જોડણી નિયમો અંગે (ગતાંકથી આગળ)

Posted by

૩૩ નિયમો તો જોયા ને સંગ્રહી પણ રાખ્યા જ હશે તેમ માનીને આગળ ચાલીએ.

ગયે વખતે જોયું તેમ જોડણીકોશ કે શબ્દકોશમાં નિયમો જ છાપવામાં ન આવે તો પછી કોઈ માથાઝીંક રહે નહીં અને કોશમાં જેમ હોય તેમ જ ગોખી મારવાનું રહે ! કોઈ પણ જાતની ચેંચેંપેંપેં કરવાની રહે જ નહીં.

પણ એક વાર જો નિયમો છાપીને શરૂઆતમાં જ મૂકી દેવામાં આવે તો પછી શબ્દની જોડણી કરતાંય વધુ તકલીફ નિયમોને સમજવાની પળોજણ અને યાદ રાખવાની માથાઝીંક કાયમ માટે માથા ઉપર સવાર થઈને જ રહેવાની.

દાખલા તરીકે આ ૩૩ લક્ષણો જેવા નિયમોનો પહેલો જ નિયમ તમે સંઘરી રાખેલા પાના ઉપરથી કાઢીને વાંચી જોશો તો લખ્યું છે કે –

“નિયમ- 1] સંસ્કૃતના તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા. મતિ; ગુરુ; વિદ્યાર્થિની.”

હવે આ નિયમ મુજબ જોવા જઈએ તો બે મુદ્દા સામે આવીને ઊભા રહેશે :

૧) તત્સમ એટલે કે મૂળ સંસ્કૃતમાંથી આવેલા હોય તે શબ્દોની જોડણી સંસ્કૃતના નિયમો મુજબ જ કરવાની રહે છે. તો પછી શબ્દકોશમાંના હજ્જારો શબ્દોમાંથી સંસ્કૃતના શબ્દો કયા કયા હશે તે કેમ કરીને જાણવું ?! કોશનાં પાનાં ફેરવીને દરેક શબ્દની સાથે આપેલી નિશાની દ્વારા જાણવું પડે કે શબ્દ ગુજરાતીનો છે, સંસ્કૃતનો છે, ફારસીનો છે કે પછી ઉર્દૂનો છે ?!! જો સંસ્કૃતનો હોય તો તેની જોડણી ત્યાં આપેલી જ હોય તેથી નિયમો ગોખવાની મહેનત કોઈ કરે જ નહીંં…..

૨) સંસ્કૃત સિવાયની બીજી ભાષાના શબ્દો (આ શબ્દોને તત્સમ શબ્દો નહીં કહેવાના શું ?)ની જોડણી કયા નિયમ મુજબ કરવાની ? દા. ત. બે શબ્દો જુઓ : ઇરાક અને ઈરાન

હવે સહેજ ઊંડાણમાં જઈને જોઈશું તો જણાશે કે બન્ને શબ્દોની બાજુમાં બતાવાયા મુજબ ‘ઇરાક’ શબ્દ અરબી ભાષાનો છે અને ‘ઈરાન’ શબ્દ ફારસીનોછે !! ઇરાકમાં ઇ હ્રસ્વ ઇ છે તો ઈરાનમાંનો ઈ દીર્ઘ ઈ છે ! એનો અર્થ એ થયો કે અરબી અને ફારસીના પણ નિયમો આપણે જાણવા પડવાના ?!

આ પહેલો જ નિયમ કહે છે કે જોડણીશુદ્ધિનો આગ્રહ રાખનારા–રખાવનારાએ બધી જ ભાષાઓના જોડણીનિયમો પણ શીખવા જ પડે !

અંગ્રેજી શબ્દોમાંની ‘I’ (આઇ) આવે ત્યારે ગુજરાતી શબ્દમાં ઇ રાખવો કે ઈ રાખવો તેની વિચારણા કરવાની થાય છે. જાણ્યા પ્રમાણે ગુજરાતી કોશમાં અંગ્રેજીમાંથી આવેલા શબ્દોની જોડણીની કેટલીક વ્યવસ્થા થઈ છે. પણ એ અંગેનો કોઈ નિયમ બતાવાયો નથી…ખરેખર તો ૩૩ નિયમોમાં આ બધા નિયમોનો સમાવેશ પણ કરવાનો થશે જ ને ?

ન જાણું.

 

3 comments

    1. આજે નહીં તો કાલે આ કરવું તો પડશે જ. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *