‘કેમ છો ?’ ‘સારું છે !’ કહેતા ગુજ્જુઓ વીશે –

Posted by

સાત સાગર પાર ગુજ્જુઓ !

– ગુગલ મહારાજ  અને વીકીપીડીયાના સરવે મુજબ 

 

યુ.એસ.એમાં ૧૫ લાખ,

યુ.કે.માં સાડા નવ લાખ,

ઓસ્ટ્રેલિયામાં સાડા ત્રણ લાખ,

કેનેડામાં ૩.૩લાખ,

આફ્રિકામાં અઢી  લાખ,

યુ.એ.ઈ.માં ૨.૩ લાખ,

સિંગાપોરમાં દોઢ લાખ,સાઇદી આરબમાં ૮૫,૦૦૦,

ફ્રાંસમાં ૭૦,૦૦૦

ન્યૂ ઝીલેન્ડમાં પાંચાવન હજાર

યુએસએ અને યુકેમાં ત્રીજા નંબરે રહેતી ભાષા ગુજરાતી છે;

યુએસમાં સ્પેનીશ પછીના નંબરે ગજરાતી ભાષા આવે છે;

મોટા ભાગનાં ગુજરાતીઓ સ્વતંત્ર વ્યવસાયમાં અને બહુ થોડા નોકરી કરે છે;

જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં તેઓ હંમેશાં સુખશાંતિમાં જ હોય છે;

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

આપણી વૈષ્વીક ઓળખ :

 

૧) થેપલાં એમને માટે બ્રેડ છે ને અથાણું માખણ;

૨) ચાલતાં દસ મીનીટમાં થાકી જતો ગુજ્જુ પાંચેક કલાક નોનસ્ટૉપ ગરબા ગાઈ શકે છે;

૩) કોઈના અંગે કલાકો સુધી ગપાટા માર્યા પછીય, ગુજ્જુભાઈનું સમાપન “જાવા દે ને, આપડે શું !”થી થાય છે;

૪) પતીપત્ની એકબીજાની ઓળખ “આ મારાં મીસીસ છે” ને “આ મારા મીસ્ટર છે”થી કરશે.

૫) દુનીયાનો સંદેશો અંગ્રેજીમાં આમ હોય : ‘સેવ ઈલેક્ટ્રીસીટી, સેવ વૉટર, સેવ નેચર’ પણ ગુજ્જુભાઈ કહેશે, “સેવ–પૂરી, સેવ–ખમણ, સેવ–ગાંઠિયા !”

૬) એક પાર્ટીમાં ગુજ્જુભાઈએ એક છોકરીને કહ્યું “તમે ડાન્સ કરશો ?’ છોકરી કહે, “હા.” તો ગુજ્જુભાઈએ પુછ્યું, “તો તમારી ખુરસી હું લૈ લઉં ?”

૭) મનુભાઈ ચંદરિયાએ ગુજ્જુભાઈ અંગે મીત્રોને મેઈલ મોકલ્યો. ગુજ્જ જુભૈએ એને પોતાના બ્લૉગ ઉપર પોસ્ટ બનાવી દીધી….“સસ્તું ભાડું ને – ”

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

સૌજન્ય : Manu Chandaria <manu@comcraft.com>

 

 

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *