શ્રી ‘હાઈકુરશ્મિ’*નાં કેટલાંક હાઈકુ

Posted by

સ્વ. સ્નેહરશ્મિના સોનેરી ચાંદ…..નામક હાઈકુ-ખજાનામાંથી કેટલાંક !!

માર્ચ ’69ના ‘સંસ્કૃતિ’ માસીકમાંથી મને એક લેખ શ્રી ચંન્દ્રશંકર ભટ્ટનો મળી આવ્યો હતો જેમાં એમણે સ્નેહરશ્મીના હાઈકુસંગ્રહ “સોનેરી ચાંદ…..”નું રસદર્શન જેવું વીવેચન કરીને એમનાં હાઈકુઓનો આપણને તરબતર કરી મુકે એવો ખજાનો ખોલી આપ્યો છે ! આ લેખને જ આધારે એની કેટલીક બાબતો સાવ સંક્ષેપમાં અહીં રજૂ કરું છું.

આ લેખમાં શ્રી ભટ્ટે સ્નેહરશ્મિનાં હાઈકુસંગ્રહમાંથી વીણીવીણીને સુંદર હાઈકુઓનો પરીચય કરાવ્યો છે. એમણે સ્નેહરશ્મિનાં હાઈકુઓને અનેક વીભાગમાં વહેંચીને અપણા માટે સરળતા કરી આપી છે, આ હાઈકુઓની અનેકવીધ ખુબીઓ સમજવા માટે. સંગ્રહના લેખકશ્રી તથા વિવેચકશ્રી બન્નેને વંદન સહ; સાભાર – જુ.

——————————————————————————————–

હાઈકુસંગ્રહનું સૌથી પ્રથમ હાઈકુ જાણે સંગ્રહનું ઉદ્ઘાટન કરતું હોય તેવું છે ! જુઓ :

હિમશિખરે

ફૂટે પરોઢ: અહો !

સૂર્ય હાઈકુ !”

સ્નેહરશ્મિના કુમાશભર્યા જીવનનું દર્શન આ હાઈકુમાં થાય છે. તેઓની કવીસહજ કુમાશ વ્યક્ત કરતાં આ હાઈકુ જુઓ :

 • નાજુક તારી / આંગળી ચૂંટે ફૂલ – / ઘવાય નેણ
 • પરોઢે ચૂંટું / ફૂલ હું ; ફૂલછાબ / બનતી ભીની

વર્ષા અને ચંન્દ્રનાં વીવીધ રુપો :

 • ઝાપટું વર્ષી / શમ્યું; વેરાયોચન્દ્ર / ભીના ઘાસમાં
 • પવનદોડે — /  ઝીંકાય  પીઠે તાતાં  / વર્ષાનાં તીર
 • ગયુંઝાપટું  / વર્ષી  : કીરણો  ભીનાં / હવે હવામાં.

ચન્દ્રનાં વીવીધ  રુપો :

 • ભૂલી ગૈ ચંદા / મોગરાનીકુંજમાં  / ઓઢણી એની
 • ડુંગરટોચે / ચાંદો : ખીણે ચાંદની  /  રહી વીંધાઈ
 • ખંડ ખંડમાં / ભાંગી તળાવેલસે  / ચંન્દ્ર અખંડ [વીરોધી સંયોજન દ્વારાઉપસતું ચીત્ર]
 • ચઢેઆકાશે /  ચંન્દ્ર: પર્ણે ઝીલાતી  / ચાંદની  કૉળે  [પાંદડાં  પર  ચારુતાનું દર્શન]
 • પોયણીવચ્ચે / તરે  હંસલો : ચંન્દ્ર /  ચઢ્યો  હિલ્લોળે [નાનકડા હાઈકુમાં ચાંદની-પોયણી-હંસની ધવલતા દ્વારા આભ અને જલરાશીનો વ્યાપ ગુંથાયો છે.]

મૃગની આંખે ચન્દ્ર :

 • બે ડાળ વચ્ચે / ઝલાયો ચન્દ્ર: જુએ / કૌતુક મૃગ

ચીત્રાત્મકતા :

 • સાગરે ઓટ / ચિતરામણ કાંઠે /કરચલાનાં 
 • પર્ણ વિનાની / ડાળીઓમાંસૂરજ / ટીંગાતો જાય

પંચેન્દ્રીયો દ્વારા અનુભવાતાં ચીત્રો :

 • ઊડી ગયું કો / પંખી કૂજતું : રવ/  હજીયે  નભે
 • ઝૂંપડીઓના / ધૂમાડેનંદવાયાં   /  રવિકિરણો  (ધુમાડાની ગતીલીલા)
 • ચડતીપ્હાડે  / ગાડી : નીચે ખેતર  / ચગતાં  રાસે  ( ગતી)
 • ઠીંકરીજળે /  ઠેકતી  જાય: સરે / ઝાંઝર  એનાં  (ગતી-ધ્વની : ગુજરાતીનું બહુ જાણીતું/માનીતું  હાઈકુ)
 • વીજ ગોખમાં/  ચીતરી  ગૈ  ટહુકો /  કોક  અદીઠો (કાન-આંખ/ધ્વની-રંગોનું સંયોજન)
 • લીલુડાં વૃક્ષ, / શ્યામપંખી : રૂપેરી  /  વાદળી : સૂર્ય (રંગલીલા)
 • નીલ આકાશે/ તરે  હંસલો : નીચે  / સાગર  નીલ  (આકાશ-સાગર-ને સાંધ્યાં રંગ/હંસથી !)
 • શ્યામ જલધિ/ ઊગે  ચન્દ્ર : રૂપેરી  /  છલકે  મોજાં (રંગવીરોધ)

ભાવસ્પર્શથી આલેખાતાં વીવીધ  હાઈકુઓ :

 • પૂર્ણિમા મથે/ સમાવા  અબ્ધિ-હૈયે — / ચૂંદડી  લ્હેરે
 • નવવધૂએ/  દીપ  હોલવ્યો : રાત  /  રૂપની  વેલ
 • પડેઊપડે  / પાંપણ  તારી  : જંપ / ન મારાં  નેણે
 • દેવદર્શને/ ગયો  મંદિરે : જુએ / વેણીનાં  ફૂલ  !
 • ઘરથીવને  / ગયો  તો રસ્તે  વેલ / લજામણીની
 • જાગ્યુંબાળક /  પેખી  માને, મલકી /  ફરીથી  પોઢ્યું
 • પંખીનુંયુગ્મ / બાંધે ખંડેરે  માળો / બિસ-તંતુનો
 • ખખડેસૂકાં  / પર્ણો નીચે;  ઉપર  /  કૂંપળ  ફૂટે
 • વ્હેરાયથડ ; /  ડાળે માળા  બાંધતાં  /  પંખી કૂજતાં  [આપણે  અહીં કૂજતાંની જગ્યાએ ‘ધ્રૂજતાં’ કરી શકીએ !]
 • નવાંફૂલોએ  /  ગયા  ઢંકાઈ   કાંટા /  જૂની  વાડના
 • પુરાણુઘર : /   લ્હેરે  મધુમાલતી  /  આંગણે  નવી
 • એ જ પોલાદી/ ટેંક : રમે  છે  નીચે /  અળશિયાં  ત્યાં. (અળશીયાં માટીના નવસર્જન માટે જાણીતાં  છે)
 • હીરોશીમાની/  રજ  લઈ  જનમાં /  ઘૂમે  વસંત (અતીત સાથે વર્તમાનનો મેળ/દરેક
 • કાંઠેખંડેર : / નદી  પુરાણી : વ્હેણ / જળનાં  તાજાં  પદાર્થપ્રતીક બને છે)
 • કૂંપળતાજી — / જુએ  યૌવના  આંસું  / આંખનાં  ખાળી 

આશા-નીરાશા : મૃત્યુનું માંગલ્ય :  મુલ્યહ્રાસ વગેરે :

 • કપાયોનભે / કનકવો : ફીરકી  / કરે  ભરેલી
 • અજાણ્યાંગયાં /  ખૂલી દ્વાર : કલગી  /  મૃત્યુને  કરે !
 • પેપરવે’ટ/  સામે  મારી;  કાગળ / ચોગમ  ઊડે
 • પરોવાયાઆ /  મણકા  સૂત્રે :  છેડા / બે  હજી જુદા
 • ચન્દ્રનભમાં /  ફૂલ  લતાએ  : કુંજે / ટહુકો  નહીં !

નવી અભીવ્યક્તી :

 • વિપર્ણવૃક્ષ : / શાખાઓમાં વિલસે  / કલા શૂન્યની
 • પતંગિયુંત્યાં / થયું  અલોપ : શૂન્ય / ગયું  રંગાઈ  ( ગુજ.નું જાણીતું-માનીતું  હાઈકુ)
 • છાતીએશીલા / વદને  વજ્ર : નેણે /  છલકે  વાણી
 • અમાસઘોર  / પ્રકાશ-છોળે હૈયાં  /  ઝાકમઝોળ
 • ગીચઝાડીમાં  / અમાસ  મૂંગી ફરે  /  બોલે તમરાં
 • શિખરેવેરે  / સૂરજ  સોનું : નીચે  / ખીણ અંધારી    (જાણીતાં હાઈકુ)
 • ભરુંપાણીડાં  / સવા  લાખની  મારી /  ચૂંદડી  કોરી     
 • જુએહરિણી /  આંખ  સિંહની : હિમ /  વસંત-પુષ્પે
 • નિષ્કંપ કુંજે /ફૂલ : શાંત સાગરે  / તરણી  મારી

સમાપન :

 • કલગીઆ મેં  / ગૂંથી  અન્યને  ફૂલે;  /  સૂત્ર    મારું 

(હાઈકુને ગુજ.માં લઈ આવનાર સૂત્ર જ મહત્ત્વનું હોય ને !!)

––––––––––––––––––––––––––––––––––––––––––––––––

* કાકાસાહેબ કાલેલકરે સ્નેહરશ્મિને કરેલું સંબોધન !

 

One comment

 1. સુંદર મજાના શબ્દચિત્રો વાંચવાની મજા પડી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *