રાવણદહન અને ગાંધીજયંતીની વચ્ચેના દીવસની વાત….

Posted by

રાવણદહન અને ગાંધીજયંતી વચ્ચેના આજના આ દીવસે બન્નેને સાંધનારી કડી તે રામ ! એકનો મારક અને બીજાનો તારક !!

રાવણે રામને બહુ મોટી પ્રસીદ્ધી અપાવી હતી. રામનું રામત્વ બીજા બહુ અંશો થકી ઓળખાયું હોવા છતાં રાવણત્વના વીનાશ નીમીત્તે તે દશેરાને ઉત્સવ બનાવી મુકનારું બની ગયું છે ! દશેરાને નોરતાની માળાનો મેરુ બનવાને બદલે એક સ્વતંત્ર ઉત્સવનીમીત્ત બનાવે છે.

ગાંધીજીનું ગાંધીત્વ પણ, બીજા બહુ અંશો થકી ઓળખવાનું હોય છતાં રામનામના રટણે રામને એક અનેરું સ્થાન આપનાર છે. દાસીએ ભળાવેલું રામનામ ગાંધીને જીવનનાં એક પછી એક પગથીયાં ચડીને જગતઈતીહાસની એક ટોચ ઉપર પહોંચાડનારું બની ગયું હતું.

રામને એમણે દાશરથી રામ કરતાંય એક જુદી જ ભુમીકા આપીને આપણી સમક્ષ ધાર્મીકતાને પણ નવું પરીમાણ આપ્યું એમ કહેવાનો સંકોચ નથી.

રાવણ અને ગાંધી એ બે છેડાંની વચ્ચેના આજના આ વચલા દીવસે વીચારવા બેસીએ તો પાર ન આવે તે સાચું પણ એ બેની વચાળે બેસવાનું આપણું ગજું પણ નહીં એ વાતનો સ્વીકાર કરવો જ રહ્યો. એટલે, આજના દીવસે, ગઈકાલે રાવણને સળગાવ્યાનો  ભ્રમ અને આવતીકાલના ગાંધીના જન્મદીને લેવા જોઈતા સંકલ્પોમાંની છલના   

આ ભ્રમ અને છલના વચ્ચે જ અટકું.

– જુગલકીશોર.

3 comments

 1. શ્રી રામ નામે યાદ આવે …
  જ્ઞાન એ જ છે કે જેમાં માન જેવું એક ૫ણ દોષવાળું તત્વ નથી અને જે સર્વમાં સરખી રીતે સમાનભાવે બ્રહ્મને જુવે છે.વૈરાગ્ય તેને જ કહેવો જોઇએ કે જેને સૌ સિધ્ધિઓને તથા ત્રણ ગુણોને તણખલાની જેમ ગણીને તેનો ત્યાગ કરી દીધો છે,આવો પુરૂષ જ ૫રમ વૈરાગ્યવાન સમજવો. હું અને મારૂં – તારૂં એ માયા છે કે જેનાથી જીવોના સમુહો વશ થઇને રહ્યા છે.જે જે ઇન્દ્રિયો તથા મનના વિષયરૂ૫ છે તે તમામ માયા છે.માયાના બે ભેદ છેઃવિધા અને અવિધા..વિધા કે જેના વશમાં ગુણ છે અને જેથી જગતની રચના થાય છે,તે પ્રભુની પ્રેરેલી છે,તેનું પોતાનું કોઇ બળ હોતું નથી.. અવિધા મલિન હોવાથી દુષ્‍ટ છે,અત્યંત દુઃખરૂ૫ છે અને જીવની ઉપાધિ છે કે જે ઉપાધિના લીધે જીવ સંસારરૂપી કૂવામાં પડ્યો છે.ધર્મથી વૈરાગ્ય ઉ૫જે છે અને યોગથી જ્ઞાન અને જ્ઞાનથી મોક્ષ થાય છે.જે આચરણથી પ્રભુ ૫રમાત્મા દયાને વશ થઇ જાય છે તે આચરણ ‘ભક્તિ‘ કહેવાય છે કે જે ભક્તિ ભક્તોને અલૌકિક સુખ આપે છે,એ ભક્તિ સ્વતંત્ર સાધનરૂપ છે,કારણ કેઃ તેને યોગ કે જ્ઞાન..વગેરે કોઇનું અવલંબન હોતું નથી.જ્ઞાન અને વિજ્ઞાન ભક્તિને આધિન છે.ભક્તિ અનુ૫મ સુખનું મૂળ છે,૫ણ ભક્તિ જો સંતજનો અનુકૂળ હોય તો જ પ્રાપ્‍ત થાય છે.માયાના,ઇશ્વરના તથા પોતાના સ્વરૂ૫ને ભિન્ન ભિન્ન જાણે તે જીવ કહેવાય અને જે બંધન મોક્ષ આ૫નાર,સર્વનો નિયંતા તથા માયાનો પ્રેરક છે તે ઇશ્વર કહેવાય છે.ભક્તિમાર્ગથી પ્રભુ ૫રમાત્માને પામવાનાં સાધનોનું વર્ણન કરતાં કહ્યું છે કેઃ પ્રથમ સાધન બ્રાહ્મણ(બ્રહ્મજ્ઞાની સંત મહાપુરુષ)ના ચરણોમાં પ્રેમ અને વેદની મર્યાદા પ્રમાણે પોત પોતાના ધર્મમાં અભિરૂચી રાખવી.. જે સાધનોથી વિષયોમાં વૈરાગ્ય થાય છે અને વૈરાગ્યથી પ્રભુ ૫રમાત્માના ચરણોમાં પ્રેમ થાય છે.. શ્રવણ..વગેરે નવ પ્રકારની ભક્તિમાં દ્રઢતા કરવી..સંતો મહાપુરૂષોના ચરણકમળોમાં અતિ પ્રેમ કરવો.મન,વચન,કર્મથી ભજનનો દ્રઢ નિયમ રાખવો..સદગુરૂ,માતા-પિતા,બંધુ,પતિ..એ સર્વેને પ્રભુ પરમાત્માનું રૂ૫ સમજીને તેમની દ્રઢ સેવા કરવી- આ તમામ પ્રેમ લક્ષણા ભક્તિનાં સાધનછે. પ્રભુ પરમાત્માના ગુણોનું ગાન કરતાં કરતાં શરીરનાં રોમ ખડાં થઇ જાય..વાણી ગદ્ ગદ્ થઇ જાય અને આંખોમાંથી આંસુ વહેવા લાગે…આ પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય છે.જેનામાં કામ-ક્રોધ-મદ-લોભ કે દંભ…વગેરે ના હોય તે પુરૂષને વશ પરમાત્મા રહે છે.જે વ્યક્તિ મન-વચન અને કર્મ પ્રભુ પરમાત્મામાં જ પ્રવૃત રાખે અને નિષ્‍કામભાવે પ્રભુ પરમાત્માનું ભજન કરે છે તેના હ્રદયમાં પ્રભુ પરમાત્માનો વાસ રહે છે…ત્યારે ગાંધીજી માટે ..’અંત રામ કહિ આવત નાહીં. જાસુ નામ બલ સંકર કાસી. દેત સબહિ સમ ગતિ અબિનાસી.’ મુનિગણ જન્મ-જન્મમાં અનેક પ્રકારનું સાધન કરે છે. તેમ છતાં અંતિમ સમયે તેમના મોઢામાંથી રામનામ નિકળતું નથી ત્યારે ગાંધીજી સારા કારણ માટે રામનું નામ લેતા દેહ ત્યાગ કરી ધન્ય થયા..
  દેહ છોડતી વખતે લીધેલ રામના નામ માટે પણ તોફાની તત્વો કહેતા કે તે હરામખોર બોલે લા હે રામ નહીં !

 2. રાવણ ગયો, રામ ગયા. ગાંધીજી ગયા, ગોડસે પણ ગયો.
  જીવનના પ્રવાહમાં હોડીઓ આવે છે, અને જાય છે. ડૂબે છે કે, કિનારે પહોંચે છે. પણ બધી ઘટનાઓ ક ઘટનાઓ. કશું શાશ્વત નથી હોતું.
  – ‘સિદ્ધાર્થ’ હર્મન હેસ નો અદભૂત અંત અને જીવન દર્શન યાદ આવી ગયાં.
  Everything becomes, nothing is made. Everything is brought out of latency, nothing is brought into existence. Only that which was can be – not that which was not. And that which is – can not perish; it can only lose itself.
  All is eternal in etrnal spirit.
  – Shri Arvind Ghosh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *