પાછલી પેઢીની પ્રસાદી

Posted by

આપણા અમર વારસાની બે જણસ

(ઝૂલણાં)

 

તું મહાકાવ્ય થઈ વિશ્વ વ્યાપી રહ્યો

        ત્યાં વળી કવિતડું શું કરું હું ?

અખિલ બ્રહ્માંડ રસરાજ રેલી રહ્યો

        રસ તણી વાડકી શું ધરું હું ?

સૃષ્ટિ શણગારી અદભુત અલંકારથી

        વાગ્ અલંકાર સૌ વ્યર્થ ભાસે;

મોહ નથી કાવ્યનો માત્ર જીવી રહ્યો

        તુજ મહાકાવ્યની એક આશે.                       

                                            – હરિહર ભટ્ટ

************************************ 

(વસંતતિલકા)

હું ધૂમજ્યોતિજળનો  લઘુ  સંનિપાત,

તું પ્રેરણા ભગવતિ ! હું નિમિત્ત માત્ર;

મારું સ્વતંત્ર કંઈ તે બસ કામના આ :

मातस्तथा कुरु यथेच्छसि અન્ય કૈં ના.   

                            – મનસુખલાલ ઝવેરી

2 comments

  1. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનીર અસ્યોપજાયાતે…
    સુંદર કાવ્યો સાથે રસદર્શન હોય તો વધુ મઝા આવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *