શુદ્ધ ભાષા બાબતે કેટલીક વાતો – ૨

Posted by

– જુગલકીશોર

જોયાજાણ્યાનો અનુભવ તો કહે છે કે –

ગયા લેખમાં મેં લખ્યું હતું કે “પરંતુ જોયાજાણ્યાનો અનુભવ કહે છે કે હવે આ (શુદ્ધ ગુજરાતી લખવાનું) લગભગ શક્ય નથી !”

જોડણીકોશમાં જ જો ભૂલો હોય તો પછી કોઈ ઉપાય ખરો ? “માંઝી જો નાવ ડુબાડે, એને કોણ બચાવે ?” જીવડાં મારવાની દવામાંથી જીવડાં નીકળે તો કેમનું લાગે ?!

અત્યાર સુધીના, એટલે કે દસેક વરસના નેટ પરના લખાણ–વંચાણ પછી કોઈ નિરાશાનો ઉપરોક્ત સૂર નીકળ્યો હોય તો તે મારા જેવા કોઈ એકલદોકલનો ન જ હોઈ શકે. આવા અનુભવો ઘણાના હોઈ શકે.

પરંતુ ભૂલો બતાવવાથી ભૂલો મટતી નથી. જાણકારો–વિદ્વાનો–ચૅકરો વીણીવીણીને ભૂલો બતાવી જાણે પણ આ બધી ભૂલો થતી જ રહી છે, થાય છે અને થવાની જ છે એવું જાણ્યા પછી આવું ન જ થાય, હવે પછી આવું ન જ થવું જોઈએ તેવી ધગશ રાખીને ભૂલોનાં કારણો અંગે ચિંતા સેવીને એનો ઉપાય કરવાનું કામ તો શિક્ષકોનું છે. અથવા તો કહીશ કે જે કોઈ આવું કાર્ય કરે તે સાચા શિક્ષકો છે. બાકી દાયકાઓથી – ખરેખર તો એકાદ સદીથી આ ચિંતા સતાવતી રહી છે પણ ભાષામાં સુધારનું લોકશિક્ષણનું કામ કરનારા કેટલા ?!

ગાંધીજીએ ૧૯૨૯ આસપાસ કહેલું કે “શુદ્ધિપત્રક વગરનો” જોડણીકોશ મારે જોઈએ છે. એટલે કે જેમાં એક પણ ભૂલ ન હોય તેવો ! પછી શરૂમાં બહુ જ ટૂંકા ટૂંકા ગાળામાં કોશની ત્રણ–ચાર આવૃત્તિઓ થઈ ગઈ. તેમાં પણ ભૂલો નહીંવત્ રહ્યાનું કહેવાયું. પરંતુ પાંચમી આવૃત્તીની પુરવણીથી કોશની ખુદની શુદ્ધિની વાતો ચાલી !! ને છઠ્ઠીએ તો ઉહાપોહ થાય તેવી ને તેટલી ભૂલો રહેવા પામી.

આનાં કારણોની ચિંતા અને ઉપાયો પણ ચર્ચાવા શરૂ થયાં ને હજી થશે –

પરંતુ ગાંધીચાહ્યો, એક પણ ભૂલ વિનાનો કોશ – ન કરે નારાયણ ને છપાવા લાગ્યો…….તો પણ શું લોકો લખવાની ભૂલો કરવાનું બંધ કરશે ?

જવાબમાં ફરી વાર પેલું વાક્ય જ સામું આવે છે કે “જોયાજાણ્યાનો અનુભવ કહે છે કે હવે આ (શુદ્ધ ગુજરાતી લખવાનું) લગભગ શક્ય નથી !” કારણ કે –

 • ગુજરાતીના ઘણા બધા શિક્ષકોને સાચું ગુજરાતી લખવાનું ફાવતું નથી;
 • ભાષાશિક્ષણ માટે જરૂરી કાળજી તે માટેની સંસ્થાઓ લે છે ખરી ?
 • છાપાં–સામયિકો–પુસ્તકો–ટીવી પરદો–સરકારી પરિપત્રો વગેરેમાં ખોટું ગુજરાતી લખાય છે તો તેને રોકનારું કોઈ છે ખરું ?
 • એવી સત્તા ક્યાંય છે ખરી ? ને હોય તો તેઓ આ બાબતે જાગૃત છે ખરા ?
 • ગુજરાતી વિષય રાખવાનું વલણ વિદ્યાર્થીઓમાં નથી; જેમને ફરજિયાત રાખવું પડે છે તેઓ પોતાની આ માતૃભાષામાં જ નપાસ થાય છે. આનાં કારણો ચિંતા–ધગશ–પ્રયત્ન સાથે જાણવાની નિષ્ઠા આપણામાં કેટલી ? જો હોત તો છેક સરકાર સુધી આ ચિંતા આજ સુધીમાં પહોંચી જ હોત !

ગુજરાતીની ભૂલો બાબતે ઉપરોક્ત બધા જ મુદ્દાઓને અસર કરી જાય તેવી એક ખૂબ જ મહત્ત્વની બાબત (એટલે કે આ બધા પ્રશ્નોનાં અનેક કારણોમાંનું એક કારણ) તે આપણા જોડણીના નિયમો છે તે અંગે કાંઈ વિચારવા જેવું છે ખરું ?!! આપણા જોડણીના નિયમો જ એવા અટપટા, અઘરા અને અરાજકતાભર્યા – અનેક અપવાદોથી ગૂંચવાયેલા છે તે અંગે વીદ્વાનો પોતાના આગ્રહો થોડા સમય માટે એક બાજુ મૂકીને સક્રિય માર્ગદર્શન આપશે ખરા ? ઉપરોક્ત મોટા ભાગની બધી જ મૂંઝવણો આ નિયમોને કારણે છે તે બાબત આપણે સ્વીકારી શકીશું ખરા ?!

ચીનની ચિત્રલિપિના વિકલ્પો સ્વીકારવા સુધીની વાત થઈ શકે તો આપણે થોડાં ડગલાં સુધારા તરફ ભરી ન શકીએ શું ?

અંગ્રેજીના સ્પેલીંગોમાં ફેરફાર અમેરિકાજગતમાં થવાનું કે થયાનું વલણ હોય તો આપણે કશું આવકારદાયક પગલું ભરવાનો વિચાર ન કરી શકીએ શું ?

બીજા દેશોની વાત જવા દઈએ ને ફક્ત આ દેશના જ એક રાજ્ય મહારાષ્ટ્ર જેવાએ છેલ્લો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ જ ગણવાનો નિયમ દાયકાઓ પહેલાં કરી લીધો છે !! તો આપણે એના શાખપડોશી જ નહીં, એક વખતના જોડિયાભાઈ એવા ગુજરાતીઓ નિયમોને ચોંટી જ રહેવાનું વલણ સહેજ પણ ઢીલું કરવા તૈયાર ન થઈ શકીએ શું ?

ને હવે એક નવા વાવાઝોડાની વાત !

અંગ્રેજીમાં YOU AREનું U R થઈ ગયું છે ! દુનિયાભરની ભાષાઓ મોબાઈલોમાં ભયંકર રીતે બદલાઈ રહી છે !! આપણી ગુજ્જુ પણ – મોબાઈલને કારણે સ્તો – અંગ્રેજી ટૂંકાક્ષરી બનવા માંડી છે ને મોબાઈલોમાં સગવડો ન હોવાથી અંગ્રેજી ફોન્ટમાં ગુજરાતી વાક્યો લખાતી થઈ ચૂકી છે !!

મીત્રો ! લેક્સિકોન જેવી આંગળીને ટેરવે મળતી સગવડને પણ ગાંઠતા નથી તેવા “અત્યંત વ્યસ્ત” (!) લોકો શું આપણા જોડણીકોશનાં પાનાં ફેરવવા સમય આપવાના છે ???

(વધુ હવે પછી…..)

 

 

4 comments

 1. જુગલકિશોરભાઇ,
  આપની મનોવ્યાથ યથાયોગ્ય છે.

 2. આપની વેદના સાચી છે.પ્રયત્ન ચાલુ રાખવો જોઇએ અને નવા જમાના પ્રમાણે અનુરુપ શોધો કરવી જોઇએ.નવી પેઢીની
  Text Messaging Abbreviations & Shortcuts પ્રમાણે ગુજરાતીમા પણ સંશોધન થવું જોઇએ જેમકે
  AAF – As A Friend
  AAK – Asleep At Keyboard OR Alive And Kicking
  AAMOF – As a matter of fact
  AAP – Always A Pleasure
  AAR8 – At Any Rate
  AAYF – Always Your Friend
  ABT – About
  ACC – Anyone Can Come
  ADAD – Another Day, Another Dollar
  ADN – Any Day Now
  AFAIAA – As Far As I Am Aware
  AFAIC – As Far As I’m Concerned
  AFAIK – As Far As I Know
  AIGHT – Alright
  AKA – Also Known As
  AM – Morning
  AMA – Ask Me Anything
  AML – All My Love
  ASAP – As Soon As Possible
  ATM – At The Moment
  ATYS – Anything You Say
  AWA – As Well As
  AWC – After Awhile Crocodile
  B4 – Before
  B4N – Bye For Now
  BAU – Business As Usual
  BBL – Be Back Later
  BBS – Be Back Soon
  BC or B/C – Because
  BCNU – Be Seein’ You
  BD – Big Deal
  BEG – Big Evil Grin
  BF – Boyfriend
  BFF – Best Friends Forever
  BFN – Bye For Now
  BIF – Before I Forget
  BIL – Brother In Law
  BLNT – Better Luck Next Time
  BMG – Be My Guest
  BR – Best Regards
  BRB – Be Right Back
  BTA – But Then Again
  BTDT – Been There, Done That
  BTW – By The Way
  BWDIK – But What Do I Know
  BYTM – Better You Than Me
  C-P – Sleepy
  CD9 – Code 9: Parents Nearby
  CID – Consider It Done
  CMIIW – Correct Me If I’m Wrong
  COS – Change Of Subject
  CRB – Come Right Back
  CSL – Can’t Stop Laughing
  CU – See You
  CUL or CUL8R – See You Later
  CUS – See You Soon
  CUZ – Because
  CWOT – Complete Waste Of Time
  CYA – Cover Your A**
  CYE – Check Your E-mail
  DEF – Definitely
  DFO – Done Fell Out
  DIIK – Darned If I Know
  DINK – Double Income No Kids
  DIY – Do It Yourself
  DKDC – Don’t Know, Don’t Care
  DQMOT – Don’t Quote Me On This
  DTRT – Do The Right Thing
  DUCWIM – Do You See What I Mean?
  DW – Don’t Worry
  DWF – Divorced White Female
  DWM – Divorced White Male
  DWBH – Don’t Worry, Be Happy :O)
  DYFI – Did You Find It?
  E2EG – Ear To Ear Grin
  EOD – End Of Discussion
  EOL – End Of Life
  EOM – End Of Message
  EOR – End Of Rant
  ETA – Estimated Time Of Arrival
  EZ – Easy
  F2F – Face To Face
  F2T – Free To Talk?
  FAQ – Frequently Asked Questions
  FBM – Fine By Me
  FBOW – For Better Or Worse
  FCOL – For Crying Out Loud
  FIMH – Forever In My Heart
  FITB – Fill In The Blank
  FOAF – Friend Of A Friend
  FOFL – Falling On The Floor Laughing
  FOMCL – Falling Off My Chair Laughing
  FTW – For The Win
  FUBAR – Fouled Up Beyond All Recognition
  FWD – Forward
  FWIW – For What It’s Worth
  FYEO – For Your Eyes Only
  FYI – For Your Information
  G2CU – Good To See You
  G2G – Got To Go
  G2R – Got To Run
  GAC – Get A Clue
  GAL – Get A Life
  GB – Goodbye
  GBTW – Get Back To Work
  GBU – God Bless You
  GF – Girlfriend
  GGN – Gotta Go Now
  GI – Good Idea
  GIWIST – Gee, I Wish I Said That
  GJ – Good Job
  GL – Good Luck
  GM – Good Morning
  GMTA – Great Minds Think Alike
  GNT – Good Night
  GOL – Giggle Out Loud
  GR8 – Great
  GTG – Got To Go
  H8 – Hate
  H/O – Hold On
  HAGN – Have A Good Night
  HAGO – Have A Good One
  HAK – Hugs And Kisses
  HAND – Have A Nice Day
  HBU – How About You?
  HH – Ha-ha
  HHIS – Hanging Head In Shame
  HO – Hold On
  HOAS – Hold On A Second
  HTB – Heavens To Betsy (for the older crowd)
  HTH – Hope This Helps
  IAC – In Any Case
  IAE – In Any Event
  IC – I See
  ICBW – It Could Be Worse
  IDC – I Don’t Care
  IDGI – I Don’t Get It
  IDK – I Don’t Know
  IDM – It Doesn’t Matter
  IDTS – I Don’t Think So
  IIRC – If I Remember Correctly
  IK – I Know
  ILY – I Love You
  IMHO – In My Humble Opinion
  IMLTHO – In My Less Than Humble Opinion
  IMO – In My Opinion
  IMPOV – In My Point Of View
  IOW – In Other Words
  IRL – In Real Life
  JIC – Just In Case
  JK or J/K – Just Kidding
  JLMK – Just Let Me Know
  JMO – Just My Opinion
  JP – Just Playing
  JT or J/T – Just Teasing
  JTLYK – Just To Let You Know
  JW – Just Wondering
  K – Okay
  KIS – Keep It Simple
  KIT – Keep In Touch
  KMP – Keep Me Posted
  KOTL – Kiss On The Lips
  KOW – Knock On Wood
  KWIM – Know What I Mean?
  L8 – Late
  L8R – Later
  L8RG8R – Later, Gator
  LBAY – Laughing Back At You
  LBH – Let’s Be Honest
  LBS – Laughing But Seriously
  LLTA – Lots and Lots of Thunderous Applause
  LMIRL – Let’s Meet In Real Life
  LMK – Let Me Know
  LOL – Laughing Out Loud -or- Lots Of Laughs
  LOLO – Lots Of Love
  LMAO – Laughing My A** Off
  LQTM – Laughing Quietly To Myself
  LTNS – Long Time No See
  LYL – Love You Lots
  LYLAB – Love You Like A Brother
  LYLAS – Love You Like A Sister
  MIA – Missing In Action
  MIRL – Meet In Real Life
  MMA – Meet Me At
  MMB – Message Me Back
  MOO – My Own Opinion
  MorF – Male or Female
  MOS – Mom Over Shoulder
  MSG – Message
  MTFBWU – May The Force Be With You
  MYOB – Mind Your Own Business
  NALOPKT – Not A Lot Of People Know That
  NBD – No Big Deal
  NC – No Comment
  NE – Any
  NE1 – Anyone
  NEWB – person who is new to something
  NFS – Not For Sale
  NM – Nothing Much
  NM – Never Mind
  NMH – Not Much Here
  NMP – Not My Problem
  NMU – Not Much, You?
  NOOB or N00B – inferior person
  NOYB – None Of Your Business
  NP – No Problem
  NRN – No Response Necessary
  NSFW – Not Safe For Work
  NVM – Never Mind
  NW – No Way
  NWO – No Way Out
  O4U – Only For You
  OAO – Over And Out
  O RLY? – Oh, Really?
  OG – Original Gangster
  OIC – Oh, I See
  OMDB – Over My Dead Body
  OMG – Oh My Gosh -or- Oh My God -or- Oh My Goodness (for the older crowd)
  OOTO – Out Of The Office
  OT – Off Topic
  OTOH – On The Other Hand
  OTP – On The Phone
  OTTOMH – Off The Top Of My Head
  OWTTE – Or Words To That Effect
  OYO – On Your Own
  P911 – Parent In Room
  PAW – Parents Are Watching
  PCM – Please Call Me
  PDH – Pretty Darn Happy
  PIR – Parent In Room
  PITA – Pain In The A**
  PLS – Please
  PLZ – Please
  PLU – People Like Us
  PM – Evening
  POC – Point Of Contact
  POS – Parent Over Shoulder
  POV – Point Of View
  PPL – People
  PRW – Parents Are Watching
  PTMM – Please Tell Me More
  Q – Question
  QT – Cutie
  RBTL – Read Between The Lines
  ROFL – Rolling On the Floor Laughing
  R – Are
  RL – Real Life
  RSN – Real Soon Now
  RUOK? – Are You Okay?
  S2R – Send To Receive
  SFETE – Smiling From Ear To Ear
  SIT – Stay In Touch
  SITD – Still In The Dark
  SMH – Shaking My Head
  SMS – Short Message Service
  SOH – Sense Of Humor
  SOMSW – Someone Over My Shoulder Watching
  SOSDD – Same Old Stuff Different Day
  SOZ – Sorry
  SRY – Sorry
  SSDD – Same S***, Different Day
  STFU – Shut The F*** Up
  STR8 – Straight
  SUP – What’s Up?
  SYS – See You Soon
  TAFN – That’s All For Now
  TBA – To Be Announced
  TBC – To Be Continued
  TBH – To Be Honest
  TC – Take Care
  TFF – Too Freaking Funny
  TFW – That Feeling When
  TGIF – Thank Goodness It’s Friday
  THX – Thanks -or- Thank you
  TIA – Thanks In Advance
  TIC – Tongue In Cheek
  TISNF – That Is So Not Fair
  TMB – Text Me Back
  TMI – Too Much Information
  TOTT – Think On These Things
  TOY – Thinking Of You
  TTFN – Ta-Ta For Now
  TTYL – Talk To You Later
  TY – Thank You
  U – You
  U2 – You Too
  UR – You Are -or- You’re
  VBG – Very Big Grin
  W8 – Wait
  W/ – With
  W/E – Whatever
  W/O – Without
  WB – Welcome Back
  WBS – Write back soon
  WFM – Works For Me
  WOLO – We Only Live Once
  WTF – What The F***
  WTG – Way To Go
  WTH – What The Heck?
  WU – What’s Up?
  WYGOWM – Will You Go Out With Me?
  WYSIWYG – What You See Is What You Get
  WYRN – What’s Your Real Name?
  XOXO – Hugs and Kisses
  Y – Why
  YOLO – You Only Live Once
  YRG – You Are Good
  YT? – You There?
  YW – You Are Welcome
  ZZZ – Tired or bored

  1. લખવામાં આટલું બધું ટુંકાક્ષરી ચાલવાનું હોય તો પંડીતોનો નીયમોનો આગ્રહ ક્યાં જશે ?!! એક ઈ અને એક ઉની વાત થઈ ત્યારે તેને ભાષાના સરળીકરણ માટે થઈને નીયમોનો ભંગ કરવા રુપે વગોવવામાં આવી હતી…..આ સંક્ષેપની રીત ભાષામાં, ખાસ કરીને સંવાદોમાં રહેલા ભાવપ્રાગટ્યને પારાવાર નુકસાન કરી બેસશે ! ભાષા ફક્ત સંદેશો પહોંચાડવા પુરતી જ કામગીરી કરતી નથી; તે વાત કરનારનું ભાવજગત પ્રગટ કરે છે. સર્જનાત્મક સાહીત્યમાં શબ્દો અને વાક્યોની કેડીએ, અને ક્યારેક તો બે લાઈનો વચ્ચે રહેલા અર્થ અને ભાવને પ્રગટવાની જે તક છે તે આ સરકારી કોડ વર્ડ જેવામાં મળવાની નથી. સુભાઈએ હમણાથી તજાસા જેવા પ્રયોગો હાથ ધરીને ભાષાને યંત્રવત બનાવવાની દીશામાં સારો પ્રયત્ન કર્યો છે !

 3. ….”.આ સંક્ષેપની રીત ભાષામાં, ખાસ કરીને સંવાદોમાં રહેલા ભાવપ્રાગટ્યને પારાવાર નુકસાન કરી બેસશે ! ભાષા ફક્ત સંદેશો પહોંચાડવા પુરતી જ કામગીરી કરતી નથી; તે વાત કરનારનું ભાવજગત પ્રગટ કરે છે. સર્જનાત્મક સાહીત્યમાં શબ્દો અને વાક્યોની કેડીએ, અને ક્યારેક તો બે લાઈનો વચ્ચે રહેલા અર્થ અને ભાવને પ્રગટવાની જે તક છે તે આ સરકારી કોડ વર્ડ જેવામાં મળવાની નથી.”

  આપની આ વાત એકદમ સાચી છે.
  ઘણીવાર ટુંકાક્ષરીમાં પણ ઘણાં પોત-પોતાની રીતના કૉડવર્ડનો ઉપયોગ કરતા હોય છે ત્યારે એનો અર્થ ઉકેલવો મુશ્કેલ બની જતો હોય છે આમ જ્યાં શબ્દાર્થ સ્પષ્ટ ન થાય ત્યાં ભાવાર્થ તો પકડાય જ કેમ??!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *