વ્યક્તીસ્વાતંત્ર્ય < > વીચારસ્વાતંત્ર્ય !!!

Posted by

“પડ્યા, તો કહે નમસ્કાર !”

“ભુખ્યા જણના ઉપવાસ પુણ્ય ન આપે”

“કાયરની સહનશીલતા અહિંસામાં ન ખપે”

આ બધી વાતો એવો નીર્દેશ કરે છે કે પરાણે કરવાનું થતું કામ સ–ફળ ન હોય. કેટલાક ધર્મોમાં ધર્મ પરિવર્તનો કરાવવાનો ચાલ હોય છે. અનેક લોકો ને કુટુંબોને પોતાનો ધર્મ છોડાવીને લાલચ કે ધમકી દ્વારા ધર્મપરિવર્તન કરાવાતું સાંભળીએ છીએ. આ બાબતોનો સમાજમાં સખત વીરોધ પણ હોય છે.

પરંતુ સ્વેચ્છાએ જે કાર્યો થતાં હોય તેને તે કાર્યોના કરનારની પોતાની સ્વતંત્રતા ગણીને એની સામે વીરોધ હોતો નથી. ખાસ કરીને પુખ્ત વયની વ્યક્તી સમજપુર્વક કોઈ પગલું ભરે અને જો તે કાયદાકીય ધોરણે કોઈને પણ અડચણરુપ ન હોય તો તેનો વીરોધ વ્યક્તીગત વીચારણાના ધોરણે ભલે થાય પરંતુ તેને જાહેર સ્વરુપ આપવાનું ઠીક ગણાય ખરુ ?

પરીક્ષામાં ૯૯.૯૯ ટકા લાવનારો એક જૈન યુવક સ્વેચ્છાએ જૈન ધર્મમાંની એક સર્વમાન્ય પ્રણાલી મુજબ સન્યાસ ગ્રહણ કરે ત્યારે બહુ બહુ તો તેનાં કુટુંબીજનો માટે તે સ્વીકાર કે વીરોધનો મુદ્દો હોઈ શકે છે. પરંતુ જે તે યુવક પોતાના ધર્મની પરંપરાને – કોઈને પણ તકલીફ આપ્યા વગર સ્વીકારે તો તેને સમાજ શું કરી શકે ?

લોકશાહીમાં વ્યક્તીસ્વાતંત્ર્યનો અર્થ શો ?

આપણી માન્યતાથી વીરુદ્ધ કાર્ય કરનારના વ્યક્તીસ્વાતંત્ર્યને અવગણીને આપણું વીચારસ્વાતંત્ર્ય આગળ કરવું તે લોકશાહી ગણાય ?

– જુગલકીશોર.

 

One comment

  1. સમાજના સંસ્થાકીય માળખાઓ અને વ્યક્તિ સ્વાતંત્ર્ય બંને બાબતો મહત્વની છે. પોતાની સમજણ અને હિતો મુજબ લોકોએ એક યા બીજી બાબતને પ્રાથમિકતા આપી . દર્શનશાસ્ત્રમાં લિબરાલિઝમ અને સોસિયોલોજિઝમ બંને સાથે અસ્તિત્વ ધરાવે છે. વ્યક્તિને તેની અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય હોવું જોઇએ. આ માન્યતાના આધારે તો કવિઓ, લેખકો તથા અન્ય સર્જકો સર્જકતાને પ્રાથમિકતા આપે છે . વ્યક્તિને સ્વાતંત્ર્ય કેટલું મળવું જોઇએ તે સવાલનો નિરપેક્ષ જવાબ ન આપી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *