જય જય (સાર્થ) જોડણીજી !

Posted by

બાપુની અપેક્ષાઓ અને

– જુગલકીશોર.

(છંદ: અનુષ્ટુપ)

ગાંધીએ સુચના દીધી જ્યારે એ જેલમાં હતા

વ્યસ્ત સ્વાતંત્ર્યસંગ્રામે પુરેપુરા હતા છતાં.

લખ્યું કે, “આપણી ભાષા અસ્તવ્યસ્ત બહુ રહી

ભલે ને આજ દીસુધી સુધારવી હવે સહી.

બંધાણી જોડણીજેની નથી તે ભાષી જંગલી

કહું ના તો કહું બીજું શું હું દુઃખી થઈ વળી ?!

મરાઠી, બંગલા, ઉર્દુ, તમીળ, યુરોપી બધી

ના અરાજકતાવાળી સીવાય એક ગુર્જરી !

અંગ્રેજો કાળજી રાખે, સ્વભાષા લખવા મહીં,

શુદ્ધીનો ગર્વ જો રાખે, તો ગુજરાતી કાં નહીં ?

અંગ્રેજી લખતાં ખોટું, હૈયું ને હાથ ધ્રુજતાં

તો પછી માતૃભાષામાં એવાં કાં દુઃખ ના થતાં ?!

જોડણીવધનું પાપ હવેથી કરનાર ના

આજથી કોઈને સ્વેચ્છાજોડણી અધીકાર ના !!

***   ***   ***

કોશરચના

(પૃથ્વી)

સુણી સુચન બાપુનું વળગીયા સહુ સામટા,

કર્યું પુરણ કાર્ય, ને પછી બધું જ સોંપ્યું; થયું

વીદ્વાનવશ ! કોશિયોકકળતો રહ્યો વેગળો  !

કરી દીધ બધાં દુવાર બસ બંધ, તાળું દીધું

અને તરલજે હતી, સરલ ના રહી જોડણી !!

***   ***   ***

જોડણીના નીયમોની લીંક્સ :

(અનુષ્ટુપ)

જોજો લીંકો નીચેની આ,  જોડણીનીયમો તણી

વીચારી ખોલજો એને અઘરી લાગશે ઘણી !

ખોલીને સમજો નૈં તો પસ્તાવાનું થશે નકી,

સાયરન્ ભયની ફુંકું, ચેતવું કાવ્ય આ થકી….

http://jjkishor.wordpress.com/2007/08/06/jodni-ange-2/

http://jjkishor.wordpress.com/2007/08/08/jodani-ange-3/

http://jjkishor.wordpress.com/2007/08/11/jodani-ange-2/

http://jjkishor.wordpress.com/2007/08/13/jodani-ange/

http://jjkishor.wordpress.com/2007/08/19/jodni-ange/

http://jjkishor.wordpress.com/2007/08/24/jodniange/

=====================================================================================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *