‘Matrubhasha’ રજા પર….

Posted by

કોઈ જીતે કોઈ હારે રે મન્નવા, કોઈ હારે કોઈ જીતે.
એમને તો રહેવાનું મ્હેલાતે, બંગલે, આપણ ફુટપાથ ને પછીતે !
– કોઈ હારે કોઈ જીતે.

સળગ્યું લાગે છ આખું વંન ભલે, આપણાં આ ઝુંપડાં હજીય છે સલામત;
એને બાળીને કાંઈ તીરથ કરાય ના, વ્હેલેરી આવશે કયામત !
બળતાં ઝુંપડાંની આગ ઓલવશે કોઈ નહીં , લખીયું વંચાય સામી ભીંતે !
– કોઈ હારે કોઈ જીતે.

નાનાં ને નબળાં સૌ કોઈ કહે આપણને, માની લીધું છ એ ય આપણે,
મોટાં હતાં તો કેમ માગવાને આવે છે મતવાલા આપણે જ આંગણે ?!
છુટાંછવાયાં કરી દેશે આપણને પછી ભેગા થાશું ન કોઈ રીતે !
– કોઈ હારે કોઈ જીતે.

વડલા જેવો છ દેશ આપણો વડેરો, ને આશરે એને જ છીએ સુખીયાં,
નાનામોટાના ભેદ પાડીને માળાને વીંખીશું તો થઈ રહીશું દુખીયાં;
ભાગલા પાડીને રાજ કરવાના પેંતરા થાય શું સફળ તે કદી તે ?!

કોઈ જીતે કોઈ હારે રે મન્નવા, કોઈ હારે કોઈ જીતે.

– જુગલકીશોર.

6 comments

  1. રાજકીય અને સામાજિક પ્રશ્નોને વણી લઈને કવિ હૃદયના આક્રંદની આ રચના ગમી.

    મત માગવા વાળા મતવાલા જ હોય છે ને !

    કવિ ઉમાશંકર ની જાણીતી કવિતા ” ભૂખ્યા જનોનો જઠરાગ્ની જાગશે …..” ની યાદ તાજી થઇ.

  2. કોઈ જીતે કોઈ હારે રે મન્નવા, કોઈ હારે કોઈ જીતે.
    એમને તો રહેવાનું મ્હેલાતે, બંગલે, આપણ ફુટપાથ ને પછીતે !
    ખરેખર, સચોટ તથ્ય. …

  3. ભાગલા પાડીને રાજ કરવાના પેંતરા
    ——–
    રઘુકૂળ રીતિ સદા ચલી આઈ.
    ‘એ છે.’
    એનો પણ સ્વીકાર.

  4. “નાનાં ને નબળાં સૌ કોઈ કહે આપણને, માની લીધું છ એ ય આપણે,
    મોટાં હતાં તો કેમ માગવાને આવે છે મતવાલા આપણે જ આંગણે ?!
    છુટાંછવાયાં કરી દેશે આપણને પછી ભેગા થાશું ન કોઈ રીતે !”
    બહુ થોડા શબ્દોમાં આખો ઈતિહાસ?
    અહીં હારે એ જીતે, મનવા જે હારે તે જીતે !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *