌના બ્લૉગની યાદી માતૃભાષા નીમીત્તે મુકાશે તો વાચકોને ઘણો લાભ મળશે તેમ માનું છું.)

મારા ધારવા કરતાં આ સાઈટ પર વાચકોની સંખ્યા ઘણી વધી શકી છે તેનો આનંદ છે. એક દીવસના હજારથી પણ વધુ ક્લીક ક્યારેક થયાનું જણાયું હોઈ માનું છું કે આ વખતે લેખોની ગુણવત્તા વધી હોય તેમ બને. આમાં કેટલાક લેખકોનો પણ ફાળો છે તે જોઈ શકાય છે……જમણા સાઈડબાર પર માતૃભાષાના લેખકોની સ્લાઈડ જોઈ શકાય છે….હજી તેમાં ઉમેરો થતો રહે તેવી અપેક્ષા છે જ !! સૌને ખુલ્લું નીમંત્રણ છે.

સૌને ધન્યવાદ – સૌનો આભાર – સૌને નીમંત્રણ

અને સૌને –

“જય જય ગરવી ગુજરાતી !”

– જુગલકીશોર.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *