ઘીની વહેતી નદી વચ્ચે થીગડાં માર્યાંનો સંતોષ

Posted by

સોનરંગી ઘીની રેલમછેલ !

સ્વચ્છ રાજકારણ” જેવો એક શબ્દ હતો આપણે ત્યાં. હવે આ શબ્દ ‘રાજકારણ’ જ ગંદકીનો પર્યાય બની ગયો છે. બહુ નીરાશા વ્યાપી ગયેલી ત્યારે શીક્ષણ અને ધર્મ તરફ લોકોએ મીટ માંડી હતી. પણ શીક્ષણનેય વેપાર આભડી ગયો. પછી ધર્મ અને ન્યાયતંત્ર બાકી રહ્યા ! ધર્મના આગેવાનો સાત જન્મો સુધી જેલ ભોગવે તેવાં કરતુતો કરવા માંડ્યા !! ને છેવટે ન્યાયાલયોના દ્વારપાળોને પણ જેલ થાય તેવી બાબતો વાસ્તવ બનીને ઉભી રહી ગઈ !!! 

ઘી જ નહીં પણ જીવતાં જનાવરો અને બાળકો સુધ્ધાંને વધેરી નાખવાનું કાર્ય ધર્મને નામે થતું જ રહે છે. આભ ફાટ્યું છે ને આપણે સૌ લેખો લખીલખીને થીગડાં મારવાનો સંતોષ લઈ લઈએ છીએ. 

હવે તો પાંચવર્ષીય ચુંટણી એક જ ઉપાય હોવા છતાં એમાંય લાલચ અને  ડર બતાવીને ફોસલાવી લેવાય છે ! હવે એવી કોઈ ચુંટણી થાય જેમાં ઉપર કહ્યાં બધાં જ અનીષ્ટોની સામે લડનારા જીતે !! નેટ ઉપર કેવીકેવી બહાદુરી જોવા મળે છે ! કેટલા બધા સુવીચારો સવ્વારના પહોરમાં મોકલાય છે !! 

પણ કશું જ થઈ શકતું નથી અને – 

ઘીના ઠામમાં ઘી ઢોળાતું રહે છે !

(ગોવીંદભાઈ મારુના બ્લૉગ પરના ઢોળાતા–વેડફાતા ઘી અંગેના લેખમાં મેં મુકેલી ટીપ્પણી સાભાર.)

3 comments

  1. હાચી વાત કે’નાર અલગ પડી જાય છે! સાચાનું કોઈ સગુ હોતું નથી! મીયા ક્યું દુબલા તો…….!

  2. શુદ્ધ ઘીના શબ્દ પ્રયોગને દરેક ક્ષેત્રમાં સખતાઈથી લાગુ નથી કરાતું માટે અર્ધ વનસ્પતિ ઘી ને શુદ્ધ ઘી ના નામે ખપાવી દેવાય છે !
    ઇતિહાસમા -‘એલેક્ઝાન્ડરના પ્રસંગથી ચાણક્યને સમજાયું કે ભારતમાં એક શક્તિશાળી રાજ્ય હોવાની જરૂર છે જે તેની સંસ્કૃતિની રક્ષા કરી શકે. રાજાઓ તરફથી મદદ ના મળવાને કારણે તેમણે લોકજાગૃતિનું કામ કર્યુ. ચંદ્રગુપ્ત અને બીજા વિધ્યાર્થીઓની મદદ લઇ લોકોને ગ્રીક રાજકર્તા સામે ઉશ્કેર્યા. અને તેમણે નાના સૈન્યો બનાવ્યા. ગ્રીક લોકોને મારવાનું અને ગ્રીક રાજ્યના ભારતીય લોકોને નહી મારવાનું નક્કી કરી યુદ્ધો કર્યા જેથી બધા ભારતીયો એક થાય અને ગ્રીક લોકોને પોતાના જ ભારતીય સૈનિકોથી અવિશ્વાસ પેદા થાય. સેલ્યુકસને હરાવી ચંદ્રગુપ્ત રાજા બન્યો અને પછી ચાણક્ય પોતાના મુખ્ય હેતુ માટે પાટલીપુત્ર ફરીથી ગયા.’
    ફરી આવા પ્રયાસો શરુ કરવા જરુરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *